________________
આપ્તવાણી-૨
૧૬૧
૧૬૨
આપ્તવાણી-૨
ફેરો અહંકાર ભોગવે છે, તો તે અહંકારની ભૂલ છે. કોઇક વખતે મન ભોગવે છે તો તે મનની ભૂલ છે, ક્યારેક ચિત્ત ભોગવે છે તે વખતે ચિત્તની ભૂલ છે. આ તો પોતાની ભૂલમાંથી “પોતે છૂટો રહી શકે તેમ
બાબાને વઢાય નહીં. આ તો ભોગવ્યું આપણે માટે આપણી ભૂલ. આ બાબાને શું કહેવું પડે ? એને કહેવું પડે કે, “જો તું આવું તોફાન કરતો હતો તેથી મારી આંગળી આવી ગઇ. ફરી આવું તોફાન ના કરીશ.” આવું બાબાને સમજાવાય. પણ આ તો એને મારે. અલ્યા, નવી ગૂંચ શા માટે પાડે છે ?
આજના ધણી તો બૈરીને ચોંટી પડે છે. એને કહે કે, “આ દાળ તે વાયડી કરી.” અલ્યા, તું વાયડો ! ભૂલ તારી તે તારે ભાગે આ દાળ આવી
‘જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોક્ષે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાનીનો ! એનાથી કોઇને કોઇની સલાહ જ ના લેવી પડે, કે, કોની ભૂલ આમાં ? ‘ભોગવે એની ભૂલ.’
ન્યાય કરનારો ચેતન હોયને તો તો તે પક્ષાપક્ષી પણ કરે ! પણ જગતનો ન્યાય કરનારો નિચેતન-ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કોમ્યુટર જેવું છે. આ કોમ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કોમ્યુટરની ભૂલ પણ થાય, પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિક્ષેતન-ચેતન છે પાછો ‘વીતરાગ’ છે !
લોકો કહે છે કે આ દેહ છે ત્યાં સુધી ભોગવટો છે; પણ ના, ભૂલ હોય ત્યાં સુધી જ ભોગવટો છે. અમારે ભોગવવાનું આવતું નથી, તેથી અમારી ભૂલ નથી.
વાઇફે તમારી આંખમાં દવા નાખી ને તમારી આંખ દુઃખે તો તે તમારી ભૂલ. જે સહન કરે તેની ભૂલ, એમ ‘વીતરાગ’ કહે છે અને આ લોકો નિમિત્તને બચકાં ભરે છે !
‘ભોગવે તેની ભૂલ’ એ કાયદો મોક્ષે લઈ જશે. કોઈ પૂછે કે, મારે મારી ભૂલો કેવી રીતે ખોળવી ?” તો અમે એને શીખવાડીએ કે, ‘તને ક્યાં ક્યાં ભોગવટો આવે છે ? એ તારી ભૂલ. તારી શી ભૂલ થઇ હશે તે આવું ભોગવવાનું આવ્યું, એ ખોળી કાઢજે.’ આ તો આખો દહાડો ભોગવટો આવે છે તે ખોળી કાઢવું જોઇએ કે શી શી ભૂલ થઇ છે!
અમને સામાની ભૂલ કેવી રીતે સમજાય ? સામાનું હોમ અને ફોરેન જુદા દેખાય. સામાના ફોરેનમાં ભૂલો થાય, ફોરેનમાં ગુના થાય તો અમે કશું બોલીએ નહીં, પણ હોમમાં કશું થાય તો અમારે તેને ટકોર કરવી પડે. મોક્ષે જતાં કશી અડચણ ના પડવી જોઇએ.
એક ‘ભોગવે એની ભૂલ’ આટલું કહ્યું તો એક બાજુનું આખું પઝલ ઊડી ગયું અને બીજુ ‘વ્યવસ્થિત’ કહ્યું તો બીજી બાજુનું પઝલ પણ ઊડી જાય.
મહીંની પાર વગરની વસ્તી છે, તે કોણ ભોગવે તે ખબર પડે. કોઇ
જીવોની સંપૂર્ણ સ્વતંત્રતા ! કોઇ જીવ કોઈ જીવને હીચ કરી શકે જ નહી. જો એક જીવ બીજા જીવને હીચ આપી શકે તો “આ વર્લ્ડ ખોટું છે એમ કહી શકાય, આ વર્લ્ડ નો સિદ્ધાન્ત ખલાસ થઇ જાય છે, તૂટી જાય છે ! કોઇ જીવ બીજા જીવને સહેજ પણ હીચ આપી શકે એટલી સ્વતંત્ર શક્તિ ધરાવતો હોય તો આખા વર્લ્ડના બધા સિદ્ધાન્ત ફ્રેકચર થઇ જાય છે. કોઇ જીવ બીજા જીવને કશું કરી શકે જ નહીં એવું આ સ્વતંત્ર જગત છે ! આપણું જ ફળ આપણને આપે છે ! બાકી કોઈ ઉપરી નથી. ઉપરી હોત તો તો મોક્ષ કોઇનો ય ના થાત ! કોઇ માણસની તમારામાં આડખીલી નથી. તમારી જ ભૂલો તમારી ઉપરી છે.
કોઇ જીવ તને દુ:ખ દે છે, એ તો નિમિત્ત છે. તારું ગજવું કપાયું, તે શાથી ? તો કે' એ કાપનારાને ગજવું કાપવાનું વ્યુ પોઇન્ટ આવ્યું છે. એને ગજવું કાપવામાં જ સુખ લાગે કે, આના સિવાય બીજું નથી કરવું. ગજવું કાપનારાને ૩૬૦ ડિગ્રીના સર્કલમાં ગજવું કાપવાનો જ વેપાર કરવો એવું દ્રષ્ટિબિંદુ નક્કી થઇ ગયું હોય. એ એને જ વેપાર માને. ત્યારે