________________
(૧૯)
યથાર્થ ૧ભક્તિમાર્ગ !
શ્રદ્ધા જ ફળ આપે !
એવું છે, દેવ તમારી ‘બીલિફ’ને આધીને છે. મૂર્તિમાં દર્શન કરો. પણ ‘બીલિફ’ ના હોય તો શું ફાયદો ? ‘બીલિફ' અન્અવકાશપણે હોય તો તે રાતદહાડો યાદ આવ્યા કરે. માટે મૂર્તિમાં શ્રદ્ધા મૂકો. મૂર્તિ એ ભગવાન નથી, તમારી શ્રદ્ધા જ ભગવાન છે. છતાં ભગવાનનાં દર્શન કરો તો ભાવથી કરજો. મહેનત કરીને દર્શન કરવા જાઓ, પણ દર્શન બરાબર ભાવથી ના કરો તો મહેનત નકામી જાય. ભગવાનના મંદિરમાં કે દેરાસરમાં જઇને સાચાં દર્શન કરવાની ઇચ્છા હોય તો હું તમને દર્શન કરવાની સાચી રીત શીખવાડું. બોલો, છે કોઇને ઇચ્છા ?
પ્રશ્નકર્તા : હા, છે. શીખવાડો દાદા. કાલથી જ તે પ્રમાણે દર્શન કરવા જઇશું.
દાદાશ્રી : ભગવાનનાં દેરાસરમાં જઇને કહેવું કે ‘હે વીતરાગ ભગવાન ! તમે મારી મહીં જ બેઠા છો, પણ મને તેની ઓળખાણ નથી થઇ તેથી તમારાં દર્શન કરું છું. મને આ ‘જ્ઞાનીપુરુષ' દાદા ભગવાને શીખવાડયું છે તેથી આ પ્રમાણે તમારા દર્શન કરું છું. તો મને મારી
આપ્તવાણી-૪
‘પોતાની’ ઓળખાણ થાય એવી આપ કૃપા કરો.' જયાં જાઓ ત્યાં આ પ્રમાણે દર્શન કરજો. આ તો જુદાં જુદાં નામ આપ્યાં. ‘રીલેટિવલી’ જુદાં જુદાં છે, બધા ભગવાન ‘રીયલી’ એક જ છે.
૧૫૨
દુકાન ટાવર આગળ હોય ને દુકાનના વિચાર અહીં કરે ! અલ્યા, જે સ્થળ પર હોઉં તે સ્થળના વિચાર કર. અરે, રસ્તામાં પણ દુકાનના વિચાર કરતા કરતા જાય ! અને મંદિરમાં જવા નીકળે ત્યારે કોઇ ધર્મના વિચાર કરતું જ નથી ! ત્યાં તો દુકાનના વિચાર કરે છે. કેટલાકને તો રોજ મંદિરમાં જવાની ટેવ પડી ગયેલી હોય છે. અલ્યા, ટેવ પડી છે માટે તું દર્શન કરે છે ભગવાનના ? ભગવાનના દર્શન તો રોજ નવાં નવાં જ લાગવાં જોઇએ. ને દર્શન કરવા જતી વખતી મહીં ઉલ્લાસ ‘ફ્રેશનો ફ્રેશ' જ હોવો જોઇએ. આ તો રોજ દાબડી લઇને દર્શન કરવા જવાની ટેવ પડી ગઇ હોય છે.
ધર્મ ક્યાંથી કરી શકે ? આખો દહાડો કર્મ કરે કે ધર્મ કરે ? એ તો કલાક-બે કલાક જ કામ કરે ને ગાડું સડસડાટ ચાલે તેવી પુણ્ય હોય તે જ ધર્મ પામી શકે ને ધર્મ કરી શકે.
ભક્તિથી ઇશ્વરની પ્રાપ્તિ ?!
પ્રશ્નકર્તા : કોઇ પણ માણસ ભક્તિ કરે તો ઇશ્વર મળે ?
દાદાશ્રી : આ પાંચ ઇન્દ્રિયોથી ઇશ્વરનું કશું જ ના થાય, જે થાય
એ પરોક્ષ ભક્તિ છે.
પ્રશ્નકર્તા : એ કાલ્પનિક ભક્તિ ને ?
દાદાશ્રી : એ કાલ્પનિક જ કહેવાય. ને નિર્વિકલ્પ ભક્તિ થાય ત્યારે કામ થાય. વિકલ્પ ભક્તિ મનથી થાય.
પ્રશ્નકર્તા : મને ભક્તિ બધામાં બહુ રુચે છે.
દાદાશ્રી : ભક્તિ એ તમારી ગ્રંથિ છે. ભક્તિના વિચારો આવે, દર્શનના વિચારો આવે તે ગ્રંથિ છે. જયારે ત્યારે નિગ્રંથ થવાનું જ છે.