________________
આપ્તવાણી-૬
૧૬૬
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : આ બે વાક્યો કહેનાર કોણ ? દાદાશ્રી : એ તો જે મરણથી જુદો હોય તેનું જ હોય ને ? પ્રશ્નકર્તા : એ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય ?
દાદાશ્રી : ના, પ્રતિષ્ઠિત આત્મા તો મરણવાળો છે, આ બધું પ્રજ્ઞાનું કામ છે ! પ્રતિષ્ઠિત આત્મા મરવાનો છે, એ તો બોલે જ નહીં ને આવું ?
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જેને ઉત્પન્ન ના થઈ હોય, બધાને પ્રજ્ઞા તો ઉત્પન્ન થયેલી ના હોય. છતાંય આવું બોલે, તો કોણ બોલે ?
દાદાશ્રી : એ મરનારથી જુદો હોય છે. મરનાર પોતે એમ ના કહે કે હું મરી જાઉં ત્યાં આગળ બુદ્ધિનો અમુક ભાગ એવા ભાવવાળો હોય છે ! સ્થિતપ્રજ્ઞાની દશાનો કહીએ છીએ ને એ ભાગ પણ તે કો'કને જ આવો વિચાર આવે, બધાને તો આવે નહીં ને ?
ત્યારે બીજાને માટે કંઈ જુદા કાયદા છે ? કાયદો એનો એ જ છે. આ તો આનો મોહ છે. મરતી વખતે ઘરનાં માણસો કહેશે કે હવે કાકા તમે મંત્ર બોલો તોય એ ના બોલે. ઉપરથી કાકા શું કહે, “આ અક્કલ વગરનો છે ને ?” લ્યો, આ અક્કલનો કોથળો ! બજારમાં વેચવા જઈએ તો ચાર આનાય ના આપે કોઈ ! કાકાનો જીવ છોડી પૈણાવામાં રહ્યો હોય, તે મનમાં વિચાર કર્યા કરે કે આ રહી ગઈ છે.
નિષ્પક્ષપાતી થયા હોય, તેને મરણની કેમ ખબર ના પડે ? મરણનો એને ભય લાગે છે ! બહારગામ જવાનો, જાત્રામાં જવાનો એને ભય નથી લાગતો ! કારણ કે એના મનમાં હોય છે કે હું પાછો આવીશ, ‘અલ્યા, પાછો આવ્યો કે નાય આવ્યો ! આ તો શા ઠેકાણાં ?”
અમે તો સ્ટીમરના કાનમાં ફૂંક મારીએ કે “તારે જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી.' સ્ટીમર તો નફા માટે પાણીમાં મૂકી, તે પાણી છે તે એક દહાડો ય ખરી એવું આ દેહને કહીએ, ‘તારે છૂટવું હોય ત્યારે છૂટી જજે ! મારી ઇચ્છા નથી !' કારણ કે કાયદો એવો સરસ છે કે કોઈનેય છોડવાનો નથી. અહીંયાં કંઈ કોઈને દયા આવે એવું નથી. માટે અમથા વગર કામના દયા શું કરવા માંગો છો ? કે “હે ભગવાન બચાવજો !” ભગવાન તો શી રીતે બચાવે ? ભગવાન પોતે જ બચ્યા નહોતા ને ! અહીં જન્મ લીધો હતો, તે બધા ભગવાન બચ્યા નહોતાં ને ? એય કૃષ્ણ ભગવાન પગ ચઢાવીને આમ સૂતા હતા. તે પેલા પારધીએ જોયું ને એને એમ લાગ્યું કે આ હરણું-બરણું છે ને તીર માર્યું ! મરણ કોઈનેય છોડે નહીં, કારણ કે આપણું આ સ્વરૂપ નથી ! આપણા સ્વરૂપમાં કોઈ નામ ના લે ! જો ‘તમે' શુદ્ધાત્મા છો તો કોઈ નામ લેનાર નથી, તો ‘તમે’ પરમાત્મા જ છો ! પણ અહીં કોઈના સસરા થવું હોય તો મુશ્કેલી !!
પ્રશ્નકર્તા: દેહ જ્યારે છૂટવો હોય ત્યારે છૂટે, અમારી ઇચ્છા નથી. એ કહેવામાં શું આશય છે ?
દાદાશ્રી : એ તો દેહ પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન ના થાય એટલા માટે કહીએ છીએ કે અમારી ઇચ્છા નથી !
તમારું બગાડનાર કોણ ?
તમારે ઉતાવળ હોય ને ‘જલદી જલદી ખાવાનું મૂકો’ એમ કહો. તે દાળ કાઢવા જતાં આખી તપેલી ઢળી ગઈ, ત્યાં આગળ શી દશા થાય? તે ઘડીએ જરા જાગૃત રહેવાનું છે. કારણ કે જે આપણા માટે બનાવનાર છે, તેણે આપણને ખવડાવવા માટે બનાવી છે. તેમાં બનાવનારની ભૂલ નથી. છતાં આપણે શું કહીએ ? કે તે ઢોળી નાખી. અલ્યા, એ ના ઢોળી નાખે. એણે તો તારા હારુ બનાવી છે. ઢોળનાર બીજી શક્તિ છે, પણ એની મારફત થયું.
માટે તમારું કોઈ બગાડે એવું નથી. આ દુનિયામાં કોઈને બગાડવાની શક્તિ જ નથી. આ દુનિયામાં કોઈ એવો જભ્યો જ નથી કે કોઈ આપણું બગાડી શકે.
આ તો બધી કુદરતી શક્તિઓ કામ કરી રહી છે. ત્યારે આ લોકો મને કહે છે કે આ ચોર લોકો શું કરવા આવ્યા હશે ? આ બધા ગજવાં