________________
૨૩૨
આપ્તવાણી-૬
[૨૮] જોવું” અને “જાણવું છે જ્યાં,
પરમાનંદ પ્રગટે છે ત્યાં ! પ્રશ્નકર્તા : શુદ્ધાત્માનું લક્ષ નિરંતર રહે છે, છતાં ઘણી વખત મન ‘ડીપ્રેસ’ થઈ જાય છે, તેનું શું કારણ ?
દાદાશ્રી : આપણું જ્ઞાન તો શું કહે છે કે “ચંદુભાઈ’ને શું થાય છે તે જોયા કરો. બીજો કોઈ ઉપાય જ નહીં ને ? વધારે કચરો ભરી લાવ્યો છે, તેવી આપણને ખબર પડી જાય ને ?
પ્રશ્નકર્તા : તે વખતે શેય-જ્ઞાતાનો સંબંધ રહેતો નથી. અને “આ મન-વચન-કાયાથી હું જુદો જ છું’ એવું તે વખતે નથી રહેતું.
દાદાશ્રી : એ શેય-જ્ઞાતાનો સંબંધ ના રહે, તો તને ખબર જ ના પડે કે આ ચંદુભાઈનું જતું રહ્યું છે ! આ ખબર કોને પડે છે ? માટે આ તો તદન જુદું રહે છે તને ! મિનિટે મિનિટની ખબર પડે.
પ્રશ્નકર્તા : પણ ખબર પડ્યા પછી એ બંધ થઈ જવું જોઈએ ને ? અને પાછું આત્મા તરફ વળી જવું જોઈએ ને ?
દાદાશ્રી : એ વળ્યું વળે એમ નથી. તમે શું વાળો એવા છો ? પ્રશ્નકર્તા : એટલે દાદા, આ રીતે ‘મશીનરી’ અવળે રસ્તે ચાલ્યા
જ કરે ને આપણે એને જોયા જ કરવાનું ફક્ત ?
દાદાશ્રી : ત્યારે બીજું શું કરવાનું ? અવળો રસ્તો ને સવળો રસ્તો બેઉ રસ્તા જ છે, એને જોયા કરવાનું.
પ્રશ્નકર્તા : પણ અવળે રસ્તે આખો ભવ નકામો જાય ને ?
દાદાશ્રી : પણ તેમાં આમ કકળાટ કરો તો શું થાય ? એને ‘જોયા કરવું એ જ પુરુષાર્થ છે. પુરુષાર્થની સમજણ નહીં પડવાથી તમે ગૂંચાઈ જાવ છો. આ તો ખાલી ‘સફોકેશન’ જ છે.
પ્રશ્નકર્તા : છેવટે પછી કંટાળો આવે છે કે આ બધું શું થાય છે ?
દાદાશ્રી : કંટાળો આવે તો ચંદુભાઈને આવે. ‘આપણને’ ઓછો આવે છે ? અને આપણે ચંદુભાઈને ઠપકો આપવો એની પાસે સાંજે પ્રતિક્રમણ કરાવડાવવું.
આત્માનો સ્વભાવ એવો છે કે આટલુંય જાણ્યા વગર રહે નહીં. શું શું થયું તે બધું જ એ જાણે ! આ બહારના બીજા કોઈ કેમ ફરીયાદ કરવા નથી આવતા કે મને આજે આવું થાય છે, તેવું થાય છે ?
પ્રશ્નકર્તા : એમને સમાધિ રહેતી હશે ?
દાદાશ્રી : આત્મા પ્રગટ છે જ નહીં ત્યાં પછી સમાધિ શી રીતે થાય ? અહંકાર જ કામ કર્યા કરતો હોય ત્યાં આત્મા પ્રગટ જ નથી. તમારે તો આત્મા પ્રગટ થઈ ગયો છે ! તેથી આ બધી ખબર પડે છે. નહીં તો બીજો કોઈ કેમ આવું બોલતો નથી ?
પ્રશ્નકર્તા : પછી પોતાનો પરમાનંદ, પોતાનું અનંત સુખ, એ ના જવું જોઈએ ને ?
દાદાશ્રી : પણ આ અંતરાયો આવે એટલે સુખ ઊડી જાય. પ્રશ્નકર્તા કયા અંતરાયો, દાદા ? દાદાશ્રી : આ ધંધા પર તું જાય, ત્યાં ચંદુભાઈ શું શું કરે છે, તેને