________________
આપ્તવાણી-૨
૧૬૩
એના ઘરાક પણ હોય ને? કુદરતનું સંચાલન કેવું છે કે જેની કલમો હોય તેને પેલા ભાઈને ભેગો કરી આપે. જેણે દુઃખ ભોગવ્યું એની ભૂલ. ‘ભોગવે તેની ભૂલ.' અંધારાની ભૂલો અજવાળામાં પકડાય છે. જેનું ગજવું કપાયું ત્યારે ખુલ્લી થઇ !
જે ચોર નથી એનું ગજવું કોણ કાપનાર છે? જેનામાં હિંસાનું એક પણ પરમાણુ નથી એને મારનાર કોણ ?! સાપ બાજુમાં જ હોય તો ય તે તેને મારી ના શકે. એક ચારિત્ર્યવાન પુરુષ હોય અને સાપ ભરેલી રૂમમાંથી એ જાય તો સાપ ઉપરાછાપરી થઇ જાય અને માર્ગ આપે ને સાપ પણે હોય તો તે સાપ બળીને ભસ્મીભૂત થાય. આવો શીલનો પ્રતાપ છે ! અને આજે તો મચ્છરદાની બાંધી હોય તો ય મચ્છર કરડી જાય !
ભગવાન શીલ કોને કહ્યું ? કોઈ પણ જીવને મનથી, વાણીથી, કાયાથી, કષાયથી, અંત:કરણથી કયારે ય પણ દુઃખ ન આપવાનો જેને ભાવ છે એ શીલવાન છે ! એને જગતમાં કોઈ દુ:ખ કેમ આપી શકે
જગત, વ્યવહાર-સ્વરૂપ
આ જગત “ન્યાય’–સ્વરૂપ નથી, ‘વ્યવહાર'-સ્વરૂપ છે. ભગવાને કહ્યું છે કે, ન્યાય જોશો નહીં, નહીં તો બુદ્ધિ વિભ્રમ થઇ જશે. વ્યવહાર જોજો પણ ન્યાય જોશો નહીં. એટલે વ્યવહારમાં ન્યાય કરવા જેવો નથી. વ્યવહાર જેવો છે તેવો છે, એટલું સમજી લેવાનું છે.
વ્યવહાર વ્યવહાર-સ્વરૂપ છે, તે તમને સમજાવું. તમારે ત્યાં લગ્ન હોય અને તમારા સગા ભાઇની જોડે તમે વ્યવહાર ના કર્યો હોય, જમવાનું પીરસણ ન મોકલ્યું હોય તો તમારા ભાઇને ત્યાં લગ્ન આવે તો એને ત્યાંથી જમવાનું આવશે એવી આશા તમે રાખો ? ના રાખો, કારણ કે એ ભાઇની જોડે એવો જ વ્યવહાર હતો અને જો એક ભાઇને ત્યાંથી લગ્ન પ્રસંગે સોળ લાડુ આવ્યા હોય અને બીજા ભાઇને ત્યાંથી ત્રણ લાડુ આવ્યા હોય તો તમારા લક્ષમાં શું હોવું જોઇએ કે, “ભલે, આજે મારા લક્ષમાં નથી, પણ મેં ત્રણ જ લાડુ મોકલ્યા હશે. મારો વ્યવહાર જ આવો હશે, ત્રણ લાડુ હશે તેથી સામેથી ત્રણ આવ્યા.’ વ્યવહારમાં ન્યાય જોવાનો ના હોય, વ્યવહાર વ્યવહાર-સ્વરૂપ જ છે.
આ પંખો ફુલ સ્પીડમાં ચાલતો હતો. તેનું રેગ્યુલેટર બગડી ગયેલું, અમને ખબર નહીં તેથી કહ્યું કે, “પંખો જરા ધીમો કરો.” તો કહે કે, “પંખો ધીમો નથી થતો. એટલે અમે તરત જ સમજી ગયા કે, આનો વ્યવહાર