________________
આપ્તવાણી-૬
૧૬૧
૧૬૨
આપ્તવાણી-૬
સાસુઓને પૂછે ત્યારે કહેશે, ‘મારી વહુ ખરાબ છે.” તેમ બધી વહુઓને પૂછે, ત્યારે કહેશે કે ‘મારી સાસુ ખરાબ છે !” અલ્યા, એવું કેમ કરીને બની શકે ? બધી વહુઓ, બધી સાસુઓ ખરાબ છે ?
આ જાનવરોય અમુક હદનાં દુઃખોને ‘રિસ્પોન્સ’ આપતાં નથી. અને મનુષ્યો રિસ્પોન્સ આપી દે છે. એટલી બધી ‘ફૂલિશનેસ’ છે !
આ લોકોનું દૃષ્ટિબિંદુ ૧૦૦ ટકા રોંગ છે. પ્રશ્નકર્તા : બધાય ૧૦૦ ટકા રોંગ હોય, તે કઈ રીતે કહેવાય ?
દાદાશ્રી : ઉઘાડી આંખે અંધા છે. ઉઘાડી આંખે અંધા એટલે પોતાના હિતાહિતનું ભાન નથી. હું શું બોલું તો હિત ને શું કરું તો હિત, હું શું જાણું તો હિત, એની ખબર જ નથી. જેમાં ને તેમાં નકલો કરવામાં શૂરા થઈ ગયા છે ! બધું બદલાઈ ગયું છે. આપણા હિન્દુસ્તાનના લોક તો કોઈની નકલ કરે જ નહીં. અસલમાં તો આપણા ઉપરથી જગત નકલો કરેલી. આ મોડર્ન જમાનો આવ્યો છે, તેનો મને વાંધો નથી. હું જાણું છું કે આ યુગ છે, તે આ યુગ આવી રીતે ચાલ્યા જ કરવાનો છે. હું યુગથી છૂટો રહું નહીં. પણ આ હિત કર્યું કે અહિત કર્યું તે હું જાણું. આ લોકોએ સંપૂર્ણ અહિત કર્યું છે.
મને ગમે તેટલો તાવ આવે પણ ઘરનાંએ ક્યારેય કોઈએ જાણ્યું નથી. એમાં શું જણાવવાનું ? આ લોક તાવવાળા નથી ? આમને શું જણાવવાનું ? આ તો પાછા ભૂલી જશે બિચારાં ! ‘હું તો અનંત શક્તિવાળો છું.” મારે વળી આ લોકોને શું જણાવવાનું?
આ લોકો તો ‘તાવ છે, તાવ છે' કરીને પાછા પેલું થર્મોમીટર લાવીને મૂકે ! ૧૦૦૧, ૧૦૧, ૧૦૨° એમ ગણ્યા કરે ! અલ્યા, આ તો તાવ જાણવાનું સાધન છે. સાધ્ય વસ્તુ નથી !
મને દુઃખ છે એમ કહો છો ? દુઃખ તો હતું “રીલેટિવ'માં, એ ‘રીયલ'માં હતું નહીં. એ આરોપિત હતું. જ્યાં તમે નથી ત્યાં દુઃખ માનવામાં આવેલું છે ‘રોંગ બિલીફ'થી ! ૨૫ ટકા હતું, તેને તમે બોલ્યા
કે ‘મને આ દુઃખ થયું છે” એવું બોલ્યા કે એ ૧૦૦ ટકા થઈ ગયું !
પ્રશ્નકર્તા : હું શરીરની જોડે ભેગો થઈ ગયો. એટલે મને ૨૫ ટકા ને બદલે ૧૦૦ ટકા દુઃખ લાગી જાય છે.
દાદાશ્રી : જગત આખું ‘હું જ ચંદુલાલ છું' એવું જ જાણે છે. આ તો આવો જુદો વ્યવહાર, હવે તમે શીખ્યા !
પ્રશ્નકર્તા : પણ હવે ‘ચંદુલાલને દુ:ખ છે' કહીએ તો દુઃખ ૨૫ ટકાનું ૨૫ ટકા જ રહે ને ?
દાદાશ્રી : હા, પછી વધે નહીં. નહીં તો ૧૦૦ ટકા થઈ જાય. આ તો લોકોને ભાન જ નથી. તે દુ:ખોને ઊલટાં વધારી નાખે છે. પોતાનાં દુ:ખોનું વર્ણન કરીને દુઃખોને ઊલટાં વધારી નાખે છે !
લોકો ચિંતા કર્યા કરે છે ને ? આ ચિંતા કરવાનીય હદ હોય. બધાં કંઈ ‘જ્ઞાની' હોતાં નથી કે જેમને ચિંતા ના જ થાય. એટલે એનો કંઈ નિયમ હોય કે ના હોય ? ક્યાં સુધી ચિંતા કરવી ? ચિંતા એટલે ચિંતવન કર્યા કરવું કે હવે શું કરીશું ?
આ તો ભગવાન વગોવાય, કુદરત વગોવાય ! પછી ન્યાય જેવું રહ્યું જ ક્યાં ?
અઢી વર્ષનો બાબો, નાનો બાબો મરી ગયો હોય તોય રડે ને બાવીસ વર્ષનો પૈણાવેલો મરી ગયો હોય તોય રડે, ને પાંસઠ વર્ષનો થેંડો મરી જાય તોય રડે ! ત્યારે તને આમાં સમજણ શી પડી ? ક્યાં રડવાનું ને ક્યાં નહીં રડવાનું, એ સમજતો જ નથી !
પ્રશ્નકર્તા: આ રીતે બુદ્ધિનો ઉપયોગ તો કોઈ દહાડો થયો જ નથી.
દાદાશ્રી : એ નહીં થાય ત્યાં સુધી જગતમાં સુખ કેમ પડે ? મનુષ્યોને, જનાવરોને સુખ જ છે. મનુષ્યોને કંઈ દુઃખ હોતું હશે ? ફક્ત આમને ભોગવતાં નથી આવડતું એટલું જ છે.
આ વાત બધા માનસશાસ્ત્રીઓને આપવાની છે. આનાથીય