________________
આપ્તવાણી-૪
૨૨૫
સમતા, ત્યાં રાગદ્વેષ નહીં !
સમતા બહુ મોટી વસ્તુ છે. લોકો ઘેર વહુ બોલી હોય ને સાંભળી લે તેને સમતા કહે છે. પણ એ સમતા ના કહેવાય. મહીં અજંપો થયા કરે છે એને સમતા કેમ કહેવાય ?
સમતા કોનું નામ કે ફૂલ ચઢાવે તો તેની પર રાગ નથી કે ગાળો દે તેની પર દ્વેષ નથી એનું નામ સમતા. શુભ હોય કે અશુભ હોય બન્નેને સમાન ગણે. શુભાશુભમાં રાગદ્વેષ નહીં તેનું નામ સમતા. આવું તો વીતરાગો જ સમાન ગણી શકે.
સમભાવ : સમતા - ફેર શો ?
પ્રશ્નકર્તા : સમતા અને સમભાવમાં ફેર શો ?
દાદાશ્રી : ઘણો ફેર. સમભાવ એટલે શું ? આ ત્રાજવું આ બાજુ નમ્યું એટલે બીજી બાજુ થોડું કશુંક નાખીને સરખું કરે તે આ દેડકાંની પાંચશેરી કેટલો વખત ટકે ? છતાંય સમભાવને ઉત્તમ ભાવ ગણ્યો છે. બેલેન્સ રાખવા પ્રયત્ન કરે છે ને ? અને સમતા એટલે તો ફૂલ ચઢાવે તેની પર રાગ નહીં ને પથ્થર મારે તો તેના પર દ્વેષ નહીં, ઉપરથી એને આશીર્વાદ આપે !
‘સમભાવે તિકાલ' - નક્કી થયે ઉકેલ !
આ ‘અક્રમ’નું ‘સમભાવે ફાઇલોનો નિકાલ' - એ તો એક અજાયબ વસ્તુ છે ! આ અમારી આજ્ઞા પાળવાનું તમે નક્કી કરો કે ‘ફાઇલોનો સમભાવે નિકાલ' કરવો જ છે, તો એ તમને હાજર થઇ જશે. આપણો નિશ્ચય જોઇએ કે નિકાલ કરવો છે, આ શબ્દો જ જ્ઞાન રૂપે છે. પછી બહારનુ બધું ‘વ્યવસ્થિત’ને આધીન છે. તમારી ભાવના દૃઢ જોઇએ કે આ આજ્ઞા પાળવી જ છે.
‘સમભાવે નિકાલ’ કરવો એટલે સંજોગોને અનુસરીને કામ લેવું.
૨૨૬
આપ્તવાણી-૪
સમતામાં એવું નથી હોતું.
ના ફાવતો માણસ આવે એટલે મહીં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું જ કૂદાકૂદ કરે. તે ઘડીએ આપણે કહીએ કે સમભાવે નિકાલ કરવાનો છે. એટલે બધું ચૂપ થઇ જાય. સમભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ સામા માણસ પર એની અસર પડે ને સામો પણ ઠંડો થઇ જાય. કોઇ વખત બહુ ચીકણો હિસાબ હોય તો ઠંડો ના પણ થાય ! તે આપણે જોવાનું નહીં, આપણે તો દૃઢ નિશ્ચય કરવાનો કે સમભાવે નિકાલ કરવો જ છે. મોડો વહેલોય એ નરમ પડયા વગર રહે જ નહીં. બધું ‘વ્યવસ્થિત’ પ્રમાણે થાય જ.
સમતા ભાવ : જ્ઞાતાદ્રષ્ટાભાવ !
પ્રશ્નકર્તા : સમતા અને જ્ઞાતાદ્રષ્ટાભાવ એ બેમાં ફેર શું ?
દાદાશ્રી : સમતાના ‘સ્ટેજ’માં તો ઝોકું આવી જાય એટલે આમ ટપલી મારીને જાગૃત કરવું પડે. જયારે જ્ઞાતાદ્રષ્ટા તો કાયમ જાગૃત જ કહેવાય.
પ્રશ્નકર્તા : સમતા એ મનની સ્થિતિ છે ?
દાદાશ્રી : મનની સ્થિતિ ખરી, પણ મનની આવી સ્થિતિ ક્યારે રહે? મહીં જાગૃતિ હોય, જ્ઞાન હોય, તો જ તે રહે. નહીં તો મન હંમેશાં આ બાજુ કે પેલી બાજુ નમેલું જ હોય. સમતા કયારે રહે ? આત્મા પ્રાપ્ત થાય ત્યારે.
જયાં સુધી ‘હું ચંદુલાલ છું' ત્યાં સુધી વિષમતા થયા વગર રહે જ નહીં, અને ‘હું શુધ્ધાત્મા છું' એનું ભાન થયું એટલે કામ થઇ ગયું. તૃષ્ણા, તૃપ્તિ તે સંતોષ !
સંસારનું ખાઇએ, પીએ, ભોગવીએ તેનાથી સંતોષ થાય. પણ તૃપ્તિ ના થાય. સંતોષમાંથી નવાં બીજ નખાય. પણ તૃપ્તિ થઇ તો તૃષ્ણા