________________
આપ્તવાણી-૪
૧૮૭
ઘરના જોડે રોગ હોય તો તે કાઢી આપીએ ને ઘરમાં ‘એડજસ્ટમેન્ટ’ કરાવી આપીએ. ‘એડજસ્ટમેન્ટ’ એ જ મુખ્ય ધર્મ છે. કોઈ આપણી પાસેથી પૈસા લઇ ગયો હોય ને આપણું એની જોડે ‘એડજસ્ટમેન્ટ તૂટે તો મુખ્ય ધર્મ ચૂક્યા કહેવાય !
તુર્ત ફળે તે ધર્મ :
ધર્મ તો કોને કહેવાય ? જે તરત ફળ આપે. તરત ફળ આપનારો હોય તો જ ધર્મ, નહીં તો અધર્મ. આ ક્રોધ, તરત જ ફળ આપે છે ને ? જેમ અધર્મ તરત ફળ આપે છે, તેમ ધર્મનું ફળ પણ તરત જ મળવું જોઇએ. સ્વરૂપનું અજ્ઞાન ગયું નથી ત્યાં સુધી જો સાચો ધર્મ કરે તોય એના ઘરમાં કલેશ ના થાય. જયાં કષાય છે ત્યાં ધર્મ જ નથી. કષાય છે ત્યાં લોકો ધર્મ ખોળે છે, તે જ અજાયબી છે ! લોકોને પરીક્ષા કરવાનું ગજું જ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી એને સંસાર ગમે જ નહીં. તેથી જ સમ્યક દર્શન શું કહે છે કે, “મને પ્રાપ્ત કર્યા પછી તારે મોક્ષે જવું જ પડશે ! માટે મને સેવતા પહેલાં વિચાર કરજે. તેથી તો કવિએ ગાયું છે
“ જેની રે સંતો, કોટિ જન્મોની પુણ્ય જાગે, તેને રે સંતો, દાદાનાં દર્શન થાયે રે, ઘટમાં એને ખટકારો ખટ ખટ વાગે રે.” -નવનીત
ખટકારો એટલે શું કે એક વખત ‘દાદા'ને ભેગો થયો તો પછી ફરી અહીં દર્શન કરવાનું મન થયા કરે. એથી અમે કહીએ છીએ કે, “જો તારે પાછા જવું હોય મને ભેગો થઇશ નહીં અને ભેગો થયો એટલે તારે મોક્ષ જવું પડશે ! જો તારે ચાર ગતિમાં જવું હોય તો તેય આપું. અહીં તો મોક્ષનો સિક્કો વાગી જાય એટલે મોક્ષે જવું જ પડે.” અમે તો તમને કહીએ છીએ કે અહીં ફસાશો નહીં અને ફસાયા પછી નીકળી શકશો નહીં.
(૨૩) મોક્ષ પામવો, ધ્યેય !
મોક્ષ, એ શું છે ? પ્રશ્નકર્તા : મોક્ષ કે મુક્તિ કોને કહેવાય ?
દાદાશ્રી : મોક્ષ અને મુક્તિ એ નજીકના જ શબ્દો છે. એક જ માના બે છોકરા છે.
જો સર્વ કર્મોથી મુક્તિ જોઇતી હોય, આખો મોક્ષ જોઇતો હોય તો પહેલી મુક્તિ અજ્ઞાનથી થવી જોઇએ. એટલે તમે અજ્ઞાનથી જ બંધાયેલા છો. જો અજ્ઞાન જાય તો બધું સરળ થઇ જાય; શાંતિ થાય, દિવસે દિવસે આનંદ વધતો જાય અને કર્મથી મુક્તિ થાય.
મોક્ષ એટલે આપણને મુક્તપણાનું ભાન થવું જોઇએ. ‘હું મુક્ત છું” એવું ભાન જીવતાં જ રહેવું જોઇએ. મરી ગયા પછી મોક્ષ કામનો નહીં, એ તો છેતરવાની વાત છે. મોક્ષ તો રોકડો હોવો જોઇએ, ઉધાર ના ચાલે. શાક લેવા કોઇને મોકલીએ તોય મહીં કમિશન કાઢી લે એવો આ જમાનો છે, તેમાં તે વળી મોક્ષ ઉધાર લેવાય ? એવો ઉધાર મોક્ષ કોઈ આપે તો આપણે કહી દેવું કે ‘આવતે ભવ મોક્ષ” એવો ઉધાર મોક્ષ મારે નથી જોઇતો. આ વખતમાં ઉધારી ધંધો કરશો જ નહીં. આજે તો