________________
આપ્તવાણી-૪
ઊભી ના રહે, તૃષ્ણા તૂટી જાય. તૃપ્તિ અને સંતોષમાં ઘણો ફેર છે. સંતોષ તો બધાંને થાય, પણ તૃપ્તિ તો કો'કને જ હોય. સંતોષમાં ફરી વિચાર આવે. દૂધપાક પીધા પછી તેનો સંતોષ થાય પણ તેની ઇચ્છા ફરી રહે. આને સંતોષ કહેવાય. જયારે તૃપ્તિમાં તો ફરી ઇચ્છા જ ના થાય, એનો વિચારેય ના આવે. તૃપ્તિવાળાને તો વિષયનો એકુય વિચાર જ ના આવે. આ તો ગમે તેવા સમજદાર હોય પણ તૃપ્તિ ન હોવાથી વિષયોમાં ફસાઇ પડયા છે ! વીતરાગ ભગવાનનું વિજ્ઞાન એ તૃપ્તિ જ લાવનાર છે.
૨૨૭
લોકો કહે છે, ‘હું ખાઉં છું.’ અલ્યા, ભૂખ લાગી છે તેને હોલવે છે ને ? આ પાણીની તરસ સારી, પણ લક્ષ્મીની તરસ ભયંકર કહેવાય ! એની તૃષ્ણા ગમે તેવા પાણીથી ના છીપે.
આ ઇચ્છા પૂરી થાય જ નહીં. સંતોષ થાય પણ તૃપ્તિ ના થાય. સંતોષ એ ‘સાયકોલોજીકલ' પરિણામ છે, એ ટકે નહીં.
સાધનોમાં તૃપ્તિ માનવી એ મનોવિજ્ઞાન છે, ને સાધ્યમાં તૃપ્તિ માનવી એ આત્મવિજ્ઞાન છે.
܀܀܀܀܀
(૩૦)
સંયમ પરિણામ
યથાર્થ સંયમ કોને કહેવાય ?
બાહ્ય સંયમને ભગવાને સંયમ કહ્યો નથી. એ તો ઉદયાધીન છે. ઉદયાધીન સંયમને મેં સંયમ કર્યો.’ કહે એ ભ્રાંતિ છે.
પ્રશ્નકર્તા : સાચા અર્થમાં સંયમ પરિણામ કોને કહેવાય ?
દાદાશ્રી : પરપરિણતિ જ ઉત્પન્ન ના થાય એ સંપૂર્ણ સંયમ કહેવાય. અને વૃત્તિઓ પોતાના ગામ ભણી પાછી ફરવા માંડી. અંશરૂપે શરૂઆત થઇ તેને સંયમ કહેવાય. સંયમ પરિણામ સમકિત પછી થાય.
વિષયોના સંયમને સંયમ ના કહેવાય. ક્રોધ, માન, માયા, લોભના સંયમને સંયમ પરિણામ કહેવાય. બાકી આ ત્યાગ છે એ તો વસ્તુઓનો ત્યાગ છે, લક્ષ્મીનો ત્યાગ છે, વિષયોનો ત્યાગ છે, એમાં તો ના કહેવાય નહીં. પણ એને ત્યાગ કહેવાય, ભગવાનની ભાષાનો સંયમ ના કહેવાય. દેહના સંયમને સંયમ ના કહેવાય, એ ઉદયાધીન છે. પૂર્વ પ્રારબ્ધાધીન છે. જયારે સંયમિત મન એ પુરુષાર્થ આધીન છે.
ભયંકર વિષમ પરિસ્થિતમાં સંયમ રહેવો જોઇએ.