________________
આપ્તવાણી-૨
૧૬૫
૧૬૬
આપ્તવાણી-૨
કે આજે સામાનો અને આપણો વ્યવહાર છતો થયો અને ભગવાન પણ આ વ્યવહાર એકસેપ્ટ કરે છે. - કોઇ માણસે ગાળ ભાંડી તો એ શું છે ? એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો. સામો જે બધું કરે છે. જે જે કરતો હોય ગાળો ભાંડતો હોય એ બધો જ તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે. ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહાર એકસેટ કરવો. ત્યાં તે વચ્ચે ન્યાય ના ઘાલીશ. ન્યાય ઘાલીશ તો ગૂંચવાઇશ.
પ્રશ્નકર્તા : અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો ?
દાદાશ્રી : જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે. પણ આ તો આગલો પાછલો હિસાબ છે તેથી આપ્યા વગર રહેશે જ નહીં. ચોપડે જમા હોય તો જ આવે. કોઇ પણ જાતની ઇફેક્ટ આવી તે હિસાબ વગર ના થાય. ઇફેક્ટ એ કોઝીઝનું ફળ છે. ઇફેક્ટનો હિસાબ તે વ્યવહાર.
જ આવો છે તો ફરી એનો ન્યાય કરવા કયાં બેસું? એટલે વ્યવહારમાં ન્યાય કરવાનો ના હોય.
આ ઘરમાં છોકરા-છોકરીઓ સાથે જે વ્યવહાર છે તે જ કરવો. એમાં ન્યાય શો કરવાનો ? ધણી પજવે તો શું કરવું? ડાઇવોર્સ કરવા ? અલ્યા, આ તો આવો જ વ્યવહાર છે, એમાં ન્યાય શું કરવાનો રહે ?
દરેક જોડેનો આપણો વ્યવહાર હોય. તે આપણે સમજી લેવાનું કે આની જોડે સીધો વ્યવહાર લાવ્યા છીએ, આની જોડે આવો વાંકો વ્યવહાર લાવ્યા છીએ. છોકરી થઇ સામું બોલી એ જ તારો વ્યવહાર એમાં ન્યાય
ક્યાં જોઇશ ? અને બીજી છોકરી પોતે નથી થાક્યા તો ય આપણા પગ દબાવ દબાવ કરે, એ ય તારો વ્યવહાર છે. એમાં ય ન્યાય ના જોઇશ.
આ ન્યાય જોવા જાય છે એમાં જ ફસાય છે. વ્યવહાર તો ઉકેલાયા કરે છે, અને જેવો લાવ્યા હોય તેવો પાછો મળે. જયારે ન્યાય તો શું છે કે સામો આવો હોવો જોઇએ, તેવો હોવો જોઈએ એવું દેખાડે. ન્યાય કોને માટે છે ? જેને ‘મારી ભૂલ છે' એમ સમજાય છે, તેને તે ભૂલ ભાંગવા જાય છે. ને જેને “મારી ભૂલ જ થતી નથી” એમ છે એને સમજવા માટે વ્યવહાર છે. ન્યાય એ તો કોમન લૉ છે. જેને મોક્ષે જવું હોય તેણે ન્યાયને જોઇ જોઇને કામ આગળ ચલાવવું, અને જેને મોક્ષની પડી નથી અને સંસારમાં જ રહેવું છે એને અને કોમન લૉ ને કંઇ લેવાદેવા નથી. ન્યાય તો થર્મોમીટર છે. આપણે જે કર્યું એ જોઇ લેવાનું કે આપણે કર્યું એ ન્યાયમાં છે કે ન્યાયની બહાર. ન્યાયમાં હશે તો ઊર્ધ્વ ગતિમાં જઇશ અને ન્યાયની બહાર હશે તો અધોગતિમાં જઇશ.
પ્રશ્નકર્તા : આ કાળમાં વાણીની જ ભાંજગડ છે ને ?
દાદાશ્રી : સામો શું બોલ્યો, કઠણ બોલ્યો કે નરમ બોલ્યો તેના આપણે જ્ઞાતા-દ્રષ્ટા. આપણે શું બોલ્યા તેના ય “આપણે” જ્ઞાતા-દ્રષ્ટા. અને એમાં જો સામાને શુળ લાગે એવું બોલાયું હોય એ તો વ્યવહાર છે. વાણી કઠણ નીકળી એ એના વ્યવહારને આધીન નીકળી, પણ જો તમારે મોક્ષે જ જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઇ નાખો. કઠણ વાણી નીકળી અને સામાને દુ:ખ થયું એ ય વ્યવહાર છે. કઠણ વાણી કેમ નીકળી ? કારણ
વાણી-સામાના વ્યવહારધીત ! વ્યવહાર કોને કહેવાય છે? નવ હોય તેને નવથી ભાગવાનું, જો નવને બારથી ભાગીએ તો વ્યવહાર કેમ ચાલે ?
ન્યાય શું કહે છે? નવને બારે ભાગો. ત્યાં પાછો ગૂંચાઈ જાય છે. ન્યાયમાં તો શું બોલે કે, “એ આવું આવું બોલ્યા, તે તમારે આવું આવું બોલવું જોઇએ.’ પણ તમે એક વખત બોલો એટલે પેલા બે વખત બોલે. તમે બે વખત બોલો એટલે સામો દસ વખત બોલશે. આ બંને ભમરડા ફરશે એટલો વ્યવહાર છે. આ બંને બોલતા બંધ થયા તો વ્યવહાર પૂરો થયો, વ્યવહાર ભગાઇ ગયો. વ્યવહાર એટલે શેષ ના વધે છે. એમાં જો તમારે મોક્ષે જવું હોય તો તુરત જ પ્રતિક્રમણ કરો.
તમારે ના બોલવું હોય તો ય બોલાઇ જવાય છે ને ? એ સામાનો વ્યવહાર એવો છે તે આધારે જ નીકળે છે. કોઇ કોઇ જગ્યા તપાસી જોજો. કોઈ માણસ તમારું નુકસાન કરતો હોય તો ય તેને માટે તમારી વાણી અવળી ના નીકળે ને કોઇ કે તમારું જરા ય નુકસાન ના કર્યું હોય તો