________________
આપ્તવાણી-૨
૧૭૭
૧૭૮
આપ્તવાણી-૨
હોવો જોઇએ. અને જો તમારાં દુઃખો ‘દાદા'ને સોંપી દો તો તો કામ જ નીકળી જાય. ‘અમે’ આખા જગતનાં દુઃખો લેવા આવ્યા છીએ, જેને સોંપવા હોય તે આ ‘દાદા'ને સોંપી જાય. આપણે દાદાને કહીએ કે ‘દાદા અમે તો પહેલેથી જ ગાંડા છીએ. માટે હવે તમે હાજર રહો.’ એટલે દાદા આવે જ.
માન વખતે જેમ આનંદ રહે છે તેમ અપમાન વખતે ય આનંદ હાજર રહેવો જ જોઇએ. અપમાન વખતે આનંદ શાથી હાજર નથી રહેતો ? ‘અપમાન વખતે આનંદ હાજર રહે જ.' એવું નહીં કહેવાથી એ હાજર નથી રહેતો; માટે આપણે “રહે જ’ એમ કહીએ એટલે રહે. પણ એ તો ‘ખ્યાલ નથી રહેતો” એવું કહે તો પછી એ ખ્યાલ શી રીતે હાજર રહે ? મહી આત્મામાં અનંત શક્તિઓ ભરી પડેલી છે. નક્કી કરે એવું થાય એમ છે.
આ સંસારમાં સુખ નથી એવો હિસાબ કાઢેલો કે તે ?
છે. પણ આ પંચધાતુનું પૂતળું બહુ વસમું છે ! એ કંઇ તૃતીયમ જ ખોળી કાઢે ! હોય પોતે શેઠ, પણ લોક કહેશે કે, ‘ભાઈ, વાત જ ના કરશો ને એમની તો !” કારણ શું ? કે, શેઠ કંઇ કામના જ નથી. એટલે કંઇ માર્ગ તો કાઢવો પડશે ને કે પોતે શી રીતે સુખી થાય?
સંસારમાં સુખ નથી એવું કયારે થાય ? જયારે દુઃખો આવે ત્યારે હિસાબ નીકળે. આ તો બધાં ખાતાં અનંત દુ:ખોવાળાં જ છે. પણ સુખ આવે ત્યારે મસ્તાન થઇ ને ફરે છે અને દુઃખ આવે ત્યારે સમજાય, ત્યારે લાગે કે આ સંસાર તો ખારો દવ જેવો છે. પણ પોતાની પાસેનું બધું સોનું દરિયામાં ફેંકી દે પછી કંઇ જડે ? પછી તો પોક મુકીને રડવું પડે. આ એક વખત સંસાર બગાડી નાંખ્યો તો શી રીતે ફરી સુધરે ? તે માટે તો એક વીતરાગ વાણી જ સુધારે, ને તે જ મોક્ષ આપી શકે એમ છે. આ દેહનું બંધન, વાણીનું બંધન, મનનું બંધન, બુદ્ધિનું બંધન, અહંકારનું બંધન તે શી રીતે પોષાય ? આ બધા બંધનો પોતાથી જુદાં જ છે. પણ આ તો તમે ભેગાં કર્યાં. ‘હું એ જ મન છું, અહંકાર એ હું જ છું.” તે પછી મૂઢાત્મદશા થઇ જાય. નહીં તો તેમાંથી છૂટો પડે તો પોતે પરમાત્મા જ છે. આ બધી વિનાશી ચીજોમાં સુખ માન્યું તેથી મૂઢાત્મા થઇ ગયો છે.
પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : જેને આ સંસારના ચોપડાઓનું સરવૈયું કાઢતાં આવડ્યું એને મોક્ષની તીવ્ર ઇચ્છા થાય. ચોપડા જોતાં ના આવડે તો ય મોક્ષની તીવ્ર ઇચ્છા તો હોય જ. આ સરવૈયું કાઢે ત્યારે જ સમજાય કે શામાં સુખ છે ? બાપ થવામાં સુખ છે ? ધણી થવામાં સુખ છે ?
સતસુખ કયારે જડે ? પ્રશ્નકર્તા : પોતે શુદ્ધ છે, એવું આ લોકો જાણતા હશે ?
દાદાશ્રી : શી રીતે જાણે ? પોતે શુદ્ધ છે એવું જાણે તો અપાર સુખ આવે. પણ આ નહીં જાણતા હોવાથી આ બધાં દુ:ખો છે. અણસમજનાં દુઃખો છે. કંઈ શોધખોળ તો કરવી જોઇએ ને કે સુખ શામાં છે ? આ તો ગધેડાની પેઠે દોડધામ, દોડધામ કરે છે. તે પાછો પડી જાય, અથડાઇ જાય. આવું તે હોતું હશે ? આ મનુષ્યોને જીવન જીવવાની કળા નષ્ટ થઇ ગઇ છે. આ પિત્તળ, તાંબુ, લોઢું એ બધી ધાતુઓ એના ગુણધર્મમાં રહેલી
આ દુઃખ તો નામે નથી, પણ માની બેસે છે તેનાં દુઃખો છે. આ ઉપર ગયા પછી કોઇના કાગળ-બાગળ આવેલા કે તમારી ઉપર ?
પ્રશ્નકર્તા : ના, એ તો કયાંથી આવે ?
દાદાશ્રી : એવો આ સંસાર છે. ચોપડે ૫૦ રૂપિયા જમા હોય તો આ ભવે એ હિસાબ પૂરો કરવા ભેગા થાય. તે જૂના હિસાબો પૂરા થાય એટલે છૂટા પડી જાય, મરી જાય ને જો ફરી નવા હિસાબ માંડેલા ના હોય તો ફરી ભેગા ના થાય.
આ ૧૦૦ રૂપિયાનાં કપ-રકાબી છે તે જયાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થાય પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસો ય પ્યાલા-રકાબી જ છે ને ? આ તો દેખાય છે કે મરી