________________
આપ્તવાણી-૪
૧૨૯
૧૩૦
આપ્તવાણી-૪
વિચાર આવે તો આપણે કહીએ, ‘આવો. ચા પીવો, તમે આવ્યા, હવે ‘જ્ઞાની પુરુષ' બતાવે એવું હું કરીશ.’ આ ચોથા પાયાનું ધર્મધ્યાન કહેવાય.
આજ્ઞા એ જ ધર્મ !
સત્ય બોલવું એ બધી ‘ઇફેક્ટસ' છે. લોકોની પાસે ‘ઇફેક્ટસ'નું જ્ઞાન છે. કોઇની પાસે ‘કોઝિઝ’નું જ્ઞાન જ નથી, એ અજ્ઞાન છે. અમે ‘કોઝિઝ' નો ફોડ આપવા માંગીએ છીએ. “ઓપન ટુ સ્કાય” કરે તેનું નામ જ્ઞાન. જ્ઞાન તો ક્રિયાકારી હોવું જોઇએ. અનુભવજન્ય જ્ઞાન હોય તો જ ક્રિયાકારી થાય. બાકી પુસ્તકોના જ્ઞાનથી તો રઝળ્યા જ છે. “રીલેટિવ’ ધર્મ કેવો હોવો જોઇએ કે જે પરિણામ લાવે.
બધા ધર્મોનો કુદરતી રીતે ફેરફાર થવાનો છે, અને આ અક્રમમાર્ગ’ તો એવો સરળ રસ્તો કાઢશે કે ધર્મ બધાને એકદમ સહેલો લાગે અને તરત તેનું ફળ મળે. ધર્મ કોનું નામ કહેવાય ? જે પરિણામ પામે તે ધર્મ, જેમ આપણે દૂધપાક ખાઇએ ત્યાર પછી આપણી ભૂખ શમે એમ જે “સ્વરૂપ જ્ઞાન” આપીએ છીએ, તેનાથી કોઇ કાળે કોઇ અવતારમાં ના થઇ હોય તેવી અંતરશાતા થાય છે. બાહ્ય અશાતા ભલે હોય, પણ અંતરશાતા નિરંતર રહે. જગતમાં બાહ્ય શાતા હોય, પણ અંતરશાતા કોઇનેય ના હોય.
એટલે ધર્મ કરવાનો ક્યો? ‘જ્ઞાની પુરુષ'ની આજ્ઞા પાળવી તે અને ધર્મ શું? તો કે પોતાના સ્વરૂપમાં રમણતા કરવી તે. લૌકિક ધર્મ એટલે ભગવાનની આજ્ઞામાં રહેવું તે.
‘જ્ઞાની પુરુષ'ને રાજી રાખવા તેનાથી ઉત્તમ કોઇ બીજો ધર્મ દુનિયામાં નથી, અને અમારો રાજીપો ઉત્પન્ન કરવો તમારા જ હાથમાં છે. તમે જેમ જેમ અમારી આજ્ઞામાં રહી ઊંચા આવતા જશો તેમ તેમ તમારી ઉપર અમારો રાજીપો વધશે. ભગવાને કહેલું કે ‘જ્ઞાની'ને રાજી કરવામાં તેમની સર્વ ઇચ્છાઓની પ્રશંસા કરવાનું શીખશો તોય મોક્ષ છે! અમારી એક જ આજ્ઞા પાળે તો એ આજ્ઞા જ એને ઠેઠ મોશે પહોંચાડી દે તેવું છે.
જ્ઞાન પ્રમાણે પ્રવર્તત !
આપણું ‘સાયન્સ’ શું કહે છે કે તું ચોરી કરે કે તારાથી જૂઠું બોલાય તેનો અમને વાંધો નથી, પણ તેનું તું ‘આ રીતે’ પ્રતિક્રમણ કરજે. અમે ચોરને એમ ના કહીએ કે તું ચોરી ના કર. અમે તેને કહીએ કે તું ચોરી કરે છે તેનું આ ફળ છે માટે સમજી લેજે. આ ચોરી કરે છે, જૂઠું બોલે છે, ક્રોધ કરે છે, બધું ફરિજયાત કરે છે. એમાં એને વઢીએ કે આમ કેમ કરે છે તો તે વધારે કરશે, અને મનમાં પાછો ચોર નક્કી કરે કે ‘ચોરી તો કરીશ જ. તું કોણ વઢનારો મને ?” માટે પ્રેમથી સમજાવો, પ્રેમથી બધા જ રોગ જાય. શુદ્ધ પ્રેમ ‘જ્ઞાની પુરુષ' પાસેથી કે એમના ‘ફોલોઅર્સ પાસેથી મળે.
ક્રોધ સામે ક્ષમા, કપટ સામે ઋજુતા, માન સામે માર્દવતા જોઇશે. ક્રોધ થાય તો થવા દેજે. માન, લોભ, થાય તો થવા દેજે પણ તેનું પ્રતિક્રમણ કરીને ફેરવી નાખજે. તેનાથી ઊંચામાં ઊંચું ધર્મધ્યાન થાય. કુચારિત્રના વિચાર આવે તો તેનો વાંધો નથી, તેનાથી ગભરાઇશ નહીં. પણ તેનું પ્રતિક્રમણ કરજે. આ લિફટ માર્ગ છે. એનાથી સપાટાબંધ આગળ વધાય. ધર્મધ્યાનમાં આવે ત્યારથી વ્યવહાર સમક્તિના ઓળા દેખાય. કુચારિત્રનો
એક દરજીને એવું જ્ઞાન ફીટ થઈ ગયેલું કે ઉંદરડા પાંજરામાં પકડીને છોડવાથી કાગડાને ખાવાનું મળે, બીજાને ફાયદો થાય છે. હવે એ જ્ઞાનને લીધે એને ભાગે ઉંદરડા મારવાનું આવે. અમે એનું એ જ્ઞાન ફેરવી આપ્યું તે શ્રદ્ધાએ કરીને એને ફીટ થયું કે ઉંદરડા મારવા નુકસાનકર્તા છે, તે પછી એવું જ્ઞાન ક્રિયામાં આવતું જાય. શ્રદ્ધા જ્ઞાને કરીને ફરવી જોઇએ, સમજપૂર્વક ફરવી જોઇએ, ચારિત્રને આપણે પછી જોવાનું નથી. એ તો એની પાછળની ‘ઇફેક્ટ’ હોય ત્યાં સુધી ચારિત્ર ના ફરે. હવે એ જયારે ઉંદર મારવા જશે ત્યારે એને થશે કે ના મરાય. તેમ છતાં પાછળની ‘ઇફેક્ટ’નાં આધારે મારી નાખે, તોય તેને મહીં થયા કરે કે આ ખોટું થાય છે. છતાંય આ જ્ઞાન શુભાશુભનું છે. શુદ્ધ જ્ઞાનમાં તો આવું કશું જ હોતું નથી. ક્રિયામાં આવે કે ના આવે પણ જ્ઞાન ચળવું ના જોઇએ. જ્ઞાન શ્રદ્ધાએ કરીને ‘એઝેક્ટલી’ રહેવું જોઈએ. સાચું જ્ઞાન જ