________________
આપ્તવાણી-૪
૨૮૩
પ્રશ્નકર્તા : નહીં સમજાયેલું.
દાદાશ્રી : કર્તાપદ આખું ભ્રાંતિપદ છે. જો કર્તાપદ કદી થતું હોત ને, તો દાઢીઓ બધું મનફાવતું કર્યું હોત. માથા ઉપર તો વેરાન થવા જ ના દેને કોઇ પછી ? ‘માથે-રાન’ થવા દે, એટલે માથામાં જંગલ જેવા વાળ થવા દે. પણ આ તો રાન હઉ થઇ ગયેલા ને કેટલીક જગ્યાએ તો વેરાન થઇ ગયેલા ! પોતાના હાથમાં સત્તા જ નથી. એક દાઢ દુઃખતી હોય ને, તો પોતે બૂમાબૂમ કરે !
ભાવ પ્રમાણે ફળ આવે !
આપણા હાથમાં એકમાત્ર ભાવ કરવા સિવાય બીજી કોઇ તાકાત નથી. આપણો ભાવ પણ વ્યક્ત ના થવો ઘટે. ભાવ કર્યો તો તેની પાછળ અહંકાર છે જ. એક પોતે મોક્ષ જવા સિવાય અન્ય કોઇ પણ પ્રકારનો અહંકાર કરવા જેવો નથી. જગત કલ્યાણનોય અહંકાર કરવા જેવો નથી. બધા નિમિત્ત છે. કોઇ કર્તા નથી. નિમિત્ત શા માટે કહેવાય ? આ નિમિત્ત શી રીતે બની જાય છે ? કોઇ ભાવ કરે કે મારે બધાને સીધા કરવા છે’ તો તેનો ભાવ નેચરમાં જમે થાય, નોંધાય, પછી જયારે નેચરને સીધું કરવાનો વખત આવે ત્યારે એ ભાવવાળા નિમિત્ત પાસે નેચર બધા સંયોગ ભેગા કરી આપે. અને તે ભાવવાળા માણસનું એ ભાવ પ્રમાણે બની જાય.
જગત ભાવ અને અભાવ કર્યા જ કરે છે. ભાવ-અભાવ એ જ રાગદ્વેષ છે. અમે સ્વરૂપ જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી તમને ભાવાભાવ નથી થતા, બેઉ અમે બંધ કરી દઇએ છીએ. પણ પહેલાંનો ભાવ છે તે ફૂટે ત્યારે થાય કે આ ભાવ આવો કેમ થાય છે ? ખરેખર એ ભાવ નથી. એ ઇચ્છા છે.
ભાવ : ઈચ્છા, ફેર શો ?
પ્રશ્નકર્તા : ભાવ કોને કહેવો ?
દાદાશ્રી : ખરો ભાવ કોને કહેવાય ? આ દેખાય છે તે નહીં, મહીં
આપ્તવાણી-૪
યોજનાઓ ઘડાયા કરે તે. અને તે બીજા અવતારમાં રૂપકમાં આવે. ભાવથી યોજના ઘડાય પણ પોતાને તેની ખબર ના પડે.
૨૮૪
પ્રશ્નકર્તા : ઇચ્છા શું છે ? માણસને ઇચ્છા કેમ થાય છે ?
દાદાશ્રી : ઇચ્છા એ જુવારને ડૂંડું આવે એના જેવી વસ્તુ છે. બીજ પડી ગયું હોય તો જ આવું થાય. જેનો ભાવ હોય આપણને તેની ઇચ્છા ઉત્પન્ન થાય. ઇચ્છા એ પરિણામ છે, ભાવ એ ‘કોઝિઝ’ છે. ઇચ્છા એ બધી ‘ઇફેક્ટ’ છે. આપણે નક્કી કરી નાખવાનું કે મારે જગતની કોઇ ચીજ ખપતી નથી. એટલે મહીં ‘સીલ’ થઇ જાય. સ્વરૂપજ્ઞાન થયા પછી જે ઇચ્છાઓ થાય છે તે ‘ઇફેક્ટ’ છે. અને ‘ઇફેક્ટ્સ' બધી ભોગવી લેવી પડે.
સંજોગોતું મૂળ, ભાવ !
પ્રશ્નકર્તા : સંજોગ અને ભાવમાં શો ફેર ?
દાદાશ્રી : બહુ ફેર છે. સંજોગ સ્થૂળ વસ્તુ છે અને ભાવ તો બહુ સૂક્ષ્મ વસ્તુ છે. જો કે ભાવેય સંજોગ જ કહેવાય.
તેથી ભગવાન મહાવીરે કહ્યું, ‘શેષા મેં બાહિરાભાવા, સવ્વ સંજોગ લખ્ખણા’ શેષ બધા બાહ્યભાવો છે. તે કેવી રીતે ઓળખાય ? ત્યારે કહે કે સંજોગ ભેગા થાય તે ઉપરથી, તેના લક્ષણ ઉપરથી ઓળખાય કે આ મારા બાહ્યભાવ આવા કરેલા છે.
આ તમે મને ભેગા થયા તે કેવા પ્રકારના બાહ્યભાવ કર્યા હશે કે આપણે ભેગા થયા ?
પ્રશ્નકર્તા : સત્સંગના.
દાદાશ્રી : તેથી આ સત્સંગનો સંયોગ ભેગો થયો અને દારૂ પીવાનો બાહ્યભાવ કર્યો હોય તો ?
એટલે ભાવના આધારે આપણને સંયોગ ભેગો થાય છે. આ સંયોગ