________________
આપ્તવાણી-૨
૧૮૫
૧૮૬
આપ્તવાણી-૨
તું કહે કે, ‘કાન દુઃખે છે,' તો હું તારું સાંભળું, ‘દાઢ દુઃખે છે,' તો ય હું સાંભળું, ‘ભૂખ લાગી છે” તે ય હું સાંભળું. એને દુઃખ કહેવાય. અને તું કહે કે, “ખીચડીમાં ઘી નથી.’ તો તે ના સાંભળું. આ દેહને તો આટલી ખીચડી નાખીએ તો તે બૂમો ના પાડે. પછી તારે જે ધ્યાન કરવું હોય તે કરજે, નહીં તો દુર્બાન કરવું હોય તો તે કર, તને બધી જ છૂટ
એમાં તને શાનું દુઃખ ? દુઃખ તો દેહને સ્પર્શે તે કહેવાય. મહાવીર ભગવાનને દેહને દુ:ખ સ્પર્શતું. તેમના કાનમાં બરૂ ઘાલી દીધેલાં, તે જયારે કાઢયા ત્યારે એવી વેદના થઇ તે આંખમાંથી પાણી નીકળ્યાં ને મોટી બૂમ પડી ગયેલી. એવું તો બધાને ય થાય. દેહ ને આત્મા તો જુદા છે, પણ માનેલો આત્મા છે ત્યાં સુધી દેહ જીવે. પ્રતિષ્ઠિત આત્મા કયુમ થઈ જાય, વપરાઇ જાય પછી દેહ ખલાસ થઈ જાય.
માટે દુઃખ કોને કહેવાય ? સ્પર્શે છે. બાબાને આંગળી કપાય તો શું? એ તો બાબાને દુઃખ થયું, પણ એમાં તો બાપો ય દુઃખ માથે લઇ લે. ભગવાન શું કહે છે કે અમે બાબાને એક રતલ દુ:ખ આપેલું, તેમાંથી બાપ અરધો રતલ લઈને ફરે ને મા પા રતલ લઇને ફરે છે. હવે આને ડફોળ નહીં તો શું કહેવાય ?
તું મને કહે કે, ‘દાદા, પેટમાં દુઃખે છે' ને ત્યાં હું કહું કે ‘તું આત્મા છે ને? તો તો જ્ઞાની ના કહેવાઉં. એને તો અમારે સાંભળવું પડે. પણ ખીચડીમાં ઘી ના મળ્યું તે કહ્યું, તો તે અમે ના સાંભળીએ. આને દુઃખ ના કહેવાય.
આ તો વગર કામનાં દુ:ખો માથે લઇને ફરે છે. આ ઘરમાં કઢી ઢળી જાય તો એને શેઠ માથે લઇ લે કે કરમનાં ફૂટેલાં કે કઢી ઢળી ગઈ, એને દુઃખ માને. એવું આ ધંધામાં ય શેઠ દુખ માથે લઇને ફરે છે. કેટલાંક ઓફિસનાં દુઃખો હોય છે ને કેટલાંક સમાજનાં પણ દુ:ખો હોય. પણ એને દુ:ખ ના કહેવાય. અમે તો ધંધાનું દુ:ખ ધંધાને માથે ને સમાજનું દુઃખ સમાજને માથે નાખીએ. આ તારા વાળ કાપી લે તો એને દુ:ખ ના કહેવાય, કાન કાપે તો એને દુઃખ કહેવાય. કારણ કે વેદના થાય છે. છતાં, આપણા સત્સંગમાં આવે તો એ ય દુ:ખ ભૂલી જાય, કાનની વેદના ય ભૂલી જાય !
એક બાપ હતો. ડૉક્ટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું, તે પછી પાકેલું. એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફટવેલો. બહુ પૈસાવાળો હતો. હવે ડૉક્ટર કહે કે, “હું ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ, તમે ચિંતા ના કરશો.' પણ શેઠ કહે કે, “મને ઓપરેશન, થિયેટરમાં બેસવા દો.' શેઠ તો વજનદાર માણસ, એટલે ડૉક્ટરે બેસાડવા દેવા પડ્યા. હવે બાપ બેઠેલો આઠ ફૂટ છેટે, અને ડૉક્ટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂકયો. હવે ત્યાં નહોતો કોઈ તાર જોડયો, કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડયું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એને તો બબૂચક કહેવાય. આ રડવા જેવું ન હોય જગત. અને જયાં રડવાની જગ્યા આવે ત્યાં હસવું. આ કેવું છે કે સારી રકમે ભાગીએ તો પેલી રકમ ઊડી જાય. જયાં આ દુઃખને ભાગવાનું હોય ત્યાં એને ગાઇને ગુણે, એના કરતાં હસીને એ રકમને ભાંગી નાખ તો શેષ ના વધે !
એક જણ કહે કે, “મારી નાતમાં આબરૂ ગઇ.” એ નાતનું દુઃખ,
આ બહુ ઝીણી વાત છે. જો કંઇ પણ દુ:ખ છે તો એ દુ:ખને ઉપાય હોય છે જ. દાઢ દુઃખે તો એને દુઃખ કહેવાય, કારણ કે ડૉક્ટર પાસે જઇને દવા કરાવાય, દાઢ કઢાવી શકાય. દુઃખ તો કોને કહેવાય ? જેના ઉપાય હોય તેને. જેના ઉપાય ન હોય એને દુઃખ જ ન કહેવાય. આ તો છોકરાને રતલ દુઃખ હતું, ને તેમાં તે શું કામ બીજું અરધો રતલ લઇ લીધું? કૂતરાના બચ્ચાને વાગે તો કૂતરા રડે નહીં, એને ચાટીને રૂઝાવે. એની લાળમાં રૂઝવવાની શક્તિ હોય છે. અને એને પોતાને થયું હોય તો બૂમાબૂમ પાડે ! અને આ નિરાશ્રિતને તો બીજાને થાય તો ય પોતે માથે લઇ લે !
એક ભાઇ આવેલો. તે કહે, “મારે તો મોટી પીડા આવી પડી છે.” મેં પૂછયું, “શું છે ?” તો એ કહે, “બૈરીને ડિલિવરી આવવાની છે.” બાઇ | ડિલિવરીએ ગયાં તો એ કંઇ નવીન છે ? આ કતરાં-બિલાડાં બધાને ડિલિવરી છે ને ? પોસ્ટવાળા ય ડિલિવરી કરે છે, એમાં નવાઈ જેવું છે