________________
આપ્તવાણી-૬
સહજ ક્ષમા ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય. એટલું જ નહીં, પણ તમારા માટે અમને એકધારો પ્રેમ રહે. જે વધેઘટે, એ પ્રેમ નહોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે નહીં ને ઘટેય નહીં. એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મ પ્રેમ છે !
દોષ થાય કે તરત જ તમારે ‘શુટ ઍટ સાઈટ’ પ્રતિક્રમણ કરવાનું. ‘તમારે’ ‘ચંદુભાઈને કહેવું, “ચાલો ચંદુભાઈ, પ્રતિક્રમણ કરો.” ચંદુભાઈ કહે કે, “આ પૈડપણ આવ્યું, હવે થતું નથી.' ત્યારે તમારે એમને કહેવું કે, ‘અમે તમને શક્તિ આપીશું.” પછી બોલાવવાનું કે બોલો ‘હું અનંત શક્તિવાળો છું એટલે પછી શક્તિ આવે.
જેને દોષ દેખાવા માંડ્યા, પાંચ દેખાયા ત્યાંથી જાણવું કે હવે ઉકેલ આવવાનો થયો.
જેટલા દોષ દેખાયા, એ દોષ ગયા ! ત્યારે કોઈ કહેશે, એવો ને એવો દોષ ફરી દેખાય છે. ખરી રીતે એનો એ દોષ ફરી આવતો નથી. આ તો એક-એક દોષ ડુંગળીના પડની જેમ અનેક પડવાળા હોય છે. એટલે એક પડ ઊખડે, ત્યારે આપણે પ્રતિક્રમણ કરી કાઢીએ ત્યારે બીજું પડ આવીને ઊભું રહે એનું એ જ પડ ફરી ના આવે. ત્રીસ પડ હતાં એનાં ઓગણત્રીસ રહ્યાં. ઓગણત્રીસમાંથી એક પડે જશે ત્યારે અઠ્ઠાવીસ રહેશે. એમ ઘટતાં જશે ને છેવટે એ દોષ ખલાસ થઈ જશે !
[૭] પ્રકૃતિ જોડે તન્મય દશામાં આત્મપ્રકાશની તિર્લેપતા
મૂળ વાતને જાણો કે આ શી હકીક્ત છે ? ને મૂળ વાત શી છે? આટલું જ જાણવા માટે આ મનુષ્યપણું છે. આમાં ‘આપણું કર્યું ને આપણું કયું નથી’ એ જાણી લો. પછી રડારોળ કરવી હોય તો કરો. આપણી દુનિયામાં આપણે જ ભૂલ ખાધી છે ! પારકી દુનિયામાં આવ્યા હોય તો વાત જુદી હતી !
પ્રશ્નકર્તા : દુનિયા આપણી ક્યાંથી છે ?
દાદાશ્રી : તો કોની છે ? આપણી એનો અર્થ એટલો કે આપણો કોઈ માલિક નથી ને આપણો કોઈ ઉપરી નથી. દુનિયા આપણી જ છે. આ દુનિયાને જોવાનો લાભ ઉઠાવો, જાણવાનો લાભ ઉઠાવો તો ખરું.
પ્રશ્નકર્તા : એ જોવા-જાણવામાં અમે પાછા અંદર ઘુસી જઈએ છીએ ને ગૂંચાઈ જઈએ છીએ.
દાદાશ્રી : જે ગૂંચાઈ જાય છે તે આપણું સ્વરૂપ ન હોય, છતાં “આ મારું સ્વરૂપ છે, હું ગૂંચાઈ ગયો’ એવું માને છે ત્યાં જ ભૂલ ખાય છે.
જુએ-જાણે’ તો કુદરત કેવી સુંદર દેખાય ! પણ પેલાને મહીં ચિંતા થતી હોય તેથી કુદરત જુએ જ નહીં ને ! બાગ-બગીચા રળિયામણા હોય પણ પેલાને ઝેર જેવા લાગે ! જગત રળિયામણું છે કાયમ માટે, આ ગાયો