________________
ધર્મધ્યાન
૧૨૫
૧૨૬
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : ના સાહેબ.
દાદાશ્રી : નાહવાનું ધ્યાન નથી કરતો તોય ડોલ પાણીની મળે છે કે નથી મળતી ?
પ્રશ્નકર્તા : મળે છે.
દાદાશ્રી : જેમ નાહવા માટે પાણીની ડોલ મળી રહે છે તેમ જરૂરિયાત પૂરતા પૈસા દરેકને મળી રહે એવો નિયમ જ છે, અહીં આગળ પણ વગર કામનું ધ્યાન કરે છે.
આખો દહાડો ગોદડાંનો હિસાબ કાઢ કાઢ કરો છો કે રાતે ગોદડું પાથરવા મળશે કે નહીં મળે ? આ તો સાંજ પડે ને સવાર થયે લક્ષ્મી, લક્ષ્મી ને લક્ષ્મી ! અલ્યા કોણ ગુરુ મળ્યો તને ? કોણ એવો ડફોળ ગુરુ મળ્યો કે જેણે તને એકલા લક્ષ્મીની પાછળ જ પાડ્યો ! ઘરના સંસ્કાર લૂંટાઇ ચાલ્યા, આરોગ્યતા લૂંટાઇ ચાલી, બ્લડપ્રેસર થઇ ગયું. હાર્ટ-ફેઇલની તૈયારી ચાલતી હોય ! તને કોણ એવા ગુરુ મળ્યા કે એકલી લક્ષ્મીનીપૈસાની પાછળ પડે એવું શીખવાડ્યું ?!
આમને કોઇ ગુરુ ના મળે ત્યારે લોકસંજ્ઞા એ એમનાં ગુરુ કહેવાય છે. લોકસંજ્ઞા એટલે લોકોએ પૈસામાં સુખ માન્યું એ લોકસંજ્ઞા. લોકસંજ્ઞાથી આ રોગ પેસી ગયો ત્યારે કઇ સંજ્ઞાથી આ રોગ નીકળે ? ત્યારે ભગવાન કહે છે કે, જ્ઞાનીની સંજ્ઞાથી આ રોગ નીકળે. લોકસંજ્ઞાથી પેઠેલો રોગ જ્ઞાનીની સંજ્ઞાથી નીકળી જાય.
હું શું કરીશ ? એવું આવા વહેમ કરવા જેવું જગત નથી. કોકને ના ઊગે તો ઇટ ઇઝ એ ડીફરન્ટ મેટર, પણ તારે તો ઊગવાની જ. દરેક માણસને દાઢી તો ઊગે જ, કોકને ના ઊગે એ તો કુદરતનું એક આર્ય છે !
અલ્યા, તું પૈસા કમાવાનો ? ત્યારે કહે કે, “અવશ્ય કમાવાનો છે અને ખોવાનોય છે ?” એ બેઉની તારા હાથમાં સત્તા નથી. વગર કામનું ધ્યાન શાં માટે બગાડે છે ? આ પૈસા એ તો પૂરણ ગલન થાય છે. એ બધી કુદરતની સત્તા છે. એટલે પૂરણ થાય છે, લાખ રૂપિયા કમાય છે એ કુદરતની સત્તા છે અને લાખ ખોટ જાય છે તેય કુદરતની સત્તા છે, એ સત્તા તમારી નથી, ત્યાં શું કરવા હાથ ઘાલો છો ?
આરોપિત ભાવે જે જે કરે એ બંધન છે અને ત્યાં સુધી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ નહીં થાય. જૈનધર્મનો સારાંશ શો ? તો કે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થાય તો જૈનધર્મ પામ્યા કહેવાય. એ બંને બંધ થાય તો જૈનધર્મનો સારાંશ પામ્યા કહેવાય, ભગવાન મહાવીરે જે કરવું તે પામ્યા કહેવાય. નહીં તો આર્તધ્યાન ને રૌદ્રધ્યાન તો બધા ધર્મવાળાને થાય છે ને તમને થાય તો પછી અર્થ જ નહીં ને ? બીજાનામાં ને આમનામાં ફેર ના હોય ? જૈનમાં અને બીજા ધર્મમાં ફેર જ ના હોય? બીજા ધર્મમાંય ચારે ધ્યાન છે અને જૈનમાંય ચારે ધ્યાન છે, તો પછી એને વીતરાગનો ધર્મ જ કેમ કહેવાય ? બીજા બધા ધર્મવાળા યે આ ચાર ધ્યાનમાં છે ને આ પણ ચાર ધ્યાનમાં છે. ચાર ધ્યાનથી ઉપરનું પાંચમું ધ્યાન વધારાનું નથી. હવે એય ચાર ધ્યાનમાં છે ને આ તમે પણ ચાર ધ્યાનમાં હો તો તેમાં તમે પ્રગતિ શી માંડી કહેવાય ? “વીતરાગ’ ધર્મમાં તો ફેરફાર હોવો જોઇએ ને ? ત્યારે કહે, શામાં ફેરફાર હોવો જોઇએ ? તારે દુર્બાન કેટલાં ઓછાં થયાં છે ? ચાર ધ્યાનમાંથી ક્યા કયા ધ્યાન ઓછાં થઈ ગયાં છે ? વખતે રૌદ્રધ્યાન બંધ થઇ ગયું હોય ને આર્તધ્યાન હોય તોય ભગવાન ચલાવી લે, થોડુંક પણ આર્ત ને રૌદ્રધ્યાન બેઉ જાય ત્યાર પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય.
પ્રશ્નકર્તા : અગમ વિચાર એ કર્યું ધ્યાન કહેવાય ?
એટલે કહેવા માગીએ છીએ કે આ નાહવાનાં પાણી માટે કે રાતે સૂવાના ગાદલા માટે કે બીજી કેટલીક વસ્તુઓ માટે તમે વિચાર સરખો કરતાં નથી છતાં, શું એ તમને નથી મળતું ? તેમ લક્ષ્મી માટે પણ સહજ રહેવાનું હોય.
અમે જ્ઞાની આ કેવો હિસાબ કાઢતા હોઇશ ? આ જગત કેવી રીત ચાલે છે એનું કોઇને ભાન જ નથી. કોઇ છોકરાના ભાઇબંધને દાઢી જ ના ઊગતી હોય તો એ છોકરાને વહેમ પડે કે મારે દાઢી નહીં ઊગે તો