________________
૧૯૦
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૧૯૧
ને ? આ સ્ટીમરમાં કાણું પડ્યું છે; એવું જાણે તો કોઈ એમાં બેસે ?
પ્રશ્નકર્તા પણ જ્ઞાન પછી જે સહજપણું રહેવું જોઈએ અને સામાને એડજસ્ટ થવાનું હોય, તે ના થાય તો શું કરવાનું ?
દાદાશ્રી : એવું બને તો એવું ‘જોવું' ! “આપણે” “ચંદુભાઈ” કરે છે, એ ફક્ત જોવું. એવું આપણું જ્ઞાન કહે છે.
પ્રશ્નકર્તા: આપણે સામાને ‘એડજસ્ટ' ના થઈએ, એ આપણી આડાઈ કહેવાય ?
દાદાશ્રી : ના, એવું કશું નથી. સામાનો હિસાબ હોય એ પ્રમાણે બધું થાય.
પ્રશ્નકર્તા : પણ સામા માણસને દુ:ખ તો થાય ને કે આ મારું માન નથી જાળવતા.
દાદાશ્રી : તો તેનું આપણે ‘ચંદુભાઈ” પાસે પ્રતિક્રમણ કરાવડાવવું, એમાં બીજો કશો વાંધો નથી.
આ શાકમાં કેટલી જાતો છે ? પ્રશ્નકર્તા : ઘણી બધી.
દાદાશ્રી : એવું આ બધું શાકની જેમ જાતજાતનું છે. પ્રતિક્રમણ એકલો જ એનો ઉપાય છે.
પ્રશ્નકર્તા તો એવા પ્રસંગોમાં આપણે આપણું છોડી દેવું કે આપણું પકડી રાખવું ?
દાદાશ્રી : શું બને છે એ “જોવું.
પ્રશ્નકર્તા : ઘણીવાર તો આપણી પકડ બે-બે, ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલે છે. તે વખતે પ્રકૃતિ “એડજસ્ટ’ થતી નથી, તેનો અફસોસ રહ્યા કરે છે.
દાદાશ્રી : આપણી પ્રકૃતિ કોઈને બાધક થતી હોય તો પ્રતિક્રમણ કરાવવું. પ્રકૃતિ તો બહુ જાતજાતનું દેખાડે.
પ્રશ્નકર્તા : પણ એવે સમયે આપણે ધારો કે “એડજસ્ટ' ના થઈએ અને સામાને દુઃખ થયા કરતું હોય, તો પછી શું કરવું ? આપણે એડજસ્ટ” થઈ જવું ?
દાદાશ્રી : આપણે તો પ્રતિક્રમણ એકલું જ કરવાનું. “એડજસ્ટ' થવુંય નહીં ને એ થવાતુંય નથી. આપણે ‘એડજસ્ટ થવું હોય તોય થવાય નહીં, ટિકિટ ચોંટે જ નહીં. તું ચોંટાડ ચોંટાડ કરું તોય ઊખડી જાય ! માટે સામાને આપણાથી દુઃખ થાય કે સુખ થાય, આપણે પ્રતિક્રમણ કરી લેવું.
કોઈને દુઃખ થતું હોય, તેથી કરીને આપણે ‘એડજસ્ટ થવું એવું લખ્યું નથી. એમ ‘એડજસ્ટ’ થવાતુંય નથી. એવો ભાવ જ, અભિપ્રાય જ ના હોવો જોઈએ કે ‘એડજસ્ટ' થવું છે.
પ્રશ્નકર્તા : આ ના સમજાયું, ફરી સમજાવો !
દાદાશ્રી : “એડજસ્ટ’ થવાનો અભિપ્રાય જ ના હોવો જોઈએ. જ્યાં ‘એડજસ્ટ’ જ ના થવાય એવું હોય, ત્યાં આગળ ‘એડજસ્ટ’ થવાના અભિપ્રાયને શું કરવું છે ? એના કરતાં પ્રતિક્રમણ કરી લેવું, એ સારામાં સારું છે !! “એડજસ્ટ' થવાનો ભારેય સારો નહીં. એ બધો સંસાર છે. આ રૂપે કે તે રૂપે, બધો સંસાર જ છે. આમાં ધર્મ નથી કે આત્મા નથી.
પ્રશ્નકર્તા : ‘ફાઈલોનો સમભાવે નિકાલ’ ના થાય, તો સામા માણસને દુઃખ થાય.
દાદાશ્રી : એનો નિકાલ દસ દહાડા પછી થાય, આજ મોંઘવારીમાં ના થાય તો તે જ્યારે સસ્તું થશે તે ઘડીએ થશે. એના માટે આપણે ઉજાગરો કરવાની જરૂર નથી. આપણે ‘શુદ્ધાત્મા’, પહેલી પોતાની ફોડી લવી અને બીજાને દુઃખ થાય તેનું પ્રતિક્રમણ કરી લેવું. બીજી બધી ભાંજગડમાં ના પડાય. તું જેવું કરવાનું કહે છે એવું જો ‘જ્ઞાની પુરુષ' કરે તો, એનો ક્યારે પાર આવે ? આવાં કેટલાં લફરાં ?
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે સામા જોડે ‘એડજસ્ટમેન્ટ' રાખવાનો ભાવ પણ ના હોવો જોઈએ. એનો અર્થ એવો કે બીજાને “એડજસ્ટમેન્ટ'