________________
બીજા જાણી જાય, બીજા આશ્વાસન આપે ને આપણે તે સ્વીકારીએ તો, એ તપમાંથી ‘કમીશન’ બીજા ખઈ જાય.
બાહ્ય સંયોગોની અસર અંતઃકરણમાં પ્રથમ બુદ્ધિને થાય છે. બુદ્ધિમાંથી પછી મનને તે પહોંચે છે. બુદ્ધિ જો વચ્ચે સ્વીકારનારી ના રહે એટલે પછી મન પણ પકડે નહીં. પણ બુદ્ધિ ઝીલે એટલે મન પકડે ને પછી મન કૂદાકૂદ કરી મૂકે.
બુદ્ધિની ડખોડખલ બંધ શી રીતે થાય ? બુદ્ધિના બખેડા સાંભળવાના બંધ કરી દઈએ, અપમાન કરીએ, એટલે બુદ્ધિ બંધ. ને બુદ્ધિને માન આપીએ, તેને ‘એક્સેપ્ટ’ કરીએ, તેની સલાહ માનીએ તો બુદ્ધિ ચાલુ, ફુલ ફોર્મમાં !
આપણાં મનને આમળો ચઢાવે, એ વાતને બંધ કરી દેવી. મન આમળે ચઢે એટલે પહેલું મહીં પોતાનું સુખ આવરાય. પછી અસુખ લાગે, પછી દુઃખ થાય, બળતરા થાય ને ગભરામણ થાય ને છેવટે ચિંતા થાય. પણ એ અંકુર ઉખેડી નાખીએ એટલે વૃક્ષ થતું અટકે !
પોતાને હિતાહિતનું ભાન ના રહ્યું, તેથી મનનો ગમે તેવો ઉપયોગ થયો ને મન આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું ! આમ મનની ચંચળતા વધી, તેમાં કોનો દોષ ? અજ્ઞાન છે ત્યાં સુધી મન ઉપર અહંકારનું નિયંત્રણ છે, તેનાથી મન ઉપર ‘કંટ્રોલ’ નથી. આત્મજ્ઞાન થયે ‘પોતાનું’ નિયંત્રણ આવે ને પુરુષાર્થ પ્રગટે ને મન વશ થાય.
‘જોવું અને જાણવું’, બન્ને પ્રત્યેક પળમાં સાથે હોય તો, ત્યાં પરમાનંદ સિવાય શું હોઈ શકે ? પોતે જાણે છે બધું ય કે મનમાં આવું થયું, તેવું થયું, વાણી આવી બોલાઈ, વર્તન આવું થઈ ગયું. પણ પદ્ધતિસરનું જોતા નથી કે કોને થયું ને આપણે કોણ ? ને તેનાથી પરમાનંદનો આસ્વાદ અટકે છે.
પોતાના બોલથી ‘કોનું કોનું, કેવી રીતે પ્રમાણ દુભાય છે’ એ જોવું, તેનું નામ જ વાણી ઉપર ઉપયોગ !
આપણી વાણી સામાને વાગે છે કેમ ? વાણી જે શબ્દરૂપ છે તે
10
નથી વાગતી, પણ તેની પાછળનો અહંકાર છે તેની ઝાળ લાગે છે ! ‘હું સાચો છું' એ જ અહંકારનું રક્ષણ. અહંકારનું રક્ષણ કરાય નહીં, અહંકાર પોતે જ રક્ષણ કરી લે એવો છે !
એક પણ શબ્દ મશ્કરી માટે ના વપરાય. એક પણ શબ્દ ખોટા સ્વાર્થ માટે કે પડાવી લેવા માટે ના વપરાય, શબ્દનો દુરુપયોગ ના કર્યો હોય, માનની ચટણી ખાવા શબ્દપ્રયોગો ના થયા હોય, ત્યારે વચનબળ ઉત્પન્ન થાય.
‘આણે મારું બગાડ્યું’ એવો ભાવ સહેજ જ થાય, તો તેની જોડે વાણીનો વ્યવહાર આખોય દુઃખ કરાવનારો ઊભો થઈ જાય. જેની વાણી સુધરી તેનો સંસાર સુધર્યો. આ દુનિયામાં કોઈ આપણું બગાડવાની શક્તિ જ ધરાવતું નથી.
દબડાવવાથી સામો ક્યારેય વશ ના થાય. એ તો ખુલ્લો અહંકાર છે. જગત નિર્અહંકારીને નમે છે !
આપણી વાત સહુ કોઈને ફીટ થાય એનું નામ સમજણ. અથડામણ થઈ ત્યાં અણસમજણની લીલ ફરી વળી સમજવું. અણસમજણ ઊભી થવાનું રૂટ કૉઝ અહંકાર છે ને અહંકાર ભૂતની પેઠે મહીં રાતદા’ડો હેરાન કર્યા કરે, બાહ્ય કોઈ નિમિત્ત ના હોય તોય ! એના કરતાં ‘હું કંઈ જ જાણતો નથી' એ ભાવ આવ્યો એટલે પત્યું.
સારું કરાવે છે તેય અહંકાર, ખોટું કરાવે છે તેય અહંકાર. સારું કરાવનારો અહંકાર એ કયારે ગાંડું કાઢી ખોટું કરાવડાવે, એની શી ગેરન્ટી
બુદ્ધિના અભાવવાળાને ‘આમ કરું કે ના કરું’ની દ્વિધામાં ‘ડિસિઝન’ લેવાય નહીં, એવાં સંજોગોમાં શું કરવું ? ‘કરવા’ તરફનું મહીંથી જોર વધારે છે કે ‘ના કરવા’ તરફનું જોર વધારે છે તે જોઈ લેવું. જો ‘ના કરવા’ તરફનું જોર વધારે છે, તો તેનાં પલ્લામાં બેસી જવું. પછી ‘કરવાનું’ હશે તો ‘વ્યવસ્થિત’ પાછું ફેરવશે.
ઉતાવળ કરવી એ સીંગલ ગુનો ને ઉતાવળ ના કરવી એ ડબલ
11