________________
આપ્તવાણી-૫
૧૫૭
૧૫૮
આપ્તવાણી-૫
આ તો ચટણી હાર બેસી રહ્યા છે. આખા થાળ માટે કંઈ આ લોક બેસી નથી રહ્યા.
પ્રશ્નકર્તા : સત્ય, અહિંસા, પ્રામાણિકતા આ બધા જે દિવ્ય ગુણો છે. એમાંથી એકાદ ગુણની ઉપાસના કરે તો એવું ખરું કે બાકીના ‘ઓટોમેટિક’ આવી જાય ?
દાદાશ્રી : એક પકડી લે એટલે બધા આવી જાય. એકને પકડી બેસી જાય એટલે બધું જ આવી જાય !
છૂટવાનો કામી પ્રશ્નકર્તા : શ્રદ્ધાથી માનવી જીવનમાં ટકી શકે છે ? તે કેવી રીતે ?
દાદાશ્રી : આપણે એક સ્ટીમરમાં બેઠા, પછી કોઈને મનમાં એવો વહેમ પડ્યો કે આ સ્ટીમર ડૂબે એવી છે, તો આપણે ઊતરી પડીએ અને શ્રદ્ધા બેસે તો ? તો પછી બેસી રહો કે ના બેસી રહો ? કેમ લાગે છે તમને ? શ્રદ્ધા ના બેસે તો તરત જ ઊઠી જાય.
પ્રશ્નકર્તા : ઘણી વાર અમે શ્રદ્ધા રાખીને કામ કરતા હોઈએ છીએ, પણ એમાં અમને મુશ્કેલી જ આવે છે.
દાદાશ્રી : એ શ્રદ્ધા નથી, એ વિશ્વાસ છે. વિશ્વાસમાં મુશ્કેલી આવે, શ્રદ્ધામાં ના આવે.
પ્રશ્નકર્તા : મારે એવું થયું છે.
દાદાશ્રી : શ્રદ્ધા ને વિશ્વાસ બે જુદી વસ્તુ છે. શ્રદ્ધા ‘બિલીફને આધીન છે. વિશ્વાસ આવે ત્યાં એનો વિશ્વાસઘાત પણ થઈ શકે !
આ જગત જ આખું ‘બિલીફ'ના આધારે ચાલી રહ્યું છે. પણ આ જગતમાં દુઃખ કેમ છે ? કારણ કે એને ‘રોંગ બિલીફો’ મળી છે અને જો ‘રાઈટ બિલીફ’ હોત તો આ જગતમાં દુઃખ હોત જ નહીં ! જીવ માત્ર બિલીફ, માન્યતા ઉપર જ છે. આમાં મનુષ્ય સિવાય ઇતર જીવો
તો આશ્રિત જ છે. દેવલોકો, જાનવર બધાં આશ્રિત જ છે. મનુષ્ય એકલો જ નિરાશ્રિત છે.
પ્રશ્નકર્તા : આ મનુષ્યો નિરાશ્રિત છે એ કેવી રીતે ? આ દેવલોકો આશ્રિત છે એ કેવી રીતે ?
દાદાશ્રી : મનુષ્યો એકલા જ નિરાશ્રિત છે. મનુષ્ય સિવાય બીજો કોઈ જીવ, દેવલોકો પણ, ‘હું કર્તા છું એવું ભાન ધરાવતો નથી અને
જ્યાં કર્તા થયો ત્યાં ભગવાનનું આશ્રિતપણે છૂટી જાય છે. ભગવાન શું કહે છે ? ‘ભાઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો !” પછી ભગવાનને ને તમારે શી લેવાદેવા ? તમે પાછા થાકો, કંટાળો એટલે મહાવીર ભગવાનની મૂર્તિ કે કૃષ્ણ ભગવાનની મૂર્તિ આગળ બેસીને માથાં ફોડો છો. પછી ત્યાં કોઈ બાપોય આશ્રિત તરીકે સ્વીકારે નહીં.
કર્તાપણાની ‘રોંગ બિલીફ” તૂટશે તો જ તમે આશ્રિત છો, સર્વસ્વ છો ! પણ ‘રોંગ બિલીફ” છૂટે નહીં ને ?
પ્રશ્નકર્તા : ‘દાદા’ છોડાવે ને ?
દાદાશ્રી : એ તો છૂટવું હોય તેને છોડાવે. જેને છૂટવું જ ના હોય તેને શી રીતે છોડાવે ? કારણ કે ભગવાનને ઘેરેય કાયદો છે. ભગવાનનો શો કાયદો છે ? જેને છૂટવું હોય તેને ભગવાન ક્યારેય બાંધતા નથી અને જેને બંધાવું હોય તેને ક્યારેય છોડતા નથી ! હવે જગતમાં લોકોને પૂછવા જઈએ કે તમારે બંધાવું છે કે છૂટવું છે ?
પ્રશ્નકર્તા : આપણને કઈ રીતે સમજાય કે બંધાવું છે કે છૂટવું
- દાદાશ્રી : બંધાવાનાં કારણોનું સેવન કરે છે કે છૂટવાનાં કારણોનું સેવન કરે છે તેના પરથી સમજાય. છૂટવાનાં કારણો સેવે તેને છૂટવાના સંયોગ મળે. ત્યાં એને ભગવાન “હેલ્પ” જ કર્યા કરે છે અને જે બંધાવાનાં કારણો સેવે છે તેને ભગવાન “હેલ્પ' કર્યા કરે છે. ભગવાનનું તો હેલ્પ' જ કરવાનું કામ ને !