________________
૨ ૧૨
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૨૧૩
સમજાવીને પેલો દુકાનમાં પાછળ રહીને પેસી જાય અને જરા પા-શેર નાખી આવે, ત્યારે જ છોડે !
આ અટકણની તમને સમજણ પડીને ? તે અટકણ આપણને મૂર્શિત કરી નાખે. એટલે જ્ઞાન-દર્શન બધું જ તેટલો ટાઈમ, પાંચ-દસ મિનિટ સુધી બધું મૂર્શિત કરી નાખે !
જોખમી, નિકાચિત કર્મ કે અટકણ ? પ્રશ્નકર્તા : નિકાચિત કર્મ કહે છે, એ જ અટકણ ને ?
દાદાશ્રી : અટકણ તો નિકાચિત કર્મથીય બહુ ભારે. નિકાચિત કર્મ તો નીચેનો શબ્દ છે. નિકાચિત કર્મ એટલે તો એ કર્મ ભોગવ્યે જ છૂટકો થાય. અટકણ તો ભોગવ્યે જ છૂટકો થાય એટલું જ નહીં, પણ બીજો ભોગવવાનો લોચો નાખી આપે. નિકાચિત કર્મ તો જ્ઞાન હોય તોય ભોગવ્યે જ છૂટકો થાય. આપણી ઇચ્છા ના હોય કંઈ ભોગવવાની, તોય ભોગવવું જ પડે. એટલે આ નિકાચિત કર્મનો વાંધો નહીં. નિકાચિત કર્મ તો એક જાતનો દંડ છે આપણને. તે આટલો દંડ થઈ જવાનો એ થઈ જવાનો. પણ આ અટકણનો બહુ વાંધો છે.
પ્રશ્નકર્તા : વેદાંતમાં ક્રિયમાણ કહે છે તે જ ને ?
દાદાશ્રી : ક્રિયમાણ નહીં, કેટલાંક કર્મ એવો છે કે વિચારવાથી કર્મ છૂટી જાય, ધ્યાનથી કર્મ છૂટી જાય અને કેટલાંક કર્મ એવો છે કે ના ભોગવવું હોય, ના ઇચ્છા હોય તોય ભોગવ્યે જ છૂટકો થાય ! એને નિકાચિત કર્મ કહેવાય. એને ચીકણાં કર્મ કહેવાય. અને આ અટકણ તો એવી છે કે તે બીજું તોફાન ઊભું કરી નાખે ! એટલે આ અટકણનો બહુ જોઈ જોઈને રસ્તો લાવવો જોઈએ. તેથી આ છોકરાઓ નાની ઊંમરમાં પુરુષાર્થમાં મંડી પડ્યા છે કે કેમ કરીને આ અટકણ તૂટે ?
અટકણને છેદતાર-પરાક્રમ ભાવ !!
દાદાશ્રી : એ પરાક્રમ હોય તો જ અટકણની પાછળ પડાય. અટકણ પાછળ પડે છે એ જ પરાક્રમ કહેવાય છે. પરાક્રમ સિવાય અટકણ તૂટે એવું નથી. એ ‘પરાક્રમી પુરુષ’નું કામ છે. આ તમને ‘જ્ઞાન' આપ્યું છે, તો પરાક્રમ થઈ શકે !
| નિકાચિત તો ભોગવે જ છૂટકો થાય. તેમાં કશું ચાલે તેમ નથી. પણ એમાં બીજું તોફાન ઊભું થાય નહીં, કારણ કે એમાં પોતાની ઇચ્છા જેવું રહેતું નથી. કેરી મળી તો ખઈ લે, ના મળી તો કાંઈ નહીં. કેરી ભોગવ્યે જ છૂટકો થાય, ખાવી જ પડે ! ભોગવવું નથી છતાં ભોગવવું પડે, કારણ કે એ પુદ્ગલ સ્પર્શના છે, એમાં કોઈનું કશું ચાલે નહીં. પણ અટકણમાં તો મહીં અંદર છૂપી છૂપી પણ ઇચ્છા રહેલી છે ! માટે આ કાળમાં આ ‘જ્ઞાની પુરુષ'ની હાજરીમાં રહીને, પોતાની જે અટકણ હોય, તેને જડમૂળથી ઉખેડીને ઊંચી મૂકી દેવી. અને એને ઊંચું મૂકી શકાય એમ છે. આ ‘જ્ઞાની પુરુષ'ની હાજરીથી બધા જ રોગ મટી જાય ! તમામ રોગોને મટાડે એ “જ્ઞાની પુરુષ'ની હાજરી ! તમને અટકણ પ્રિય છે કે ?
પ્રશ્નકર્તા : ના, અટકણ ખબર પડ્યા પછી તો કણાની જેમ એ ખૂંચે. પછી કંઈથી એ પ્રિય હોય ?
દાદાશ્રી : હા, ખૂંચે ! એને “માયાશલ્ય’ કહે છે !
પ્રશ્નકર્તા : એક બાજુ અટકણ ચાલતી હોય ને એનો ખ્યાલ આવે. બીજી બાજુ એક મનને ગમે છે ને એક મનને નથી ગમતું, એવું બધું સાથે થાય છે.
દાદાશ્રી : હા, પણ એ અટકણ એટલે અટકણ. એને ઉખાડીને બાજુ પર મૂકી દેવ. ફરી બીજરૂપે ઊગે નહીં, એવી રીતે એનું ધોરી મૂળિયું કાઢી નાખવું પડે અને પરાક્રમથી એ થઈ શકે તેમ છે !
પ્રશ્નકર્તા : આ અટકણ જ્યારે આવે છે, ત્યારે ‘દાદા' પણ હાજર હોય છે ? આપણે કહીએ કે દાદા, જુઓ આ બધું આવે છે, તો ?
પ્રશ્નકર્તા : અટકણને તોડવા એની પાછળ પડે તો જબરજસ્ત પરાક્રમ ઊભું થઈ જાય ને ?
દાદાશ્રી : અટકણ તો મૂર્શિત કરી નાખે. એ વખતે ‘દાદા’ લક્ષમાં