________________
આપ્તવાણી-૪
ભાવમાં ભળ્યો, તો ભાવ્ય !
‘મહીંલા ભાવકે ભાવ્ય ભળે તો, ચિતરામણ નવું થાય જ છે સ્તો.’-નવનીત.
૨૭૫
મહીં ભાવ થાય છે તેની મહીં ભાવ્ય ભળી જાય છે. તેનાથી નવું ચિતરામણ થાય છે. આત્મા ભાવ્ય છે ને મહીં ભાવકો ભાવ કરાવડાવે છે. તે ભાવ થાય છે તેનો શો વાંધો છે ? ભાવ્ય ભાવમાં ભળે નહીં ને જોયા જ કરે કે, “ઓહોહો ! મહીંલા ભાવકો આવા હઉ ભાવ કરાવડાવે છે ?’ ભાવકો છો ને ગમે તેવા ભાવ કરાવે, તેને ‘આપણે’ જોયા કરીએ તો આપણને બંધન નથી. આ છેલ્લું સાયન્સ છે.
ભાવકતું સ્વરૂપ !
પ્રશ્નકર્તા : એ કેવી રીતે સમજ પડે કે આ ભાવકે ભાવ કરાવ્યો? જરા વિસ્તારથી સમજાવો.
દાદાશ્રી : આપણે મુંબઇની વસ્તીમાં રહેલા હોઇએ ને એકાએક બહાર જવાનું થયું ને રણ આવીને ઊભું રહ્યું. જયાં કોઇ ઝાડ ના મળે, છાંયડો ના મળે, ત્યાં આગળ એવા ભાવ થાય કે ‘કયાં બેસીશું ને કયાં ઠંડક લઇશું, કયાં આશરો લઇશું ?” એ ભાવો મહીંલા ભાવકો કરાવડાવે છે. તે બધા મહીં જ બેઠા છે. અને આ મોક્ષપંથ પર આખુંય જગત ચાલી જ રહ્યું છે. આ તો આખો પ્રવાહ જ છે ને બધા જીવો પ્રવાહરૂપે ચાલી જ રહ્યા છે. તે રસ્તે જતાં જાત જાતના ભાવકો આવે છે.
પ્રશ્નકર્તા : એનો અર્થ એવો થયો કે એ શાતા-અશાતા વેદનીય થઇ?
દાદાશ્રી : ના,ના. શાતા-અશાતા વેદનીય નહીં, વેદનીય એ તો વેદનીય જ કહેવાય. અને આ તો ભાવકો છે. જાત જાતનાં ભાવ કરાવડાવે. આપણે ભય ના કરવો હોય, આપણે નિર્ભય હોઇએ, પણ આમ સાપ જતો જોઇએ તો તરત જ ભયનો ભાવ કરાવડાવે. કરાવડાવે કે ના કરાવડાવે ?
પ્રશ્નકર્તા ઃ કરાવડાવે. ત્યારે તો એ વિકલ્પ કહેવાય ?
આપ્તવાણી-૪
દાદાશ્રી : ના. વિકલ્પય ના કહેવાય. સાપ જાય ને તેમાં તન્મયાકાર થયો તે ભયનો ભાવ કરાવડાવે. એ ભયનો ભાવક છે.
૨૭૬
ભાવકતો આધાર, સંસારીજ્ઞાત !
આ ‘સાંસારિક જ્ઞાન’ છે, તે ભાવક કરાવે એવું જ્ઞાન છે. જો ‘મૂળ જ્ઞાન’ હોય તો એ ભાવકો નામ ના દે. ‘મૂળ જ્ઞાન’ એટલે ‘હું શુદ્ધાત્મા છું' એનું ભાન થવું તે, પછી ભાવકોનું કશું ચાલે નહીં. ‘મૂળ જ્ઞાન’ થાય નહીં ત્યાં સુધી ભાવકો જ અથાડ અથાડ કરે. અહીંથી ધક્કા મારે ને ત્યાંથી ધક્કા મારે, તે ફૂટબોલની જેમ અથડાવે.
પ્રશ્નકર્તા : આ ભાવકો અંતઃકરણના કયા ભાગમાં હોય ? મનમાં હોય ?
દાદાશ્રી : ના. ભાવકો તો અંતઃકરણથીય જુદા છે ! એ અંતઃકરણમાં ના આવે. અંતઃકરણ તો ભાવકોનું દોર્યું દોરવાય. ભાવકો આત્માને મૂર્છિત કરે, એટલે આત્મા ભાવ્ય થાય. એટલે પછી આ અંતઃકરણ ચાલુ થાય. અને જો ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન રહે તો એવા લાખ ભાવક આવે તોય કશો વાંધો નથી. મહીં ભાવક એકલો નથી. ક્રોધક, લોભક, નિંદક, ચેતક એવા બધા કેટલાય ‘ક’ મહીં છે. ‘ક’ એટલે કરાવનારા છે. મહીં તો આખું બ્રહ્માંડ છે !
પ્રશ્નકર્તા : એટલે ભાવકો આત્માને મૂર્છિત કરી દે એવા ભાવ ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : ના, એવું નથી. ભાવકો એવું ઊભું કરે છે કે આત્મા મૂર્છિત થઇ જાય. મૂર્છિત એટલે પોતાના સ્વરૂપનું ભાન ખોઇ નાખે. જેમ અહીં આગળ કશું ગેસનું ફૂટયું હોય તો માણસ બેભાન થઇ જાય છે ને ? એવા આત્માને ભાવકો ભાવ કરાવે છે તેની અસર થાય છે. અસર કોને ના થાય ? પોતાના ‘સ્વરૂપ’નું ભાન હોય તેને ના થાય. નહીં તો આ ‘સાંસારિક જ્ઞાન’ આત્માને અસરથી મુક્ત રાખતું નથી. આ સંયોગોનું દબાણ એટલું બધું છે કે એને અસરમુક્ત રહેવા દેતું નથી. જયારે ‘હું