________________
આપ્તવાણી-૫
અને ‘બાય રિયલ વ્યુપોઈન્ટ'થી તમે શુદ્ધાત્મા છો.
ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ ઓલ.’ જો પરમાત્માએ ‘પઝલ’ કર્યું હોત તો તેમને અહીં બોલાવવા પડત ને દંડ દેવો પડત કે તમે આ લોકોને શા માટે ગૂંચવ્યા? માટે ભગવાને આ જગત ગૂંચવ્યું નથી.
૧૧
‘હું આત્મા છું, હું આત્મા છું' એમ શબ્દ બોલ્યું કશું વળે નહીં, એ તો ભગવાનની કૃપા ઉતારવી પડે, ત્યાર પછી જ તમે મોક્ષગામી થાઓ. હવે અહીં મોક્ષગામી એટલે શું ? આ ભવમાં સીધો મોક્ષ નથી. પણ અહીં આગળ અજ્ઞાનમુક્તિ થાય છે.
બે પ્રકારની મુક્તિ પહેલી અજ્ઞાનમુક્તિ એટલે આત્મા આત્મસ્વભાવમાં આવી ગયો તે ! બીજું છે તે સંપૂર્ણ દેહમુક્તિ, સિદ્ધગતિ મળે તે ! અહીંથી એકાવતારી થઈ શકાય છે ! અજ્ઞાનમુક્તિ થાય એનાથી ફાયદો શું થાય ? સંસારી દુઃખોનો અભાવ રહ્યા કરે !
મનુષ્યો શું ખોળે છે ?
પ્રશ્નકર્તા દુઃખનો અભાવ.
દાદાશ્રી : આત્મા સ્વભાવે સુખિયો જ છે ને પછી દુઃખનો અભાવ થયો, પછી રહ્યું શું ?
પ્રશ્નકર્તા : આત્મા જાણવાની કંઈ ચાવીઓ તો હશેને ?
દાદાશ્રી : ચાવીઓ-બાવીઓ કશુંયે ના હોય ! જ્ઞાની પાસે જઈને કહી દેવાનું કે ‘સાહેબ ! હું અક્કલ વગરનો સાવ મૂરખ છું ! અનંત અવતારથી ભટક્યો, પણ આત્માનો એક અંશ, વાળ જેટલો આત્મા મેં જાણ્યો નથી ! માટે આપ કંઈક કૃપા કરો અને મારું આટલું કામ કાઢી આપો !' બસ આટલું જ કરવાનું છે. ‘જ્ઞાની પુરુષ’ તો મોક્ષનું દાન આપવા જ આવ્યા છે.
અને પછી લોકો પાછા બૂમો પાડે કે વ્યવહારનું શું થાય ? આત્મા જાણ્યા પછી જે બાકી રહ્યો તે બધો વ્યવહાર. અને વ્યવહારનુંય ‘જ્ઞાની
આપ્તવાણી-૫
પુરુષ' પાછું જ્ઞાન આપે. પાંચ આજ્ઞા આપે, કે ‘આ પાંચ આજ્ઞા મારી પાળજે. જા, તારો વ્યવહારેય શુદ્ધ અને નિશ્ચયેય શુદ્ધ. જોખમદારી બધી અમારી. મોક્ષ અહીંથી વર્તવો જોઈએ. અહીંથી જ ના વર્તે તે સાચો મોક્ષ નથી. મને ભેગા થયા પછી જો અહીંથી મોક્ષ ના વર્તે તો એ જ્ઞાની સાચા નથી અને મોક્ષય સાચો નથી. મોક્ષ અહીં જ, આ પાંચમા આરામાં વર્તાવો જોઈએ, અહીં જ આ કોટ-ટોપી સાથે ! ત્યાં તો વર્ષાનું શું ઠેકાણું ?
પ્રશ્નકર્તા : શું આત્માના જુદા જુદા પ્રકાર હોય ? દાદાશ્રી : ના, આત્મા એક જ પ્રકારનો હોય.
પ્રશ્નકર્તા : તો આત્માને રાગ-દ્વેષ લાગે ?
દાદાશ્રી : ના. આત્માને રાગ-દ્વેષ લાગે નહીં. આ તો વિભાવ ઉત્પન્ન થાય છે. જે પોતાનામાં ગુણ નથી, તે વિભાવ કહેવાય. આત્મા પોતે સ્વભાવે કરીને વીતરાગ જ છે. એનામાં રાગ-દ્વેષનો ગુણ જ નથી. આ તો ભ્રાંતિથી એવું લાગે છે.
૧૨
પ્રશ્નકર્તા : આ જે જન્મ-મરણની ઘટમાળ ચાલે છે, તે આત્મા પર અસર થવાથી ‘કોઝિઝ’ થાય છે એ ખરું ?
દાદાશ્રી : ના, ના. આત્મા ઉપર અસર થતી જ નથી. આત્માનો સ્વભાવ બદલાતો જ નથી. એને ખાલી ‘રોંગ બિલીફ' જ બેસે છે. પ્રશ્નકર્તા : રોંગ બિલીફ' કેવી રીતે બેસી ગઈ ?
દાદાશ્રી : પોતાના સ્વરૂપનું ભાન ના રહ્યું એટલે આ લોકોએ બીજું ભાન બેસાડ્યું ને એ જ્ઞાન ફીટ થઈ ગયું. એટલે લોકો કહે એ પ્રમાણે એને શ્રદ્ધા બેસી ગઈ કે ખરેખર ‘હું ચંદુભાઈ છું' અને આ
બધા લોકોય ‘એક્સેપ્ટ' કરે છે. એમ કરતાં કરતાં ‘બિલીફ’ કોઈ રીતે ‘ફ્રેકચર’ થતી નથી. આત્મામાં કશો ફેરફાર થતો નથી. આત્મા તો સો ટચનું સોનું જ રહે છે. સોનામાં તાંબાનો ભેળસેળ થાય, તેથી કંઈ સોનું બગડી જતું નથી !