________________
આપ્તવાણી-૨
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૨
ગયા. પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જયાં હોય ત્યાં એને પહોંચે.
આ કડવી ભેટ-સોગાદો આવે ત્યારે કહે કે, “અલ્યા, તું શું કરવા મને આમ કરે છે !” તો એનાથી કર્મ ના ખપે. નવો વેપાર શરૂ થાય. જેને સ્વરૂપનું ભાન છે એટલે કે જેને આ દુકાન કાઢી નાખવાની છે તે ઉકેલ લાવી નાખે. જેને સ્વરૂપનું ભાન નથી એને તો વેપાર ચાલુ જ છે, દુકાન ચાલુ
છે.
સામો કડવું આપે ત્યારે એ ક્યા ખાવાનું છે એ ના જાણીએ ત્યાં સુધી એ ના ગમે. પણ ખબર પડે કે “ઓહો ! આ તે આ ખાતાનું છે !” એટલે એ ગમે. ‘દાદા’ને રકમ જ ખલાસ થઇ ગઇ છે, એટલે કડવું કોણ આપે ? આ તો એ રકમ જયાં સુધી સિલકમાં હોય ત્યાં સુધી જ આપવા આવે !
કડવું પીવે તે તીલકંઠ ! પ્રશ્નકર્તા : દાદા, કોઇ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે ?
દાદાશ્રી : જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડયો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઇને વાગે નહીં. પણ ચંદુભાઈ જાય તો કાંટો આડો હોય તો ય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે ! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઇ. જેટલું કડવું સહન કરશો એટલાં કડવાં તમારા ઓછાં થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તો ય કડવું કેમ નથી ગમતું ? પેલાને કહીએ કે કડવું ફરી આપને ? તો ય એ ના આપે. આ તો કોઇના હાથમાં સત્તા જ નથી. બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગમ્યું નથી. મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. “જ્ઞાન” જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. આ તો બધું રીલેટિવ રીલેશન છે. કડવું મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા'ડો એવું સુંદર આપી દે છે ! આ બધાં ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે !
અમારે પણ કડવા પ્યાલા આવેલા ને ! અમે પીધા ને પૂરા પણ થઇ ગયા ! જે કોઇએ કડવું આપેલું તે અમે ઉપરથી આશીર્વાદ આપીને પી લીધું ! તેથી જ તો અમે મહાદેવજી થયા છીએ !!!
પ્રશ્નકર્તા : આ કર્મ ખપાવવાં એને જ કહે છે ? દાદાશ્રી : એ જ કે કડવી ભેટો આવે ત્યારે સ્વીકારી લેવી. પણ
અહીં સત્સંગ નિરંતર આનંદ આપનાર છે ! અને બહાર કયાં ય આનંદ છે જ નહીં. તેથી અમુકમાં આનંદ માનીને આનંદ લે છે. ‘જાણેલા’માંથી નહીં પણ “માનેલા'માંથી આનંદ લે છે. સંસારનાં સુખો તો રોંગ બીલિફથી છે. આ જો જ્ઞાન થાતને તો ય કંઇક ચાલત, પણ આ તો રોંગ બીલિફથી આગળ ખસતો જ નથી ! વિવરણપુર્વક એ સુખોને જુએને તો ય એ કલ્પિત સુખ સમજાય, પણ આ તો રોંગ બીલિફ જાય નહીં ત્યાં સુધી એમાં સુખ લાગે.
સવળા સંજોગો મળે તો સુખ મળે અને અવળા સંજોગો મળે તો દુ:ખ નોતરે. કોઈ માણસ હોય તેને જુગારનો અને દારૂડિયા જોડે દારૂ પીવાનો કુસંગ મળે તો તે સંયોગ તેને દુઃખી કરે ને સત્સંગમાં બેસે તો સુખ મળ્યા કરે. આ તો માણસ કયા સંગમાં છે એ પરથી એને કેવું સુખ હશે તે સમજાય.
દુ:ખ તે કોને કહેવાય ? દુઃખ પોતાને છે જ નહીં ને દુઃખ પડે છે બીજાને, પણ સમજાતું નથી તેથી પોતે પોતાના ઉપર દુ:ખ લઈ લે છે. જો ત્રણ દહાડા ખાવા ના મળે, પીવા ના મળે તે દુઃખ કહેવાય ! ખાવા પીવાનું બધું જ સારી રીતે મળે છતાં આ દુષમ મન બધાં દુઃખોને ભેળાં કરે અને દુ:ખનો સ્ટોક