________________
આપ્તવાણી-૪
પ્રશ્નકર્તા ઃ તીવ્ર ઇચ્છા પૂરી કરવાનો ઉપાય શો ?
દાદાશ્રી : જેની તીવ્ર ઇચ્છા થઇ તે વસ્તુ ભેગી થયા વગર રહે જ નહીં. બે વર્ષે, પાંચ વર્ષેય ભેગી થાય. તીવ્ર ઇચ્છા સ્વયં કહે છે કે તે પૂરી થવાની જ. મોક્ષે જનારની બધી જ ઇચ્છાઓ પૂરી થાય ત્યારે જ મોક્ષે જવાય.
૨૩૫
ઈચ્છા, તેનાં પ્રત્યાખ્યાન !
તમારે બધાએ મહીં તપાસ કરવી કે કઇ કઇ ઇચ્છાઓ રહી ગઇ છે. પહેલું પૂછવું કે ‘સિનેમા જોવાની ઇચ્છા છે ?” તો ‘નથી’ કહેશે. પછી બીજું પૂછવું, ત્રીજું પૂછવું, મહીંથી જવાબ મળશે. સવારે ઊઠતાંની સાથે પાંચ વખત સાચા દિલથી બોલવું, ‘આ જગતની કોઇ પણ વિનાશી ચીજ મને ખપતી નથી.’ આટલું બોલીને ચાલવું તેમ છતાં ઇચ્છા થાય તો તરત પ્રત્યાખ્યાન કરી નાખવું. ઇચ્છા નથી, છતાં ઇચ્છા થઇ જાય, પ્લસ થઇ જાય તો આ રીતે માઇનસ કરી નાખવાનું. પછી જોખમદારી ના રહે.
પ્રશ્નકર્તા : મહીં આશા, નિરાશા કેમ આવે છે ?
દાદાશ્રી : આશા, નિરાશા, ઇચ્છાઓ દેહનો ધર્મ છે. એ એનો ધર્મ બજાવ્યા જ કરે. આત્માને કશી ઇચ્છા છે ? આત્માને ઇચ્છા થાય તો તો આત્મા ભિખારી થયો કહેવાય. આત્મા પ્રાપ્ત થયા પછી જે જે ઇચ્છાઓ થતી લાગે છે, તે બધી ‘ડિસ્ચાર્જ’ ઇચ્છાઓ છે, એ નિકાલી ઇચ્છાઓ છે. ‘ચાર્જ’ ઇચ્છા એ બંધન છે.
પ્રશ્નકર્તા : ઇચ્છા ચાર્જ થઇ ક્યારે કહેવાય ?
દાદાશ્રી : ‘હું ચંદુલાલ છું' એ નક્કી છે તમારે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો પછી કર્તા વગર શી રીતે કર્મ બંધાય ? ‘હું ચંદુલાલ છું' એ અજ્ઞાન છે, અને અજ્ઞાનથી કર્તાપદ છે. અજ્ઞાન ગયું કે કર્તાપદ ઊડયું. પછી ‘ચાર્જ' ના થાય. ‘ડિસ્ચાર્જ’ એકલું જ રહે.
܀܀܀܀܀
(૩૨)
ટી.વી.ની ટેવો !
...ત્યારે અગત્યતા શેતી ? !
દાદાશ્રી : રવિવારે તમારા નજીકમાં જ સત્સંગ હોય છે તો કેમ આવતા નથી ?
પ્રશ્નકર્તા : રવિવારે ટી.વી. જોવાનું હોયને, દાદા !
દાદાશ્રી : ટી.વી.ને ને તમારે શું સંબંધ ? આ ચશ્મા આવ્યા છે તોય ટી.વી. જુઓ છો ? આપણો દેશ એવો છે કે ટી.વી. ના જોવું પડે, નાટક ના જોવું પડે, બધું આ અહીં ને અહીં રસ્તા પર થયા કરે છે ને ?
પ્રશ્નકર્તા : એ રસ્તે પહોંચીશું ત્યારે એ બંધ થશેને ?
દાદાશ્રી : કૃષ્ણ ભગવાન ગીતામાં એ જ કહી ગયા કે મનુષ્યો અનર્થ ટાઇમ વેડફી રહ્યા છે. ખાવા માટે, નોકરીએ જાય એ તો કંઇ અનર્થપૂર્વકનું ના કહેવાય. જયાં સુધી પેલી દૃષ્ટિ મળે નહીં ત્યાં સુધી આ દૃષ્ટિ છૂટે નહીંને ?
લોક શરીરે ગંધાતો કાદવ કયારે ચોપડે ? એને લહાય બળે ત્યારે.
એવું આ ટી.વી., સિનેમા, બધું ગંધાતા કાદવ કહેવાય. એમાંથી કશો સાર