________________
આપ્તવાણી-પ
૧૫૩
૧૫૪
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : આનો અર્થ એમ કે જેટલા શુદ્ધ ઉપયોગમાં વધારે રહો એટલી વધારે નિર્જરા થાય ?
દાદાશ્રી : શુદ્ધ ઉપયોગ જ કામ કરવાનું છે. તમારો ધર્મ શુદ્ધ ઉપયોગ છે. એ જેટલો ચૂકો એટલો તમને માર પડે અને અમે જે પાંચ આજ્ઞાઓ આપી છે તે શુદ્ધ ઉપયોગમાં રાખવાના હેતુ માટે જ છે. પાંચ આજ્ઞા પાળી એનું નામ જ શુદ્ધ ઉપયોગ. એમાંથી એક પાળીએ તોય એ શુદ્ધ ઉપયોગ જ છે. પાંચમાંથી એક તમારાથી ના પળાય ?
પ્રશ્નકર્તા : દાદા, આમાં એવું છે ને એક પાળો ને તોય પાંચે પળાય જાય છે.
દાદાશ્રી : તે તો ઊલટું સારું ને ? એક પાળી તો પાંચનો લાભ થાય. આ તો બહુ સહેલું ને સરળ છે. કશી મુશ્કેલી નથી, માથે કોઈ વઢનાર નથી. નહીં તો માથે પેલા ગુરુ મહારાજ હોય તે તો તેલ કાઢી નાખે ! સવારથી ઊઠ્યા ત્યારથી આપણને ઝાપટ ઝોપટ કર્યા કરે !
કર્મનું આયોજન-ક્રિયા કે ધ્યાન ? પ્રશ્નકર્તા : હાલમાં જે ભોગવાય છે એમાં આપે કહ્યું કે આયોજન છે. એમાં ક્રિયમાણ પણ હોય ને સંચિત પણ હોય તો એ કર્મ ને કારણનું આયોજન કેવી રીતે સમજવું ?
દાદાશ્રી : એ આયોજન આપણી ક્રિયા ઉપર આધારિત નથી હોતું. આપણા ધ્યાન ઉપર આધાર રહે છે. તમે ચંદુભાઈના દબાણથી પાંચ હજાર રૂપિયા ધર્માદામાં આપો તે તમે આપો ખરા, પણ તમારું ધ્યાન વાસ્તવિક નહોતું.
પ્રશ્નકર્તા : બહુ ઇચ્છા નહોતી.
દાદાશ્રી : ના, ઇચ્છા નહીં એમ નહીં. ઇચ્છાની જરૂર જ નથી. ઇચ્છામાં કર્મ બંધાતાં નથી. ધ્યાન ઉપર આધાર છે. ઇચ્છા તો હોય કે ના પણ હોય. પૈસા આપતી વખતે મનમાં એમ હોય કે આ ચંદુભાઈ
ના હોત તો હું આપત જ નહીં. એટલે ઊલટું તમે દાન આપીને જનાવરમાં જશો - આ રૌદ્રધ્યાન બાંધ્યું તેથી.
પ્રશ્નકર્તા : ધ્યાન શેના પર આધારિત છે ?
દાદAી : ધ્યાન તો તમારા ડેવલપમેન્ટ ઉપર આધાર રાખે છે. તમને જે જ્ઞાનનું ‘ડેવલપમેન્ટ’ થયેલું છે, તેના પર આધાર રાખે છે.
તમે ખરાબ કરશો પણ અંદર ધ્યાન ઊંચું હોય તો તમને પુણ્ય બંધાશે. શિકારી હરણું મારે, પણ મહીં ખૂબ પસ્તાવો કરે કે “આ મારે ભાગે ક્યાં આવ્યું ? આ બૈરાં-છોકરાં માટે મારે આ નાછૂટકે કરવું પડે છે !” તો તે ધ્યાન ઊંચું ગયું કહેવાય. ‘નેચર' (કુદરત) ક્રિયા નથી જોતી. તે વખતનું તમારું ધ્યાન જુએ છે. ઇચ્છા પણ નથી જોતી.
કોઈ માણસે તમને લૂંટી લીધા તે વખતે તમારા મનના ભાવો બધા રૌદ્ર થઈ જાય. અંધારામાં આવા ભાવો થાય ને શુદ્ધ પ્રકાશ હોય ત્યાં કેવા ભાવ થાય ? ‘વ્યવસ્થિત' કહીને ભાવાભાવ થયા વગર આગળ ચાલવા માંડે !
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રશ્નકર્તા : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - આ જીવનનાં ચાર પદો જરા સમજાવો.
દાદાશ્રી : અર્થ એટલે આપણા લોકો સાંસારિક સ્વાર્થ કહે છે તે. ત્યાંથી માંડીને ઠેઠ પરમાર્થ સુધીનો અર્થ એ અર્થ છે. ઠેઠ પરમાત્મા સુધી અર્થ રહે છે.
પરમાર્થનો અર્થ શો ? આત્મા સંબંધી જ જ્યાં સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ જ નથી, આત્મા સિવાય સંસાર સંબંધી કોઈ સ્વાર્થ જ નથી એ પરમાર્થ કહેવાય. અને આત્મા સંબંધી સ્વાર્થી તો ‘જ્ઞાની પુરુષ’ હોય.
અર્થ પછી જે સ્વાર્થમાં લઈ જાય છે તે વખતે તે સકામમાં પરિણામ પામે છે અને જ્યારે અર્થ પરમાર્થમાં જાય છે ત્યારે નિષ્કામમાં પરિણામ