________________
આપ્તવાણી-૪
એક બાજુ આ ત્રણ બેટરીઓ ‘ડિસ્ચાર્જ’ થાય છે ને નવી ત્રણ બેટરીઓ ચાર્જ થયા જ કરે છે, નવું મન બંધાયા કરે છે, નવી વાણી રેકોર્ડ થયા જ કરે છે. જયાં સુધી પોતાને સ્વરૂપનું જ્ઞાન નથી, કોઇ ‘બેઝમેન્ટ’ નથી, ત્યાં સુધી નવી બેટરીઓ પછી ‘ચાર્જ’ થયા કરે. અને એ પછી ડિસ્ચાર્જ થયા કરે. એટલે આ ખાલી બેટરીઓ જ છે. આ ત્રણેય બેટરીઓ ઊતરે છે ને નવી બેટરીઓ ચઢે છે. ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત ભાવ છે, ત્યાં સુધી બેટરીઓ ચઢયા કરે અજ્ઞાનને લઇને. અને ‘હું શુદ્ધાત્મા છું’ એ ભાન છે એટલે આપણને નવી બેટરીઓ ‘ચાર્જ’ ના થાય. જૂની તો ‘ડિસ્ચાર્જ’ થયા જ કરવાની દરેકને, અજ્ઞાનીને, જ્ઞાનીને, જાનવરોનેબધાને ‘ડિસ્ચાર્જ’ થયા જ કરવાની. એ ‘ડિસ્ચાર્જ'માં કંઇ મહેનત કરવાની હોતી નથી. ‘ડિસ્ચાર્જ’ સ્વભાવ એટલે એની મેળે ‘ડિસ્ચાર્જ’ થયા જ કરે બધું. તમે કહો, નક્કી કરો કે હાથ હલાવવો નથી, પણ હાથ હાલી જાય. કારણ કે આ બધી મશીનરીઓ ‘ડિસ્ચાર્જ’ થઇ રહી છે. હવે આપણા લોકો ડિસ્ચાર્જને ફેરફાર કરવા જાય છે, તે શી રીતે થાય ? વખતે ‘ચાર્જ’ થતી વખતે ‘ચાર્જ’ને ફેરફાર કરી શકાય. આ ‘ડિસ્ચાર્જ’ આપણી ઇચ્છા મુજબ થાય છે ત્યારે લોકોને અહંકાર ચઢી જાય છે કે મારા ધારવા પ્રમાણે જ બધું થાય છે. અને પછી પોતાની ઇચ્છા વિરુદ્ધ થાય છે ત્યારે કહે છે કે ભગવાને મને આમ કર્યું, મારા કર્મ રાંટા છે’ બધું ઊંધુચત્તું બોલબોલ કરે છે. ઇચ્છા મુજબ થાય તેય પણ ‘ડિસ્ચાર્જ’ છે, ના ઇચ્છા થાય તે પણ ‘ડિસ્ચાર્જ’ છે. એનો સ્વભાવ, એ ‘ડિસ્ચાર્જ’નો બતાવે છે. આમાં બે જાતનું થાય-એક ગમે તેવું ને એક ના ગમે તેવું થાય. આમાંથી રાગદ્વેષ જગતને ઊભો થાય. ગમે તેના પર રાગ અને ના ગમે એની ઉપર દ્વેષ ! એટલે રાગ, દ્વેષ અને ‘હું ચંદુલાલ છું’ એ અજ્ઞાન આટલાથી આ જગત ચાલી રહ્યું છે. જૈનો રાગ-દ્વેષ અને અજ્ઞાન કહે છે અને વેદાંતીઓ મળ, વિક્ષેપ અને અજ્ઞાન કહે છે.
ડિસ્ચાર્જ સ્વરૂપો, નિર્દોષ દેખે !
બહારનું તો તમે જોશો એ જુદી વાત છે, પણ તમારા જ અંદરનું તમે બધું જોયા કરશો તે વખતે તમે કેવળજ્ઞાન સત્તામાં હશો. પણ અંશ કેવળજ્ઞાન થાય, સર્વાંશ નહીં. અંદર ખરાબ વિચારો આવે તેને જોવા,
૨૪૩
આપ્તવાણી-૪
સારા વિચારો આવે તેને જોવા. સારા ઉપર રાગ નથી અને ખરાબ ઉપર
દ્વેષ નથી. સારું-ખોટું જોવાની આપણે જરૂર નથી. કારણ કે સત્તા જ મૂળ આપણા કાબૂમાં નથી. એટલે જ્ઞાનીઓ શું જુએ ? આખા જગતને નિર્દોષ જુએ. કારણ કે આ બધું ‘ડિસ્ચાર્જ’ માં છે, એમાં એમનો બિચારાનો શો દોષ ? તમને કોઇ ગાળ ભાંડે તે ‘ડિસ્ચાર્જ’, ‘બોસ' તમને ગૂંચવે તૈય ‘ડિસ્ચાર્જ’ જ છે. બોસ તો નિમિત્ત છે. કોઇનો દોષ જગતમાં નથી. જે દોષ દેખાય છે તે પોતાની જ ભૂલ છે, અને એ જ ‘બ્લેન્ડર્સ’ છે, અને તેનાથી જ આ જગત ઊભું રહ્યુ છે. દોષ જોવાથી, ઊંધું જોવાથી જ વેર બંધાય છે.
૨૪૪
ડ્રામેટિકમાં કર્તાપદ નહીં !
યથાર્થ દર્શન ના થયું અને જેમ આ જગતના લોકો જુએ છે, લૌકિક દર્શનથી કે ‘આ મારા સાળા થાય, આ મારા મામા થાય, આ મારા કાકા થાય' એમ મારા બોલવાથી રાગ થાય અને ‘આ’ સ્વરૂપજ્ઞાન મળ્યા પછી ‘મારું’ બોલવાનું, પણ એ ‘ડ્રામેટિક’ હોય. એમાં ‘ડ્રામેટિક’ ભાવ હોય. વાત ટૂંકી ને ટચ છે. ખાલી વાતને સમજવાની જ છે !
આ મન, વાણી ને વર્તન, જે ‘ડિસ્ચાર્જ’ થયા કરે છે તેને ખાલી હવે જોયા જ કરવાનું છે. ‘ડિસ્ચાર્જ’ આપણી સત્તામાં નથી. ત્યાં આ આપણે ડખો કરવા જઇએ તો તેમાં કશો ભલીવાર આવે નહીં. ‘આપણે' તો ‘ચંદુભાઇ’ શું કરી રહ્યા છે તેને જોયા જ કરવાનું છે. ભગવાન મહાવીર આ એક જ કરતા હતા. જે પોતાનું પુદ્ગલ હતું, તેમાં શું ચાલી રહ્યું છે તેને જ જોતા હતા. એક પુદગલને જ જોતા હતા, બીજું કશું જ
જોતા નહોતા. કેવા ડાહ્યા હતા એ ! જેની વાત કરતાં જ આનંદ થાય !!!
પ્રશ્નકર્તા : પણ સંસારમાં ડ્રામેટિકમાં પણ પોતાને કરવું તો પડે ને ?
દાદાશ્રી : ‘ડ્રામેટિક’માં તો કરવું પડે નહીં, બધું થયા જ કરે છે. અને કશું કરવા જેવુંય નથી, એની મેળે જ થયા જ કરે ! ઊંધવાના ટાઇમે ઊંઘ આવી જાય, જાગવાનાં ટાઇમે જાગી જાય. બધું થયા જ કરે છે. આમાં ‘કરવું પડે કે કરવા જેવું છે' એવુંય ના બોલાય ને ‘નથી