________________
આપ્તવાણી-૪
૨૩૧
‘પ્રેક્ટિસ’ કર્યા જેવું છે !
સંયમી એકલા જ જાગૃત હોય. સંયમી પુરુષ તો એક ખોટમાંથી બીજી ખોટ ઉત્પન્ન ના થવા દે. કોઇ જતો હોય ને તેનાથી આપણી પર દેવતા પડ્યો ને મહીં કઢાપો-અજંપો થયો, તે એક ખોટ તો ગઇ ને બીજી ભયંકર ખોટ ઊભી થઇ. આમ નાદારી જ કાઢે. એક ખોટમાંથી અનંત ખોટો ઊભી કરે. જયારે જ્ઞાન એને ખંખેરી નાખે અને એનાથી જે સંયમ સુખ ઉત્પન્ન થાય એનું તો વર્ણન ના થઇ શકે એવું હોય.
વ્યવહાર સારો કયાંથી ગણાય ? જયારથી સંયમિત થાય ત્યારથી, અસંયમીનો વ્યવહાર પૂરેપૂરો ના ગણાય. ‘જ્ઞાની પુરુષ'નાં તો વાણી, વર્તન, બધું સંયમિત હોય, મનોહર હોય.
(૩૧) ઈચ્છાપૂર્તિનો કાયદો !
લોભ સામે સંયમ, કઈ રીતે ?
કુદરત, કેવી કાયદેસર !
પ્રશ્નકર્તા : માનનો સંયમ, લોભનો સંયમ એ જરા સમજાવો.
દાદાશ્રી : એવું છે, કેટલાક માણસને માનનો સંયમ અમુક અંશે આવી ગયો હોય છે. કોઇ ગાળ ભાંડે, અપમાન કરે તો તે અર્ધ સંયમ પાળી શકે. ત્યારે લોભના વિષયમાં બેભાન થઇ જાય. ત્યાં આગળ અસંયમ વધારે ઉત્પન્ન થાય. પછી મોડેથી જાગૃતિ આવે તે વનફોર્થ (૧/૪) સંયમ થાય. વણિકને લોભની ગ્રંથિ મોટી હોય. ને ક્ષત્રિયને માનની ગ્રંથિ મોટી હોય. જેને જે ગ્રંથિ મોટી હોય તેમાં સંયમ ના સચવાય. ત્યાં પુરુષાર્થ ધર્મમાં ને પરાક્રમમાં આવવું પડે.
પરિષહ કે ઉપસર્ગ આવે છતાંય મહીં અસર ના થવા દે અને અસર થાય તો તેને ‘જાણે” તે સંયમ. વેદનને ‘જાણે” તે સંયમ. ભગવાન મહાવીર જાણતા જ હતા, વેદતા નહોતા ‘ડ્રામેટિકલી’ જ વેદતા હતા.
જગતમાં વસ્તુઓ સંખ્યાત છે અને મનુષ્યોની ઇચ્છાઓ અસંખ્યાત છે, અનંત છે. દુનિયાના લોકોની ઇચ્છાઓની નોંધ કરીએ અને જગતની તમામ લક્ષ્મીની નોંધ કરીએ તો મેળ ખાય ?
પ્રશ્નકર્તા : ઇચ્છાઓ પૂરી થાય તે માટે શું કરવું જોઇએ ?
દાદાશ્રી : મનનો સ્વભાવ કેવો છે કે નવું ખોળે. ઘરમાં નવો સોફો ખોળે, નવો ફલેટ ખોળે. તબિયત સારી હોય તો ફલેટની વાત કરે ને તબિયત બગડી એટલે કહેશે, ‘ફલેટ હવે નથી જોઇતો.' તબિયત સુધરે એવી બાધાઓ રાખે ! મન તો વાંદરાની પેઠે કુદકા મારે, ને પાછું વગર પૂછડીએ ! કુદરત શું કહે છે કે “હું તને જે આપું તેને કરેક્ટ માન, ‘વ્યવસ્થિત' છે એમ માન.’’ તારી બધી જ ઇચ્છાઓ હું ધીમેધીમે, મારી જોગવાઈ એ પૂરી કરીશ. તારા મરતાં પહેલાં તારી ઇચ્છાઓ પૂરી કરીશ.”
ઈચ્છા મરી જાય ત્યારે વસ્તુ ભેગી થાય. એક જણ પંચાવન વર્ષનો હતો ત્યાં સુધી પૈણવાના વિચાર કરે ને લોકોને કહે કહે કરે કે કોઈ કન્યા