________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
૧૮૭
કશું છે જ નહીં.
પ્રશ્નકર્તા : અવળું-સવળું જો ભગવાનની ભાષામાં ના હોય તો પછી માથાકૂટ કરવાની જ ક્યાં રહી ?
દાદાશ્રી : કશી જ માથાકૂટ કરવાની નથી. તેથી હું કહું છું કે ‘જુઓ’ અને કોઈને દુઃખ ના થાય. ને દુઃખ થાય તો તેનું પ્રતિક્રમણ કરજો, એમ ભગવાને કહેલું.
પ્રશ્નકર્તા : અવળું-સવળું ભગવાનની ભાષામાં ના રહ્યું, તો પછી પ્રતિક્રમણ કરવાનું રહ્યું જ ક્યાં ?
દાદાશ્રી : સામાને દુઃખ થાય છે તેથી. સામાને દુઃખ ના થવું જોઈએ, એ ભગવાનની ભાષા ખરી ને ?
પ્રશ્નકર્તા : પણ આપણો આશય સારો હોય છે, તોય દુઃખી થાય છે ?
દાદાશ્રી : આશય સારો હોય, ગમે તે હોય, પણ એને દુઃખ ના થવું જોઈએ. એટલે સામાને દુઃખ થયું ત્યાંથી જ ચોંટશે. એટલે સામાને દુ:ખ થયું ત્યાંથી જ ચોંટશે. એટલે સામાને દુઃખ ના થાય એવી રીતે કામ લેવું.
પ્રશ્નકર્તા : લોકોને સાચી વાત ગમતી જ નથી, પછી બોલવાનું જ ક્યાં રહ્યું ?
દાદાશ્રી : ના, સાચી વાત ના ગમે એવું હોતું જ નથી. એવું છે. ને કે સાચી વાત, સાચી વાત ક્યારે ગણાય છે ? એકલા સત્ય સામે જોવાનું નથી. એના બીજાં ત્રણ પાસાં હોવાં જોઈએ. એ પાછું હિતકર હોવું જોઈએ. સામો રાજી થવો જોઈએ. પછી તમારી વાત ઊંધી હોય કે છતી હોય પણ સામો રાજી થવો જોઈએ, પણ એમાં તમારી દાનત ખોરી ના હોવી જોઈએ અને સત્ય બોલતાં સામાને જો દુઃખ થતું હોય તો આપણને બોલતાં જ નથી આવડતું. સત્ય તો પ્રિય, હિતકર ને મીત હોવું જોઈએ. મીત એટલે સામાને એમ ન થવું જોઈએ કે ‘આ કાકા અમથા બોલ-બોલ કર્યા કરે છે !” સામાને ગમી તે જ વાણી સત્ય. જેણે આ
સત્યનાં પૂંછડાં પકડ્યાં, તેના બધા એ માર ખાધેલા.
પ્રશ્નકર્તા : મસ્કા મારવા એનું નામ સત્ય ? ખોટી હા પુરાવવી?
દાદાશ્રી : એનું નામ સત્ય ના કહેવાય. મસ્કો મારવા જેવી વસ્તુ જ નથી. આ તો પોતાની શોધખોળ છે, પોતાની ભૂલને લઈને બીજાને મસ્કો મારે છે આ. સામાને ફીટ થાય એવી આપણી વાણી બોલાવી જોઈએ.
પ્રશ્નકર્તા : “સામાને શું થશે', એનો વિચાર કરવા બેસે તો ક્યારે પાર આવે ?
દાદાશ્રી : એનો વિચાર આપણે નહીં કરવાનો. આપણે તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો. બસ એટલું જ કહેવું. આ “અક્રમ વિજ્ઞાન છે. તેથી પ્રતિક્રમણ મૂકવું પડ્યું છે. વાતને જ ખાલી સમજવાની છે. આ તો વિજ્ઞાન છે. એટલે વાત જ સમજી લે તો કશું અડે એવું નથી અને ચંદુભાઈને તમે જ્યારે પૂછો, તમે શુદ્ધાત્મા છો કે ચંદુભાઈ ? ત્યારે કહે ‘હું શુદ્ધાત્મા છું' બસ. પછી બીજું શું પૂછવાનું રહ્યું ? પછી એ આડું કરે તો એમને સુખ રોકાય એટલું જ.
જગતમાં આપણે બધાને ગમીશું તો કામ લાગશે. જગતને આપણે ગમ્યા નહીં, તો તે આપણી જ ભૂલ છે. એટલું સમજી લેવાની જરૂર છે. માટે ‘એડજસ્ટ એવરીવેર.” આ ભાંજગડનો તો પાર જ ના આવે ને ? હું જુદું કહું, આ જુદું કહે, તો લોકો તો સાંભળે જ નહીં ને ? લોક તો શું કહે છે કે અમને ફીટ થવું જોઈએ.
અમને ઘણા કહે કે “દાદા, તમને આ આવડતું હશે ને તેય આવડતું હશે.' ત્યારે હું કહ્યું કે, “અલ્યા ભઈ, મને તો કશું જ આવડતું નથી. તેથી તો આ હું આત્માનું શીખ્યો.'
આપણે વગર કામની લપ્પન-છપ્પન શું કરવા કરવાની ? લપ્પનછપ્પન કરીએ તો આવતાંય શાદી થાય ને જતાંય શાદી થાય. એટલે રીતસર બધું સારું, બહુ અતિશયમાં ઊતરવા જેવું નથી.
આપણે તો બધાને ફીટ થાય એવું રાખવું. મારે કોઈ જોડે મતભેદ