________________
આપ્તવાણી-૪
૨૫૯
૨૬૦
આપ્તવાણી-૪
દાદાશ્રી : એ ગુસ્સો આવ્યો તે એનું ફળ અહીંનું અહીં તરત મળી જાય. લોકો કહે કે, “જવા દો ને એને, એ તો છે જ બહુ ક્રોધી.” કોઇ વળી એને સામી ધોલ પણ મારી દે. એટલે અપજશનું કે બીજી રીતે એને અહીંનું ફળ મળી જાય. એટલે ગુસ્સો થવો એ સ્થળકર્મ છે. અને ગુસ્સો આવ્યો તેની મહીં આજનો તારો ભાવ શું છે કે ‘ગુસ્સો કરવો જ જોઇએ.” તો તે આવતા ભવનો ફરી ગુસ્સાનો હિસાબ છે. તારો આજનો ભાવ છે કે ગુસ્સો ન કરવો જોઇએ, તારા મનમાં નક્કી હોય કે ગુસ્સો નથી જ કરવો, છતાં પણ થઇ જાય છે તો તને આવતા ભવ માટે બંધન ના રહ્યું. આ સ્થૂળકર્મમાં તને ગુસ્સો થયો તો તેનો તારે આ ભવમાં માર ખાવો પડશે. તેમ છતાં પણ તને આવતા ભવનું બંધન નહીં થાય. કારણકે સૂક્ષ્મકર્મમાં તારો નિશ્ચય છે કે ગુસ્સો ના જ કરવો જોઇએ. અને હવે કોઇ માણસ કોઇની ઉપર ગુસ્સે નથી થતો, છતાં મનમાં કહેશે કે, “આ લોકોની ઉપર ગુસ્સો કરીએ તો જ એ સીધા થાય એવા છે' તે આનાથી આવતા ભવે એ પાછો ગુસ્સાવાળો થઇ જાય ! એટલે બહાર જે ગુસ્સો થાય છે તે સ્થળકર્મ છે ને તે વખતે મહીં જે ભાવ થાય છે તે સુક્ષ્મકર્મ છે. સ્થૂળકર્મનું બિલકુલ બંધન નથી, જો આ સમજો તો. તેથી આ સાયન્સ' મેં નવી રીત મૂકયું છે. અત્યાર સુધી સ્થૂળકર્મથી બંધન છે એવું જગતને ઠસાવી દીધું છે, અને તેથી લોકો ભડક ભડક થાય છે.
હવે ઘરમાં સ્ત્રી હોય, પૈણ્યા હોય અને મોક્ષે જવું છે, તે મનમાં થયા કરે કે, ‘હું પચ્યો તે હવે શી રીતે મોક્ષે જવાય ?” અલ્યા, સ્ત્રી નથી નડતી, તારાં સૂક્ષ્મકર્મ નડે છે. તારા સ્થૂળકર્મ કોઇ નડતાં નથી. એ મેં ‘ઓપન’ કર્યું છે, આ સાયન્સ ‘ઓપન' ના કરું તો મહીં ભડકાટ, ભડકાટ, ભડકાટ રહે; મહીં અજંપો, અજંપો, અજંપો રહે ! પેલા સાધુઓ કહે કે અમે મોક્ષે જઈશું. અલ્યા, તમે શી રીતે મોક્ષે જવાના છો તે ? શું છોડવાનું છે તે તો જાણતા નથી. તમે તો સ્થૂળને છોડયું. આંખે દેખાય, કાને સંભળાય, એ છોડયું. એનું ફળ તો આ ભવમાં જ મળી જશે. આ સાયન્સ નવી જ જાતનું છે ! આ તો અક્રમવિજ્ઞાન છે, જેનાથી આ લોકોને બધી રીતે ‘ફેસીલિટી' થઈ પડે. કંઇ બૈરી છોડીને નાસી જવાય ? અને બૈરી છોડીને નાસી જઇએ અને આપણો મોક્ષ થાય, એ બનેય ખરું ? કો’કને દુ:ખ દઇ ને આપણો મોક્ષ થાય, એ બને ખરું ? એટલે બૈરી
છોકરાંની ફરજો બધી જ બજાવો. અને સ્ત્રી જે જમવાનું આપે તે નિરાંતે ખાવ, પણ એ બધું સ્થળ છે, એ સમજી જજો ! સ્થળની પાછળ તમારો અભિપ્રાય એવો ના રહેવો જોઇએ કે જેથી કરીને સૂક્ષ્મમાં ચાર્જ થાય. એટલા માટે મેં તમને ‘પાંચ વાક્યો આપ્યાં છે. મહીં અભિપ્રાય એવોના રહેવો જોઇએ કે, ‘આ ‘કરેક્ટ' છે, હું જે કરું છું, જે ભોગવું છું, એ કરેક્ટ છે.' એવો અભિપ્રાય ના હોવો જોઇએ. બસ, આટલો તમારો અભિપ્રાય જ ફર્યો કે બધું થઇ ગયું.
