________________
આપ્તવાણી-૪
૩૩
દાદાશ્રી : એ અંતરાયો ‘જ્ઞાનીપુરુષ’ તોડી આપે. ‘જ્ઞાનીપુરુષ’ અજ્ઞાન તોડી આપે અને અંતરાય પણ કાઢી આપે. પણ અમુક અંતરાય તો ‘જ્ઞાનીપુરુષ’ પણ ના તોડી શકે.
પ્રશ્નકર્તા : એ ક્યા અંતરાય ?
દાદાશ્રી : જ્યાં વિનયધર્મ ખંડિત થતો હોય તે. વિનય તો
મોક્ષમાર્ગમાં મુખ્ય વસ્તુ છે. ‘જ્ઞાનીપુરુષ’ માટે એક અવળો વિચાર પણ
ના આવવો જોઇએ.
પ્રશ્નકર્તા : અહીં આવવાનો ભાવ રહે છે, પણ પુદ્ગલ-માયા નથી આવવા દેતી તો શું કરવું ?
દાદાશ્રી : એ જ અંતરાયકર્મ છે. આપણા ભાવ દૃઢ હશે તો એક દિવસ એ પૂરો થશે. અંતરાયકર્મ અચેતન છે અને આપણો ભાવ ચેતનને પામેલો છે, એનાથી અંતરાય તૂટે. અને ‘જ્ઞાનીપુરુષ’ પાસે ‘વિધિ’માં માંગણી કર કર કરવી કે અમારા અંતરાય તોડી આપો તો તે તોડી આપે. ‘જ્ઞાની’નું વચનબળ તમારા અંતરાય તોડી આપે. મહીં ખેદ રહે કે સત્સંગમાં નથી જવાતું તેનાથી અંતરાય તૂટે.
પ્રશ્નકર્તા : અંતરાય પોતાની મેળે તૂટે કે પુરુષાર્થથી તૂટે ? દાદાશ્રી : એ ભાવથી તૂટે. જ્યારે અંતરાય તૂટવાનો કાળ આવે ત્યારે ભાવ થાય.
‘આ’ જ્ઞાન મળી જાયને તેને તો બધા અંતરાય તૂટી જાય. કારણ કે અંતરાય અહંકારને લીધે પડે છે કે ‘હું કંઇક છું.' અંતરાય કર્મ તૂટે તો ઘડીયે વાર લાગતી નથી. આત્માને અને મોક્ષને કેટલું દૂર છે ? કશુંય નહીં. વચ્ચે અંતરાય પડેલા છે એટલું જ દૂર છે !
આત્મા પ્રાપ્ત કર્યા પછી અંતરાય એ સંયોગ સ્વરૂપી છે ને સંયોગો વિયોગી સ્વભાવના છે ને ‘આપણે’ ‘શુદ્ધાત્મા’ અસંયોગી, અવિયોગી છીએ.
܀܀܀܀܀
(c)
તિરસ્કાર - તરછોડ
જેતો તિરસ્કાર, તેતો જ ભય !
જેનો તિરસ્કાર કરશો તેનો ભય લાગશે. આ પોલીસવાળાનો શાથી
ભય લાગે છે ? તિરસ્કાર છે તેનો તેથી. તમે જેનો તિરસ્કાર કરશો તેનો તમને ભય પેસી જશે. મચ્છરાં પર તિરસ્કાર રાત્રે પેઠો તો આખી રાત ઊંઘવા નહીં દે.
કોર્ટનો તિરસ્કાર હોય, વકીલનો તિરસ્કાર હોય તો કોર્ટમાં મહીં પેસતાં જ ભય લાગે.
કોઈ ઓળખાણવાળો હોય, તેનો કેમ ભય નથી લાગતો ? કારણ કે તેના પર તિરસ્કાર નથી.
પ્રશ્નકર્તા : પહેલો તિરસ્કાર હોય કે પહેલો ભય હોય ?
દાદાશ્રી : પહેલો તિરસ્કાર હોય. પહેલો ભય નથી હોતો. એ કેવી
રીતે ? સાંભળ્યું હોય કે આ પોલીસવાળા બહુ ખરાબ છે એ જ્ઞાન થયેલું
હોય એટલે એ જ્ઞાનના આધારે પહેલો તિરસ્કાર પેસે અને તિરસ્કારથી ભય ઉત્પન્ન થાય છે. પછી એ ભય વધતો જાય અને પોલીસવાળો દેખે ને