________________
આપ્તવાણી-પ
૫૧
આપ્તવાણી-૫
તમને ફાવે ખરું ? તમે ત્યાંથી ભાગી જાવ ને ? એવું દેવલોકોનેય ત્યાં નથી ફાવતું.
સિદ્ધાત્મા તે સિદ્ધપુરુષો પ્રશ્નકર્તા : સિદ્ધપુરુષો હોય એમનું અમુક સર્કલ હોય તે પૃથ્વી પર હોય કે નજીકના ગ્રહમાં હોય તો એ પૃથ્વી પરના લોકોને માર્ગદર્શન આપે એવું ખરું કે ?
દાદાશ્રી : સિદ્ધો માર્ગદર્શન આપે નહીં. માર્ગદર્શન આપનારા સંસારી. એને સંસારી સિદ્ધ કહેવાય-લૌકિક ભાષામાં.
પ્રશ્નકર્તા : એમને કંઈ કરવાનું નહીં ?
દાદાશ્રી : સિદ્ધ તો સંપૂર્ણ ભગવાન થઈ ગયેલા હોય છે. તે અહીં હોય નહીં. અહીં દેહધારીરૂપે કોઈ સિદ્ધ હોય નહીં. આ જે સિદ્ધની વાત છે તે તો લૌકિક વાત છે.
પ્રશ્નકર્તા : સિદ્ધનું પણ જગત ખરું ને ? દાદાશ્રી : એમનું સિદ્ધક્ષેત્ર છે. એ અહીં કોઈ દહાડોય હોય નહીં. પ્રશ્નકર્તા : એ સિદ્ધો દેહધારી ના હોય ?
દાદાશ્રી : એ દેહધારી ના હોય. એ તો પરમાત્મા કહેવાય અને આ સિદ્ધો તો માણસો કહેવાય. તમે તેમને ગાળ ભાંડો તો એ ફરી વળે, નહીં તો તમને શાપ આપે.
પ્રશ્નકર્તા : સિદ્ધની જે વાત છે એ તો પ્રકાશ અથવા તેજ સ્વરૂપે છે ને ?
દાદાશ્રી : હા. તેજ સ્વરૂપે હોય. એમને એક જ શબ્દ, કેવળ હોય. એમનું સ્વરૂપ તો કેવળ દર્શન, કેવળ જ્ઞાન, અનંત સુખ ને પરમ
જ્યોતિ સ્વરૂપ હોય, સ્વ-પર પ્રકાશક હોય. તે પોતાને પ્રકાશ કરે ને આખા બ્રહ્માંડને પ્રકાશે.
શુદ્ધાત્માનું દર્શન પ્રશ્નકર્તા : શુદ્ધાત્માને કેવી રીતે જોઈ શકાય ?
દાદાશ્રી : એવું છેને કે શુદ્ધાત્મા જોવો એનો અર્થ શું છે ? આ સોનાની દાબડી છે, એની મહીં મૂકેલો હીરો એક ફેરો ખોલીને હું બતાડી દઉં. પછી દાબડી વાસી દઉં, તેથી કરીને કંઈ હીરો જતો રહ્યો નથી. આપણા લક્ષમાં રહે કે એમાં હીરો જ છે. કારણ આપણે તેને જોયો હતો. વળી આપણી બુદ્ધિએ તે દહાડે ‘એક્સેપ્ટ’ કરેલું છે. અમે જ્ઞાન આપીએ તે ઘડીએ તમારા મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધાંએ ‘એક્સેપ્ટ’ કરેલું છે. ત્યારપછી શંકા ઊભી થતી જ નથી.
પ્રશ્નકર્તા : તમે રસ્તો બતાવ્યો, પણ એ રસ્તે અમે ના ચાલીએ તો શું થાય ?
દાદાશ્રી : ના ચાલે એવું બને, પણ જવાની પોતાની ઇચ્છા જોઈએ. પોતાને નથી જવું તો એ ઊંધે રસ્તે જાય, પણ પોતાને જવું જ છે ને બીજાં કર્મો અંતરાય કરતાં હોય તેનો વાંધો નથી. પોતાને જવું છે એવું નક્કી હોય તો ‘જ્ઞાની પુરુષ’ના આશીર્વાદ વર્યા કરે. કર્મો લાખ આવશે તો ય “જ્ઞાની પુરુષ'ની કપાથી તે ઊખડી જશે, પણ જેને પોતાને જ વાંકું કરવું હોય તેનો ઉપાય નથી.
પ્રશ્નકર્તા: ‘શુદ્ધાત્મા'નું લક્ષ ના જાય તો એ ‘સમભાવે નિકાલ’ કર્યો કહેવાય ?
દાદાશ્રી : બીજી વસ્તુમાં ‘ઇન્ટરેસ્ટ’ હોય તો શુદ્ધાત્માનું લક્ષ ચૂકી જવાય. આપણને જે વસ્તુમાં રસ હોય તો તે વસ્તુ બાક્યા વગર તો રહે જ નહીં ને ! કઢી ઢળી ગઈ હોય તોય બૂમાબૂમ કરી મૂકે. કારણ એને એમાં ‘ઇન્ટરેસ્ટ છે. છેવટે આ રસ જ કાઢી નાખવાના છે, વસ્તુ કાઢવાની નથી. વસ્તુ કાઢવાથી જાય નહીં. જગત આખું વસ્તુ કાઢવાની માથાકૂટ કરે છે. અલ્યા, વસ્તુ ના જાય, એ તો લમણે લખેલી છે. વસ્તુ પ્રત્યેનો રસ કાઢવાનો છે.