________________
આપ્તવાણી-૪
વિચારમાં આત્મા તન્મયાકાર થયો તો તેને આશ્રવ થયો કહેવાય. જો એ અતિક્રમણનું તરત જ પ્રતિક્રમણ થઇ જાય તો તે ભૂંસાઇ જાય ને પ્રતિક્રમણ ના થાય તો બંધ પડી જાય.
૨૫૫
જિંદગી એક નકામી જાય તેનો વાંધો નથી, પણ આ તો બીજી સો જિંદગીના બંધ પાડી દે છે તેનો વાંધો છે.
પ્રશ્નકર્તા : સંવર એટલે શું ?
દાદાશ્રી : સંવર એટલે ‘ચાર્જ’ થતું બંધ થઇ જવું તે. ‘હું ચંદુલાલ છું' એ ભાન છે ત્યાં સુધી આશ્રવ અને બંધ બંનેય ચાલુ રહે છે. અને ‘હું શુદ્ધાત્મા છું’ એ ધ્યાન રહ્યું કે સંવર રહે. તમને ‘હું શુદ્ધાત્મા છું’નું
ધ્યાન કેટલો વખત રહે છે ?
પ્રશ્નકર્તા : આપે જ્ઞાન આપ્યા પછી નિરંતર રહે છે.
દાદાશ્રી : માટે હવે તમારે બંધ ના પડે. સંવર રહે અને પહેલાંના આશ્રવની નિર્જરા થયા કરે. હવે નવો બંધ પડતો નથી, કર્મનિર્જરા તો જીવમાત્રને થયા જ કરે છે. સ્વરૂપનું ભાન ના હોય તો નિર્જરા થાય ને જોડે જોડે બંધ પણ પડે અને ‘સ્વરૂપજ્ઞાન’ પછી ખાલી નિર્જરા જ થયા કરે. બીજા શબ્દોમાં ‘ચાર્જ' થતું બંધ થઇ જાય, એટલે ખાલી ‘ડિસ્ચાર્જ’ જ બાકી રહે. જેવા ભાવે બંધ પડેલા તેવા ભાવે નિર્જરા થાય. ફકત તમારે નિર્જરતી વખતે સંવર રહે, અબંધ પરિણામ રહે અને બીજાને બંધ પડે.
શુદ્ધ ઉપયોગીને એક પણ કર્મ બંધાય નહીં.
પ્રશ્નકર્તા : એક જ સમયમાં બંધ છેદ થઇ શકે ?
દાદાશ્રી : હા, થઇ શકે. શુદ્ધ ઉપયોગના હિસાબે થઇ શકે. આ અક્રમ વિજ્ઞાને કરીને નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહેવાય તેમ છે.
પ્રશ્નકર્તા : ખરી તપશ્ચર્યા કઇ ? કર્મની નિર્જરા ભગવાન મહાવીરે બતાવી છે તે શું છે ?
દાદાશ્રી : જયાં સુધી સંવર ના થાય ત્યાં સુધી સકામ (મોક્ષહેતુભૂત)
૨૫૬
આપ્તવાણી-૪
નિર્જરા ના થાય. સંવર હોય તો સકામ નિર્જરા થયા કરે. એ તો ગાયોભેંસો બધાંને અકામ નિર્જરા થયા કરે છે. સંવર ઉત્પન્ન થાય તો જ સકામ નિર્જરા થાય.
પ્રશ્નકર્તા : બંધ અને અનુબંધ શું છે તે સમજાવો.
દાદાશ્રી : અનુબંધથી આપણને કર્મ ઉદયમાં આવે. કવિરાજને તમે ભેગા થાવ તે અનુબંધથી થયા. હવે તે ઘડીએ પાછો બંધ પડે. માટે જોખમ કયાં છે તે સમજી લેવાનું છે.
પ્રશ્નકર્તા : બંધ અને અનુબંધ કયા કારણથી પડે છે ? દાદાશ્રી : ‘હું ચંદુલાલ છું, આનો કર્તા છું' તે કારણથી.
પ્રશ્નકર્તા : એનાથી બંધ પડે કે અનુબંધ ?
દાદાશ્રી : અનુબંધ પડે.
પ્રશ્નકર્તા : તો બંધ કેવી રીતે પડે ?
દાદાશ્રી : અનુબંધ પડે ત્યારે એની એ જ જૂની ઘરેડ ચાલુ રહે. કર્તાપદ રહે તો ફરી બંધ પડે. અને એમાં જો ફેરફાર થઇ ગયો ને ‘હું શુદ્ધાત્મા છું’ ને કર્તા ‘વ્યવસ્થિત’ એ સમજાયું તો બંધ ના પડે. અનુબંધ છે છતાં બંધ ના પડે.
શુભાશુભતું થર્મોમીટર !
પ્રશ્નકર્તા ઃ શુભ કર્મ ને અશુભ કર્મ ઓળખવાનું થર્મોમીટર કર્યું ?
દાદાશ્રી : શુભ કર્મ આવે ત્યારે આપણને મીઠાશ લાગે, શાંતિ લાગે, વાતાવરણ શાંત લાગે; અને અશુભ આવે ત્યારે કડવાશ ઉત્પન્ન થાય, મનને ચેન પડે નહીં. અશુભ કર્મ તપાવડાવે અને શુભ કર્મ હૃદયને આનંદ આપે.
પ્રશ્નકર્તા : ઘણી વખત એમ થાય કે આપણે અશુભ કર્મ બાંધતા