________________
આપ્તવાણી-૬
૧
મોહનીય કહી.
‘આપણો’‘પાડોશી’ ચેતનભાવને પામેલો છે. ચાર્જ થયેલો છે, એટલે એના બધાય ભાવો, બુદ્ધિના બધાય ભાવો, અપમાન કરે ત્યારે મન ઉછાળે ચઢે, એ બધા પાડોશીના ભાવો છે. મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધા જ્યારે ઉછાળે ચઢે તો ‘આપણે’ ચંદુલાલને ધીમે રહીને કહેવું, ‘ઊછળશો નહીં બા, હવે શાંતિ રાખજો.’ એટલે આપણે પાડોશી તરીકે પાડોશીધર્મ બજાવવો. કોઈક વખત બહુ ઉશ્કેરાટ થઈ જાય તો આપણે અરીસા સામે જોવું. આમ અરીસામાં ચંદુલાલ દેખાય ને ? પછી ચંદુલાલને આમ હાથ ફેરવવો, અહીં આગળ રહીને તમે ફેરવોને એટલે ત્યાં આગળ અરીસામાં ફરે; એવું દેખાય ને ? પછી આપણે ચંદુલાલને કહેવું કે, “શાંતિ રાખો ‘અમે’ બેઠા છીએ. હવે તમારે શો ભો છે ?’’ આવો અભ્યાસ કરો. અરીસામાં સામું બેસીને તમે છૂટા ને ચંદુલાલ છૂટા. બે જુદા જ છે. સામીપ્યભાવને લઈને એકતા થઈ છે. બીજું કશું છે નહીં. પહેલેથી જુદા જ છે. આખી ‘રોંગ બિલિફ' જ બેસી ગયેલી જ છે. ‘જ્ઞાનીપુરુષ’ ‘રાઈટ બીલિફ' આપે એટલે ઉકેલ આવી ગયો દૃષ્ટિફેર જ છે. માત્ર દૃષ્ટિની
ભૂલ છે.
܀܀܀܀܀
[૧૦]
વિષયોમાં સુખબુદ્ધિ કોતે ?
દાદાશ્રી : તમારે કેટલી ‘ફાઈલ’ છે ?
પ્રશ્નકર્તા : મારે તો એક જ ‘ફાઈલ’ છે, વેદનીયની.
દાદાશ્રી : હવે એ વેદનીયને એમ કહેશો કે, ‘અહીં આવશો નહીં.’ ત્યારે વેદનીય આઠ ફીટ ઊંચી હતી, તે એંસી ફીટ ઊંચી થઈને આવશે અને આપણે કહીએ કે તમે વહેલા આવો તો આઠ ફીટની હોય, તે બે ફીટની દેખાય અને વેદનીયનો કાળ પૂરો થઈ ગયો તો એ ઊભી ના રહે. તો જે ઊભી રહેવાની નથી, તે તો આપણા ‘ગેસ્ટ’ કહેવાય. ‘ગેસ્ટ’ જોડે તો આપણે સારું વર્તન રાખવું જોઈએ ને ? સંયમ રાખવો પડે. તમને શું લાગે છે ?
પ્રશ્નકર્તા : લાગે તો છે દાદા, પણ સહન નથી થતું.
દાદાશ્રી : એ સહન નથી થતું, એ ‘સાયકોલોજિકલ ઇફેકટ’ છે. તે ‘દાદા, દાદા’ એમ નામ લઈએ ને મને સહનશક્તિ આપો' એમ કહીએ તો તેવી શક્તિઓ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : પાંચ ઇન્દ્રિયોના વિષયમાં સુખબુદ્ધિ છે, ત્યાં સુધી એવી રીતે નિકાલ થાય નહીં ને ?