________________
આપ્તવાણી-૪
૨૬૮
આપ્તવાણી-૪
કર્મ અને વ્યવસ્થિત'
કર્મ-લયની પ્રતીતિ !
પ્રશ્નકર્તા : આપ જે ‘વ્યવસ્થિત’ કહો છો તે કર્મ પ્રમાણે છે ?
દાદાશ્રી : કર્મથી કંઇ જગત ચાલતું નથી. જગત ‘વ્યવસ્થિત શક્તિ’ ચલાવે છે. તમને અહીં કોણ તેડી લાવ્યું ? કર્મ ? ના. તમને ‘વ્યવસ્થિત’ તેડી લાવ્યું. કર્મ તો મહીં પડયું જ હતું. તે ગઇ કાલે કેમ ના તેડી લાવ્યું કે આજે લાવ્યું ? ' વ્યવસ્થિત' કાળ ભેગો કરે, ક્ષેત્ર ભેગું કરે, બધા જ સંયોગો ભેગા થયા તે તમે અહીં આવ્યા. કર્મ તો ‘વ્યવસ્થિત'નો એક અંશ છે.
પ્રશ્નકર્તા : કર્મસંસ્કારનો લય થયો એ શી રીતે ખબર પડે ?
દાદાશ્રી : જેના સંબંધમાં આપણું કર્મ હોય ત્યાં રાગ કે દ્વેષ ના રહે, ત્યાં જાણવું કે આપણું કર્મ લય થઇ ગયું છે. અને આપણને ગમો કે અણગમો થયા કરતો હોય તો જાણવું કે કર્મની સત્તા હજી ચાલુ છે.
પગલતાં કર્મબંધત કઈ રીતે ?
ભાવબીજ સામે ચેતો !
ભગવાને કહ્યું, ‘તું પરમાત્મા છે. દ્રવ્ય-ભાવથી છુટો છે. સંયોગ માત્રથી છૂટો છે. ત્યારે લોક સંયોગમાં વધારે વળગ્યા.
આપણી પાસે હાથમાં બીજ હોય અને બીજું નીચે જમીન ઉપર પડી ગયું હોય તો એ બેમાં ફેર ના કહેવાય ?
એટલે ભગવાને શું કહ્યું કે હાથનું બીજ હોય તેને ધીમે રહીને આઘુંપાછું મૂકી દેજે. પણ પડી ગયેલાં બીજની તપાસ કરજે. કારણ કે બીજા સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' એને મળી જાય તો ઊગી નીકળે, ને બી જમીનમાં પડયું એટલે એને બીજા ‘એવિડન્સ' મળી આવે, માટે ત્યાં ચેતજે. જરાક કૂંપળ ઊગી હોય તો તેને તરત જ ઊખેડીને ફેંકી દેજે, નહીં તો ઝાડરૂપે થશે.
અત્યારે મહીં બીજા આડા અવળા ભાવ આવે છે, તે પડી ગયેલાં બીજ છે. તમારે હવે જીવડું મારવું નથી, છતાંય જીવડું તમારા પગ નીચે વટાઇ જાય તો જાણવું કે આ પડી ગયેલું બીજ. ત્યાં જાગૃત રહીને પ્રતિક્રમણ કરી લેવું.
જગતમાં યજ્ઞ ચાલ્યા કરે છે, એમાં બધાં કર્મો હોમ્યા કરે છે ને નવા કર્મો બંધાય છે.
પ્રશ્નકર્તા : પરમાણુઓ અને કર્મબંધન એ બંનેની લિંક શું ? કર્મબંધન કેવી રીતે થાય છે ?
દાદાશ્રી : આત્માની ચૈતન્યશક્તિ એવી છે કે ‘રોંગ બીલિફ'થી વિકલ્પ થાય છે. ‘આ હું છું, આ હું છું.’ તે ‘રોંગ બીલિફ ' ઊભી થાય છે, અને એ જ કર્મબંધન છે. જેમ અરીસામાં જોવાથી તરત જ ફોટો પડે છે, તેમ પરમાણુઓ સક્રિય હોવાથી જેવો વિકલ્પ થાય કે તરત જ પરમાણુઓ બધાં એવાં ઊભા થઇ જાય છે. મૂળ પરમાણુ ‘તત્વ સ્વરૂપે છે, પછી ભેગાં થાય ત્યારે અવસ્થાવાળાં થઇ જાય છે. આ બધા સક્રિયના ચમત્કાર છે. આત્માને આ પુદ્ગલ તત્ત્વ જ મૂંઝવે છે. એનું સક્રિયપણું જ મૂંઝવે છે. પુદ્ગલનું સક્રિયપણું એવું છે કે પોતે અજીવ છે છતાં જીવ જેવું ભાસે છે. જેમ આ ચકલી અરીસામાં પોતાના પ્રતિબિંબને ચાંચ મારે છે એમ !
ચીકણાં કર્મથી ઉકેલ !
પ્રશ્નકર્તા: કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ?
દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઇ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્તમાત્ર છે. દુ:ખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. સસરા મરી ગયાનો કાગળ