________________
આપ્તવાણી-૪
ને ? આ રેકર્ડ વાગતી હોય કે, ‘ચંદુલાલ સારા માણસ નથી, સારા માણસ
નથી.’ તો તમને રીસ ચઢે ?
૩૧૯
પ્રશ્નકર્તા : એ તો મશીન છે ને ?
દાદાશ્રી : તે આ મનુષ્યો બોલે છે તેય રેકર્ડો જ બોલી રહી છે. તમારા શબ્દને ‘રેકર્ડ’ માનશો ને સામાના શબ્દને ‘રેકર્ડ’ માનશો તો ઉકેલ આવશે. બીજો કોઇ ઉપાય આ જગતને જીતવાનો નથી. ‘રેકર્ડ’ કહ્યું, એટલે નિર્દોષ થઇ ગયા !
અજ્ઞાન દશામાં એમ લાગે કે “આ મને આવું કહે કહે કરે છે તે મારાથી શી રીતે સહન થાય ?’ ત્યાં સુધી રોગ ઓછા થાય નહીં. આપણે સહન કરવાનું જ નથી. માત્ર સમજી જવાનું છે કે આ રેકર્ડ છે. જો તમે વાણીને રેકર્ડ સ્વરૂપ નહીં માનો તો તમારી વાણી એવી જ નીકળવાની. એટલે કાર્ય-કારણ, કાર્ય-કારણ ચાલુ જ રહેશે.
વાણી તો આખું થર્મોમીટર છે.
આ વિજ્ઞાન એવું છે કે ઉકેલ લાવી નાખે. કોઇ આપણને ટૈડકાવે, આપણા પર હસે તો આપણે હસવા લાગીએ. આપણે જાણીએ કે આ રેકર્ડ આવી વાગે છે. સામો બોલે શી રીતે ? એ જ ભમરડો છે ત્યાં. આ બિચારા પર તો દયા ખાવા જેવી છે !
પ્રશ્નકર્તા : એટલું તે વખતે લક્ષમાં નથી રહેતું !
દાદાશ્રી : પહેલું તો ‘વાણી એ રેકર્ડ છે' એવું નક્કી કરો. વાણી રેકર્ડ છે, રેકર્ડ છે, રેકર્ડ છે... ‘સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના
સંયોગો પર છે ને પરાધીન છે.’ વાણી એ બોલનારનાય હાથમાં નથી ને સાંભળનારના હાથમાંય નથી. વાણીના સંયોગો પર છે ને પરાધીન છે. એવી ઊડતી હવઇઓમાં કોણ હાથ ઘાલે ?
કોઇ પણ વાત બે મિનિટથી વધારે લંબાઇ તો ત્યાંથી ભગવાન ખસી જાય ! વાત ગૂંથાઇ કે ભગવાન ચાલ્યા જાય. વાતચીત કરવાનો વાંધો નથી, પણ એને પકડવું નહીં. પકડે એટલે બોજો વધે.
૩૨૦
આપ્તવાણી-૪
વાણી, એ અહંકારતું સ્વરૂપ !
વાણી માત્ર ખુલ્લો અહંકાર છે. જે બોલે છે, જેટલું બોલે છે એ બધો જ ખુલ્લો અહંકાર છે. ફક્ત ‘જ્ઞાની પુરુષ’ જે સ્યાદ્વાદ બોલે છે તે વખતે તેમનો અહંકાર નહીં. પણ એ જો બીજું કંઇ બોલે તો એમનો અહંકાર જ નીકળે છે. એને નીકળતો અહંકાર, ‘ડિસ્ચાર્જ’ અહંકાર કહ્યો
છે.
પ્રશ્નકર્તા : એટલે અહંકાર વગરની વાણી નીકળે ને ?
દાદાશ્રી : એ નિર્જીવ અહંકાર કહેવાય. વાણીમાં સજીવ અહંકાર હોય તો તે વાણી સામાને વાગે. અમારી વાણી નિર્મમત્વ અને નિર્અહંકારી હોય, તેથી બધાને આનંદ આવે.
વાણી પરથી કેટલા પ્રમાણમાં ને કેવો અહંકાર ‘ચાર્જ’ થયો હતો તે ખબર પડે. સ્યાદ્વાદ વગર જેટલા બોલ છે એ બધો અહંકાર જ છે. વર્તનમાં આમ બહુ અહંકાર દેખાતો નથી. એ તો કોઇક ફેરા છાતી પહોળી થાય, એ પણ લગ્નમાં ગયા હોય ત્યારે જ દેખાય.
‘હું કેવું બોલ્યો’ એ વાણીનો પરિગ્રહ. ‘હું બોલું છું’ એ ભાન છે, તેનાથી નવું બીજ પડે છે.
પ્રશ્નકર્તા : સાહજિક વાણી એટલે શું ?
દાદાશ્રી : જેમાં કિંચિત્માત્ર અહંકાર નથી તે. આ વાણીનો હું એક સેકન્ડ પણ માલિક થતો નથી, એટલે અમારી વાણી એ સાહિજક વાણી
છે.
આત્મા સચરાચર છે. સચરમાં ત્રણ ચર છે. આચાર, વિચાર ને ઉચ્ચાર. આ ત્રણ જો નોર્માલિટીમાં હોય તો વાંધો નથી. આ ત્રણ નોર્માલિટીમાં હોય તો મનુષ્યની સુગંધ આવે જ. માણસની મોટામાં મોટી પરીક્ષા કઇ ? એના આચાર પરથી પરીક્ષા બાંધશો નહીં, એના વિચાર પરથી પરીક્ષા કરશો નહીં, એની વાણી પરથી પરીક્ષા કરજો !