________________
આપ્તવાણી-૬
૫
મહીં કોચકોચ કરે, ચેતવ ચેતવ કરે ! અને મોક્ષે નહીં લઈ જવા દેવા માટે અજ્ઞા છે. અજ્ઞા મોક્ષે ક્યારેય જવા ના દે. અજ્ઞા એ બુદ્ધિનું પ્રદર્શન છે. બુદ્ધિ તો સંસારમાં નફો-તોટો જ દેખાડે, દ્વંદ્વ જ દેખાડે.
પ્રશ્નકર્તા : દ્વંદ્વની અંદરની ફસામણ અને ઘર્ષણ, એ તો જિન્દગીનો સતત ભાગ છે. જ્યાં ને ત્યાં હં આવીને ઊભું જ રહે.
દાદાશ્રી : આ દ્વંદ્રમાં જ જગત ફસાયેલું છે ને ! અને ‘જ્ઞાની’ દ્વંદ્વાતીત હોય. એ નફાને નફો જાણે અને ખોટને ખોટ જાણે. પણ ખોટ ખોટરૂપે અસર ના કરે ને નફો નફારૂપે અસર ના કરે. નફો-ખોટ શેમાંથી નીકળે ? ‘મારા’માંથી ગયાં કે બહારથી ગયાં ? એ બધું પોતે જાણે. બુદ્ધિતી સમાપ્તિ
પ્રશ્નકર્તા : બુદ્ધિ હજી ડખોડખલ કરે છે, તો શું કરવું ?
દાદાશ્રી : બુદ્ધિ આ બાજુ ડખોડખલ કરે એટલે આપણે ત્યાંથી દૃષ્ટિ ફેરવી લેવી. આપણને રસ્તામાં કોઈ ના ગમતો માણસ ભેગો થાય તો આપણે આમ મોઢું ફેરવી લઈએ છીએ કે નહીં ? એવું જે આપણામાં ડખોડખલ કરે છે, તેનાથી અવળું જોવું ! ડખોડખલ કોણ કરે છે ? બુદ્ધિ ! બુદ્ધિનો સ્વભાવ શો છે કે સંસારની બહાર નીકળવા ના દે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ સમાપ્ત ક્યારે થાય ?
દાદાશ્રી : તમે એના ઉપર બહુ વખત જોશો નહીં, દૃષ્ટિ ફેરવેલી રાખશો એટલે પછી એ સમજી જાય. એ પોતે પછી બંધ થઈ જાય. એને તમે બહુ માન આપો, એનું ‘એક્સેપ્ટ’ કરો, એની સલાહ માનો, ત્યાં સુધી એ ડખોડખલ કર્યા કરે.
પ્રશ્નકર્તા : મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર પર આપણો પ્રભાવ પડવો જોઈએ ને ?
દાદાશ્રી : મશીનરી પર કોઈ દહાડો પ્રભાવ પડતો જ નથી. એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર ઉપર પ્રભાવ પડે જ નહીં. એ તો અંતઃકરણ ખાલી થઈ જાય એટલે એની મેળે બધું ઠેકાણે આવી જાય. ‘આમને’ સાથ
૮૬
આપ્તવાણી-૬
ન આપીએ અને એને ‘જોયા’ જ કરીએ તો આપણે છૂટા જ છીએ. જેટલો વખત ‘આપણે’ એને જોયા કરીએ, એટલો વખત ચિત્તની શુદ્ધિ થયા કરે. ચિત્ત એકલું જ જો રાગે પડી ગયું તો બધું રાગે આવી જાય. અશુદ્ધ ચિત્તને લઈને ભટક ભટક કરે છે એટલે ચિત્તની શુદ્ધિ થતાં સુધી જ આ યોગ
બરોબર જમાવવાનો છે.
પ્રશ્નકર્તા : મહીં કપટ ઊભું થાય, કપટના વિચારો આવે, તેનું શું કરવું ?
દાદાશ્રી : એ બધું પુદ્ગલ છે. વિચાર કરનારોય પુદ્ગલ છે. આત્મામાં આવી તેવી વસ્તુ નથી, એમાં તો કોઈ જાતનો કચરો નથી. ‘પઝલ’ થાય છે તેય પુદ્ગલ છે ને ‘પઝલ’ કરનારોય પુદ્ગલ છે ! ‘પઝલ’ જાણ્યું કોણે ? આત્માએ ! સરળતા અને કપટને જે જાણે છે તે આત્મા છે !
ડીસિઝતમાં વેવરિંગ
પ્રશ્નકર્તા : કોઈ વાતનું ‘ડીસિઝન’ ના આવે ત્યાં સુધી વેવરિંગ (દ્વિધા) રહ્યા કરે.
દાદાશ્રી : ‘ડીસિઝન’ ના આવે તો તેથી કંઈ પ્લેટફોર્મ પર બેસી ના રહેવું. ‘હમણાં જઉં કે પછી જઉં’ એમ થતું હોય જે ગાડી આવી એમાં બેસી જવું.
‘ડીસિઝન’ ના આવવામાં બુદ્ધિનો અભાવ હોય છે. બુદ્ધિશાળી માણસો દરેક વસ્તુનું ‘ડીસિઝન’ તરત લાવી શકે, ‘ઓન ધી મોમેન્ટ’. પાંચ મિનિટેય વાર ના લાગે. તેથી અમે તેને ‘કોમનસેન્સ’ કહ્યું છે. ‘કોમનસેન્સ’ એટલે ‘એવરીવ્હેર એપ્લીકેબલ’. આ ચાવી કેવી છે કે દરેક તાળાં ઊઘડે એનાથી !
અહીં બેસી રહેવું કે જવું, એમાં ‘ડીસિઝન’ ના આવતું હોય તો જવા માંડવું. હા, અહીં બેસી રહેવાનું હશે તો ‘વ્યવસ્થિત' તને પાછો તેડી લાવશે. તારે આવી રીતે ડીસિઝન લેવાનું.