છોકરાંમાં ખરાબ ગુણો હોય તો માબાપ તેને ટૈડકાવે છે, અને કહેતાં ફરે કે, “મારો છોકરો તો આવો છે, નાલાયક છે, ચોર છે.” અલ્યા, એ એવું કરે છે તે કરેલાને મેલને પૂળો. પણ અત્યારે એના ભાવ ફેરવને ! એના મહીંના અભિપ્રાય ફેરવને !! એના ભાવ કેમ ફેરવવા તે માબાપને આવડતું નથી. કારણકે ‘સર્ટિફાઇડ માબાપ નથી. ‘સર્ટિફિકેટ’ નથી અને માબાપ થઈ ગયાં છે ! છોકરાંને જો ચોરીની કુટેવ પડી ગઈ હોય તો માબાપ તેને ટૈડકાવ ટૈડકાવ કરે, માર માર કરે, કે ‘તને અક્કલ નથી, તું આમ કરે છે, તેમ કરે છે.' એમ ઝૂડ-ઝૂડ કરે. આમ, માબાપ ‘એક્સેસ' બોલે! હંમેશાય ‘એક્સેસ' બોલેલું ‘હેલ્પ’ ના કરે. એટલે છોકરો શું કરે? મનમાં નક્કી કરે કે ‘છોને એ બોલ્યા કરે, આપણે તો એવું કરવાના જ' તે આ છોકરાને માબાપ વધારે ચોર બનાવે છે. દ્વાપર, ને ત્રેતા ને સત્યુગમાં જે હથિયારો હતાં તે આજે કળિયુગમાં લોકોએ વાપરવા માંડયાં. છોકરાને ફેરવવાની રીત જુદી છે. એના ભાવ ફેરવવાના. એના પર પ્રેમથી હાથ ફેરવીને કહેવું કે, “આવ બા ! છો ને તારી બા બૂમાબૂમ કરતી. બૂમાબૂમ કરે, પણ તું આવી રીતે કોઇની ચોરી કરી, એવું કોઇ તારા ગજવામાંથી ચોરી જાય તો તને સુખ લાગે ? તે વખતે તને મહીં કેવું દુઃખ થાય ? એમ સામાનેય દુઃખ ના થાય ?!” તેવી આખી ‘થીયરી' છોકરાને સમજાવવી પડે. એક વખત એને ઠસી જવું જોઇએ કે આ ખોટું છે. તમે એને માર માર કરો તો એનાથી તો છોકરાં હઠે ચઢે છે. ખાલી રીત જ ફેરવવાની છે.
આ તો બાપ ફોજદાર જેવો હોય. ઘરમાં બૈરીથી હસાય નહીં, છોકરાથી હસાય નહીં, મોટું ખુલ્લું થાય નહીં. એટલો બધો તો એનો કડપ