________________
આપ્તવાણી-૨
૧૬૭
૧૬૮
આપ્તવાણી-૨
હોય તો અમે કશું બોલ્યા વગર પી લઇએ. ઘણી વખત તો નીચે ખબર ય ના પડે. ને ખબર પડે તો એ જયારે ચા પીએ ત્યારે ખબર પડે. અમારે રોજની બાબતમાં બોલવાનું ના હોય. બોલવાનું કયાં હોય કે કંઈ નવીન નાખવાનું હોય તો જ કહીએ ને ખાંડ તો રોજ નાખે જ છે. તે આજે જ ભૂલ્યા છે, તો એમાં બોલવાની જરૂર નથી. ખાંડ નાખવી એ તો વ્યવહાર છે. તે ખાંડ વગરની ચા આવે તો અમે સમજી જઇએ કે આજે આવો વ્યવહાર આવ્યો છે, તો ચા પી લઇએ.
ય તમારી અવળી વાણી નીકળે. એ શાથી ? તો કે એવું સામાના વ્યવહારને આધીન થાય છે.
જેવા વ્યવહારે વીંટાયું છે તેવા વ્યવહારે ઉકેલાય છે. આ તમે મને પૂછો કે, ‘તમે મને કેમ નથી વઢતા ?” તો હું કહું કે, ‘તમે એવો વ્યવહાર નથી લાવ્યા. જેટલો વધારે વ્યવહાર તમે લાવ્યા હતા, તેટલી તમને ટકોર મારી લીધી. તેથી વધારે વ્યવહાર નહોતા લાવ્યા.' અમારે ‘જ્ઞાની પુરુષ' ને કઠણ વાણી જ ના હોય, અને સામાને માટે કડક વાણી નીકળે તો તે અમને ના ગમે. ને છતાં નીકળી એટલે અમે તરત જ સમજી જઇએ કે, આની સાથે અમે આવો જ વ્યવહાર લાવ્યા છીએ. વાણી એ સામાના વ્યવહાર પ્રમાણે નીકળે છે. વીતરાગ પુરુષોની વાણી નિમિત્તને આધીન નીકળે છે. જેને કોઇ પણ પ્રકારની કામના નથી, કોઇ ઇચ્છા નથી, કોઇ પણ પ્રકારના રાગદ્વેષ નથી, એવા વીતરાગ પુરુષોની વાણી સામાને નિમિત્તે હોય છે. તે સામાને દુ:ખદાયી ના થાય. ‘જ્ઞાની પુરુષ'ને તો ગાળ ભાંડવાની નવરાશ જ ન હોય. છતાં, કોઈ મહાપુણ્યશાળી આવે તો તેને ગાળો ખાવાનો વખત આવે. સામાનો વ્યવહાર એવો તે રોગ કાઢવા માટે અમારે આવી વાણી બોલવી પડે, નહીં તો એવું અમારે કયાંથી હોય ? એક કલાકમાં જે મોક્ષ આપે છે એને વળી ગાળો આપવાની કયાંથી હોય? પણ એના રોગ કાઢવા આવી કઠણ વાણી નીકળી પડે ! કવિ શું કહે છે
વ્યવહારમાં ન્યાય' કયો ?! વ્યવહાર જ બધે મૂંઝવે છે ને ? વ્યવહારને અને ન્યાયને લાગતું વળગતું નથી. લોકો ન્યાય કરવા જાય છે, ન્યાયને બોલાવાનો જ ના હોય. જે વહુને સાસુ પજવતી હોય તે ય વ્યવહાર ને જે વહુને સાસુ જમાડ જમાડ કરતી હોય તે ય વ્યવહાર છે. આખો દા'ડો કેસર ઢોળે એ વ્યવહાર છે અને પજવે એ ય વ્યવહાર છે. જો વ્યવહાર ના હોય તો તો પુદ્ગલ આવે જ નહીં ને ! આ વ્યવહાર છે, એમાં ન્યાય-ળ્યાય જોવા જાય તો ઉકેલ જ ના આવે.
ભગવાન જોડે ૧૧ શિષ્યોનો વ્યવહાર હતો, એમાં કો'ક શિષ્યને કો'ક દા'ડો ખોટું લાગી જાય તો એ શિષ્ય આખી રાત ઊંઘે નહીં. એમાં ભગવાન શું કરે ? એમાં કયાં ય ન્યાય જોવાનો હોય ? જો વ્યવહારને વ્યવહાર સમજે તો ન્યાય સમજી ગયો ! પાડોશી અવળું કેમ બોલી ગયા? કારણ કે આપણો વ્યવહાર એવો હતો તેથી. ને આપણાથી વાણી અવળી નીકળે તો એ સામાના વ્યવહારને આધીન છે. પણ આપણે તો મોક્ષે જવું છે. માટે તેનું પ્રતિક્રમણ કરી લેવું.
પ્રશ્નકર્તા : પણ તીર નીકળી ગયું તેનું શું ? દાદાશ્રી : એ વ્યવહારધીન છે. પ્રશ્નકર્તા : એવી પરંપરા રહે તો વેર વધે ને ?
મૂઆ જેને કહે એ તો અજર અમર તપે; ગાળ્યું જેણે ખાધી એનાં પૂરવનાં પાપોને વીંધે.’ - નવનીત
કોઇ કહેશે, “આ ભાઇને દાદા કેમ કઠણ શબ્દ કહે છે ?’ એમાં દાદા શું કરે ? એ વ્યવહાર જ એવો લાવ્યો છે. કેટલાક તો સાવ નાલાયક હોય છતાં દાદા ઊંચે સાદે બોલ્યા ના હોય, ત્યારથી ના સમજાય કે એ પોતાનો વ્યવહાર કેવો સુંદર લાવ્યો છે ! જે કઠણ વ્યવહાર લાવ્યા હોય તે અમારી પાસે કઠણ વાણી દેખે.
અમારે ઘેર ઉપર ચા આવે, તે કો'ક વખતે ચામાં ખાંડ જ ના નાખી