________________
આપ્તવાણી-૪
૧૩૯
૧૪
આપ્તવાણી-૪
ગચ્છ-મત, ત્યાં “રીલેટિવ' ધર્મો :
બંનેનો નિકાલ કરવાનો. ધર્માધર્મ એ દેહનો, મનનો, બુદ્ધિનો, પ્રકૃતિનો સ્વભાવ છે; અને આત્માનો વીતરાગ સ્વભાવ છે. જો તમારે વીતરાગ સ્વભાવમાં રહેવું હોય તો ધર્મ જોડે પ્રેમ ના માંડશો ને અધર્મ જોડે કચકચ ના કરશો. “ઓલ ધીસ રીલેટિસ આર ટેમ્પરરી એન્ડ રીયલ ઇઝ પરમેનન્ટ!”
‘જ્ઞાનીપુરુષ’ જ્ઞાનઘન આત્મા આપી શકે, જે ધર્માધર્મમાંથી ઊંચકી લે. ધર્માધર્મ આત્મા છે ત્યાં સુધી રઝળપાટ છે. ધર્મનું ફળ ભૌતિક સુખો અને અધર્મનું ફળ ભૌતિક દુઃખો છે. ધર્મથી સંસાર પ્રાપ્ત થાય. “થીયરી ઓફ રીયાલિટી’માં આવ્યો એટલે જ્ઞાનઘન આત્મા પ્રાપ્ત થાય. એની આગળ શું રહ્યું ? ‘થીયરી ઓફ એબ્સોલ્યુટીઝમ !' એ વિજ્ઞાનઘન આત્મા
જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, મુસ્લિમ ધર્મ, પારસી ધર્મ, ખ્રિસ્તી ધર્મ વગેરે બધા “રીલેટિવ’ ધર્મો કહેવાય. એ ધર્મોને ને ‘આ’ ને કશી લેવાદેવા નથી. આ “રીયલ’ વસ્તુ છે. “રીલેટિવ’ ધર્મ એટલે ‘સ્ટેપ બાય સ્ટેપ’ આગળ વધારે. પણ તેય “રીલેટિવ’ ધર્મ સાચા નથી. જયાં ગચ્છ-મત હોય ત્યાં એક પણ ધર્મ સાચો હોય નહીં. ગચ્છ ને મત હોય ત્યાં મોક્ષનો માર્ગ જ ના હોય. પક્ષ અને મોક્ષ બેઉ વિરોધાભાસ છે. જયાં ગચ્છ-મત છે ત્યાં સંસારી કરતાં પણ વધારે બંધન છે. મોક્ષ તો વીતરાગ ધર્મથી છે. સંપ્રદાય એટલે એકાંતિક કહેવાય. વીતરાગ ધર્મ એકાંતિક ના હોય, અનેકાંત હોય. વીતરાગ સંપ્રદાયની બહાર છે. વીતરાગ ધર્મ એટલે મતભેદરહિત. આપણો ‘આ’ અનેકાંત માર્ગ છે. અહીં પારસી હોય, જૈન હોય, મુસલમાન હોય, વૈષ્ણવ હોય. અહીં બધાને માફક આવે એવી વાત હોય. અહીં સાદ્વાદ વાણી હોય. એકાંતિક ધર્મ હોય ત્યાં એક જ જાતના માણસો, એક મતવાળા જ બધા આવ્યા કરે, બીજા કોઇ જાય નહીં. વીતરાગ વાણીથી સર્વ દુઃખોનો ક્ષય થાય. મત અને ગચ્છ છે ત્યાં સુધી મોક્ષમાર્ગ તો શું પણ ધર્મ પણ પામ્યા ના કહેવાય, બૂઝયો ના કહેવાય!
પ્રશ્નકર્તા : બૂઝયો કયારે કહેવાય ?
દાદાશ્રી : ફ્લેશ જાય, ચિંતા જાય, ત્યારે બૂઝયો કહેવાય. જેનામાં ક્લેશ-ચિંતા ગાળો ભાંડે તોય ના થાય, ધોલ મારે તોય ક્લેશ ના થાય, હમણાં ગાડીમાં બેસાડે તોય ક્લેશ નહીં ને ગાડીમાંથી તરત ઉતારી પાડે તોય ક્લેશ નહીં, તો એ બૂઝયો કહેવાય ! નહીં તો બૂઝયો જ કેમ કહેવાય ?
વિજ્ઞાનઘત આત્મા !
જ્ઞાન એટલે આત્મા અને વિજ્ઞાન એટલે પરમાત્મા. આ તો ‘સાયન્સ' છે. આત્મા-પરમાત્માનું ‘સાયન્સ’ એટલે સિદ્ધાન્ત ! એમાં કોઇ જગ્યાએ અંશ માત્ર “ચેન્જ' ના થાય અને ઠેઠ આરપાર કાઢી નાખે. જ્ઞાનઘન આત્મામાં આવ્યા પછી, અવિનાશી પદને પામ્યા પછી વિજ્ઞાનઘનને જાણવું જોઇએ. વિજ્ઞાનઘન એટલે બધામાં ‘હું જ છું.' એવું દેખાય એ વિજ્ઞાનઘન આત્મા કહેવાય - બંધાયેલો છતાંય મુક્ત રહે ! ‘જ્ઞાની પુરુષ' વિજ્ઞાનઘન આત્મા હોય ! ‘થીયરી ઓફ એબ્સોલ્યુટીઝમ'માં જ નહીં પણ પોતે “થીયરમ ઓફ એબ્સોલ્યુટીઝમ' માં હોય. આખા “વર્લ્ડ’નું પુણ્ય જાગ્યું કે આ “અક્રમ વિજ્ઞાન’ નીકળ્યું, વિજ્ઞાનઘન આત્મા નીકળ્યો !!
આખું ‘વર્ડ’ ‘સાયન્સ’ સ્વરૂપે છે. છતાં આજે લોક ‘સાયન્સ' ને જાણતું નથી તેથી ધર્મની પાછળ દોડ દોડ કરે છે. પણ ‘સાયન્સ” જાણી લે કે આટલી વસ્તુ છે. અને આ કેવી રીતે ચાલે છે, તો એ છૂટો થઇ જાય. આ જ અત્યંત ગહન કોયડો છે !
ધર્મસાર એટલે....
જગતમાં બે પ્રકારના સાર છે. ધર્મસાર અને સમયસાર.
ધર્મ કોને કહેવાય ? ધર્મસાર પ્રાપ્ત થયો તો ધર્મ થયો કહેવાય. ધર્મસાર કોને કહેવાય ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના થાય તેને. બધું ખાય,