________________
આપ્તવાણી-૫
પડેલી છે તે જાય. અત્યારે તો તમને ‘હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, આ છોકરાનો ફાધર થાઉં, આનો મામો થાઉં, સીંગનો વેપારી છું', આવી કેટલી બધી ‘રોંગ બિલીફો’ તમને બેઠી હશે ?
પ્રશ્નકર્તા : અસંખ્યાત.
દાદાશ્રી : હવે આટલી બધી ‘રોંગ બિલીફો' ક્યારે જાય ? આત્મા પોતાના ગુણધર્મમાં આવે તો આ બધીય ‘રોંગ બિલીફો’ જાય. ‘રોંગ બિલીફો’ ઊડે ને ‘રાઈટ બિલીફ’ બેસી જાય. ‘રાઈટ બિલીફ’ ને સમ્યક્દર્શન કહે છે. ‘જ્ઞાની પુરુષ’ આત્માને પોતાના ધર્મમાં લાવી દે એટલે બીજું બધું તો પોતપોતાના ધર્મમાં છે જ.
જ્યારે તમને તમારા આત્મધર્મમાં આવવાની ઇચ્છા થાય ત્યારે અહીં આવજો. ‘અમે’ તેને ધર્મમાં લાવી દઈશું. આત્મા પોતાના ધર્મમાં આવે. એટલે બીજું બધું છૂટે. ચાર વેદ શું કહે છે ? ધીસ ઈઝ નોટ ધેટ, ધીસ ઈઝ નોટ ધેટ !' તું જે આત્મા ખોળે છે તે વેદમાં નથી. ‘ગો ટુ જ્ઞાની.’ આત્મા પુસ્તકમાં ઊતરે એવો નથી, કારણ કે આત્મા નિઃશબ્દ છે, અવર્ણનીય છે, અવ્યક્તવ્ય છે. એ શાસ્ત્રમાં શી રીતે ઊતરે ?
શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે જ્ઞાન જ્ઞાની પાસે છે અને તે સિવાય આપણો છૂટકારો કોઈ કાળે થાય નહીં. એટલે ‘જ્ઞાની’ની જ એમાં જરૂર. ચોવીસ તીર્થંકરો કહેતા આવ્યા છે કે આત્મજ્ઞાન માટે નિમિત્તની જરૂર છે. ‘જ્ઞાની’ કર્તા હોય નહીં. હું જો કર્તા હોઉં, તો મને કર્મ બંધાય અને તમે નિમિત્ત માનો તો તમને પૂરેપૂરો લાભ ના થાય. મારે ‘હું નિમિત્ત છું’ એમ માનવાનું ને તમારે ‘જ્ઞાનીથી થયું' એમ વિનય રાખવાનો ! સૌ સૌની ભાષા જુદી હોય ને ?
પરમ વિનયથી મોક્ષ છે.
આત્મા પ્રાપ્ત થઈ ગયો, પોતાના સ્વભાવમાં આવી ગયો, જાગૃત થઈ ગયો, પોતાના ધર્મમાં આવી ગયો, પછી શું બાકી રહે ? બીજું બધું તો ધર્મમાં છે જ. આત્મા એકલો જ ધર્મમાં નહોતો.
આપ્તવાણી-૫
પ્રશ્નકર્તા : જ્ઞાન મળ્યા પછી દાદા, આ શરત દરેકને કબૂલ થઈ જાય છે ?
૧૦
દાદાશ્રી : જ્ઞાન મળ્યા પછી તો એની મેળે કબૂલ થાય જ ને ? જ્ઞાન મળતાં પહેલાં એકેયને કબૂલ ના થાય. પછી શાથી કબૂલ થાય છે તે તમને સમજાવું. આ જલેબી ખવડાવ્યા પછી ચા પીવડાવે તો તેમાં શું ફેર પડે ?
પ્રશ્નકર્તા : ચાનો સ્વાદ મોળો લાગે.
દાદાશ્રી : તે આ હું તમને આત્મા પોતાના સ્વભાવમાં, એટલે કે તેને પોતાના ગુણધર્મમાં લાવી આપું છું. એટલે આ બીજા બધા વિષયો
મોળા લાગવાથી આસક્તિ ઊડી જાય છે. હવે પહેલેથી જો તમને આસક્તિ ઊડાડવાની કહે તો ?
પ્રશ્નકર્તા : તો અહીં કોઈ આવે જ નહીં.
દાદાશ્રી : એટલે પહેલું આત્માને આત્મધર્મમાં લાવવો જોઈએ. અક્રમમાં પહેલું આ છે. જ્યારે ક્રમિકમાં પહેલી આસક્તિ કાઢવાની છે. પ્રશ્નકર્તા : એટલે અધર્મ કાઢવો જોઈએ ?
દાદાશ્રી : અધર્મ શબ્દની આપણને જરૂર નથી. અધર્મ શું છે ? ધર્મની સામેનો શબ્દ છે. ખોટું કરવું એનું નામ અધર્મ અને સારું કરવું એનું નામ ધર્મ. પણ બેઉ કર્તાભાવમાં છે અને આ આત્માનો તો સ્વાભાવિક ધર્મ છે, સહજ ધર્મ છે. હવે આત્મા પોતાના ધર્મમાં આવે તો પછી આ પૈણેલી સ્ત્રી હોય, તેનું શું થાય ? તેને કંઈ કાઢી મૂકાય ?
પ્રશ્નકર્તા : ના, પણ એના પરની આસક્તિ ઓછી કરવી પડે. દાદાશ્રી : તેના માટે પાછું કર્તા થવું પડે.
પ્રશ્નકર્તા : તો એ સમજાવો.
દાદાશ્રી : આત્મધર્મમાં આવ્યા બાદ “બાય રિલેટિવ વ્યુપોઈન્ટ', તમે ચંદુભાઈ છો, આ બાઈના ધણી છો, આ છોકરાના ફાધર છો.’