________________
આપ્તવાણી-૪
૨૮૧
વ્યાપ્ય છે ને આ મહીં વ્યાપકો ભરેલા પડેલા છે. તે વ્યાપકો આત્માને વ્યાપ્ય કરાવડાવે છે. મહીં વ્યાપકો બહુ જાતના બેઠેલા છે. વ્યાપક એટલે વ્યાપકપણું કરનાર અને વ્યાપ્ય એટલે જેમ અહીં આ ઘડામાં લાઇટ હોય ને તેને બહાર કાઢીએ તો એ બહાર વ્યાપ્ય થઈ જાય. જેટલી જગ્યા મળે તેટલી જગ્યામાં એ વ્યાપ્ય થઇ જાય. સ્કોપ મળવો જોઇએ. અને વ્યાપકનો અર્થ શું ? બધામાં, જીવમાત્રમાં વ્યાપક રીતે રહેલો છે. તે વ્યક્ત થયા પછી, સ્વરૂપનું જ્ઞાન થયા પછી વ્યાપ્ય રીતે રહે છે. ખરી રીતે આત્મા વ્યાપ્ય રીતે જ છે, પણ ભક્તો તો વ્યાપક બોલે તો જ કામ થાય.
પ્રમેય-પ્રમાતા !
ક્રિયાશક્તિ : ભાવશક્તિ
ક્રિયાશક્તિ, પરસતા આધીન !
આત્મા પ્રમાતા છે. જયારે પ્રમેય એટલે શું ? કે આ મજૂરોને એનું પ્રમેય કેટલું ? તો કે એનું મેઇન્ટેનન્સ’ થાય, બાળ-બચ્ચાંનું ભણતર થાય, એટલું. એટલે કે થોડોક ભણતરભાવ ને થોડોક સંસારભાવ. આટલો આનો પ્રમેય હોય, અને એટલામાં એનો આત્મા પ્રમાતા તરીકે રહે. પ્રમેય પ્રમાણે પ્રમાતા થાય. એમ કરતાં કરતાં પ્રમેય વધતાં વધતાં શેઠને દસ બંગલા, મિલો, મોટરો, પૈસા વગેરેનો સંસારભાવ વધે તેમ તેનું પ્રમેય મોટું થયું કહેવાય, તેમ તેનું પ્રમાતા વધે. છેવટે ખરેખર પ્રમાતા કોને કહેવાય છે ? આખા બ્રહ્માંડમાં આત્મા પ્રકાશમાન થાય ત્યારે એ ખરો પ્રમાતા, કહેવાય. પ્રમેય આખું બ્રહ્માંડ છે. પ્રમેય ભાગ કેટલો છે ? લોક વિભાગ છે તેટલો જ, અલોક વિભાગ નથી. તે અલોકમાં પ્રમાતા નથી. આત્મા પ્રમેય પ્રમાણે પ્રમાતા થાય છે.
દાદાશ્રી : હજી સોએક અવતાર તમારે કરવા છે કે પછી મોક્ષે જવું છે વહેલું ? તો ‘જ્ઞાની પુરુષ” એવી ચિઠ્ઠી લખી આપે. તે ચાહે સો કરે. કારણ કે તેઓ કોઇ ચીજના કર્તા ના હોય. ‘જ્ઞાની પુરુષ' મોક્ષદાતા કહેવાય.
પ્રશ્નકર્તા: એ તો રસ્તો ચીંધે પણ પછી કરવું તો આપણે જ છે ને?
દાદાશ્રી : ક્રિયાશક્તિ પોતાના હાથમાં નથી. ભાવશક્તિ એકલી પોતાના હાથમાં છે. આપણે બહુ ત્યારે એમ કરાય કે મારે ‘દાદા'ની આજ્ઞા પાળવી છે, એવો ભાવ કરી શકાય. બીજું કશું કરી શકાય નહીં. એક ભાવશક્તિ જ વાપરવાની છૂટ છે. આ તો કહેશે, ‘હું સુરત જઇને આવ્યો.” અલ્યા, ગાડી સુરત ગઇ કે તું ગયો ? પાછો ‘હું થાકી ગયો.’ કહે ! હવે ‘ગાડી સુરત ગઈ અને સુરત આવ્યું ને હું ઊતર્યો' એમ બોલે તો થાકેય ના લાગે. ‘હું કરું છું” એ ભ્રાંતિ છે. કર્તાપદ એ ભ્રાંતિપદ છે, એવું તમને કોઈ દિવસ નહીં સમજાયેલું ?