________________
આપ્તવાણી-૫
૧૩૩
૧૩૪
આપ્તવાણી-૫
કરવામાં શું અડચણ કરે ? આપણી આડાઈઓ.
પ્રશ્નકર્તા : તે આડાઈઓ ના કાઢવી જોઈએ ?
દાદાશ્રી : ના, એ જલદી પેલા લાભ ના થવા દે. અમે આડાઈઓ દેખીએ ત્યાં કરુણા રાખીએ. એમ કરુણા રાખતાં રાખતાં આડાઈઓ ધીમે ધીમે ખસેડાય. ત્યાં માથાકૂટ વધારે કરવી પડે.
શાસ્ત્રનું વાચન પ્રશ્નકર્તા : સર્શાસ્ત્રોના વાચનથી પાપોનો ક્ષય ના થઈ શકે ?
દાદાશ્રી : ના, એનાથી પુણ્ય બંધાય ખરું. પાપોનો ક્ષય ના થાય. બીજું નવું પુણ્ય બંધાય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. સશાસ્ત્રનો અભ્યાસ કરે, તેમાંથી સ્વાધ્યાય થાય. એટલે ચિત્તની એકાગ્રતા, મનની એકાગ્રતા બહુ સુંદર થાય.
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ'ના સત્સંગની સાથે સશાસ્ત્રનું વાંચન અને મનન કરવું જોઈએ ને ?
દાદાશ્રી : એ બરોબર છે, પણ જો જ્ઞાનીના સત્સંગથી ફૂલ માર્ક્સ આવી જાય, પછી વાંચનની જરૂર ના રહીને ? આ બધાને ફૂલ માર્કસ આવી ગયા પછી વાંચે તો બોધરેશન વધે ઊલટું. હવે આટલી સુંદર જાગૃતિ થયા પછી નકામો ટાઈમ જાય.
પ્રશ્નકર્તા : નિમિત્ત રીતે વાંચે તો ?
દાદાશ્રી : નિમિત્ત રીતે ખરું, પણ એ સંજોગાધીન છે. એટલે આપણા કાબૂમાં નથી.
પ્રશ્નકર્તા : સંજોગો ઉપર કાબૂ નથી. એવું કહેવું એ આપણા મનની નબળાઈ ના કહેવાય ?
દાદાશ્રી : ના, આ વર્લ્ડમાં એવો કોઈ માણસ નથી કે જેનો સંજોગો પર કાબૂ હોય !
દ્રવ્ય ત પલટે, ભાવ ફરે તો.. દ્રવ્ય ન પલટે, ભાવ ફરે તો છૂટી શકે છે ભવનો ફજેતો.”
- નવનીત દ્રવ્ય એટલે કર્મ ફળ આપવા તૈયાર થયું હોય તે. દ્રવ્ય પલટે નહીં તેનો દાખલો આપું. એક માણસને ચોરીની ટેવ પડેલી હોય, તે પોતે કહે કે મારે છોડવી છે તોય ના છૂટે એવું બને કે નહીં ? એનો કાળ આવે ત્યારે જ પલટે. હવે કવિ શું કહેવા માંગે છે કે તું રોજ મનમાં ભાવ કર કે ચોરી કરવા જેવી નથી. તો ચોરીના બીજ એક દહાડો ખલાસ થશે ને નહીં તો પાછો ચોરી કરવાના ભાવ કરીશ તો ફરી ચોરી કરવાનાં બીજ પડશે. એટલે ચોરીમાંથી ચોરી જ થાય.
આ વાક્ય બહુ ઊંડા ગૂઢાર્થવાળું છે.
હવે જેણે સ્વરૂપનું જ્ઞાન લીધું હોય તેણે શું કરવાનું ? “જોયા’ જ કરવાનું. ‘જોયા’ કરે એટલે નવું બીજ પડતું નથી. વળી કોઈને દુઃખ થાય એવી ચોરી કરી હોય તો આપણે વધારાનું શું કહીએ છીએ કે, ‘ચંદુભાઈ, આ અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરી લો.”
જગત આખું ચોરી કરે એટલે ફરી ચોરીનાં બીજ પડે. લાંચ લેતો હોય ને મનમાં ખેંચ્યા કરતું હોય કે આ ન જ થવું જોઈએ. પણ જો કોઈ કહે કે, “આ લાંચ શું કરવા લો છો ?” ત્યારે એ કહે કે, “તારામાં અક્કલ નથી. બેસ ! આ બે છોડીઓ શી રીતે પૈણાવીશું ?” એટલે પોતે આ રોંગ(ખોટા)ને “એન્કરેજ' કર્યું. એટલે આવતો ભવ સજ્જડ થયો.
એટલે આ સંસારના માણસો તો જો ચોરી કરતા હોય, લુચ્ચાઈ કરતા હોય, લાંચ લેતા હોય તો એણે મનમાં ભાવ એવા કરવા જોઈએ કે આ ખોટું કામ થઈ રહ્યું છે. આ ન જ કરવું જોઈએ એવું ગા ગા કર્યા કરવું જોઈએ. દ્રવ્ય હવે હાથમાં નથી રહ્યું. પાણીનો બરફ થઈ ગયો. હવે શી રીતે એનો રેલો જાય ? ઢગલો જ પડે.