________________
ધર્મધ્યાન
૧૨૩
૧૨૪
આપ્તવાણી-૨
અહીં તમારે દરેક વાતનો ખુલાસો થાય. મહાવીર ભગવાન ગયા ત્યારથી ૨૫૦૦ વર્ષથી ‘ભઠ્ઠી’ ચાલુ થઇ હતી. હવે ૨૫૦૦ વર્ષ પૂરાં થયાં ને એ ‘ભટ્ટી’ પૂરી થાય છે અને હવે નવો યુગ ને નવું બધું શરૂ થાય છે!
સંસારતું ઉપાદાત કારણ સંસારનું ઉપાદાન આર્તધ્યાન અને રૌદ્રધ્યાન છે અને એ જ અધિકરણ ક્રિયા છે. એકલું ધર્મધ્યાન હોય તો સંસારમાં ભટકાવે એવું નથી. અને કો'ક દહાડો તેથી શુકલધ્યાન પણ પ્રાપ્ત થાય. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં તો આખો દહાડો કઢાપો ને અજંપો રહે. ઢાપો એ રૌદ્રધ્યાન ને અજંપો એ આર્તધ્યાન છે. જે અજંપો મહીં થયા કરતો હોય ને તે સામાને સમજાઇ જાય તો તે રૌદ્રધ્યાનમાં જાય !
રૌદ્રધ્યાત કોને કહેવાય ? આ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને તમે ઓળખો છો ખરા કે ? કાળા રંગનો માણસ એ આર્તધ્યાન ને ગોરા રંગનો માણસ શું એ રૌદ્રધ્યાન કહેવાય ?
ક્રોધ તો કો'કની ઉપર થાય ને ? ક્રોધ જો પોતાની જાત ઉપર કરે તો ભગવાને એને આર્તધ્યાનમાં ગયું, પણ ક્રોધ કો'કને માટે કરે છે. જાત ઉપર કરે એવી કંઇ કાચી માયા નથી. આ બધા પાકા છે, જાત ઉપર ક્રોધ ના કરે ! જાત ઉપર ક્રોધ કરે એવા છે લોક ? બીજા ઉપર કરે છે ને ? તે બીજા ઉપર ક્રોધ કર્યો તો એ બીજાને દુ:ખ દેવાનો ભાવ કર્યો. ક્રોધ એ બીજાને દુ:ખ દેવાનો ભાવ કહેવાય. લોભ એ બીજા પાસેથી લઇ લેવાનો ભાવ કહેવાય, કપટ-માયા એ બીજા માણસ પાસેથી તેનું નુકસાન કરીને લઇ લેવાના ભાવ છે અને માન એ તિરસ્કાર છે, બીજાનો તિરસ્કાર કરવાનો ભાવ છે. એ બધું જ રૌદ્રધ્યાન છે. ક્રોધ, માન, માયા, લોભ એ રૌદ્રધ્યાન છે.
આર્તધ્યાત કોને કહેવાય ? આર્તધ્યાન તો, હમણાં તમારે ત્યાં બે મહેમાન આવ્યા હોય તે
તમને ગમતાં હોય કે તમને ના પણ ગમતા હોય એવા મહેમાન હોય છે કે નહીં ? ના ગમતા મહેમાન હોય છે ત્યારે થાય કે આ ક્યાં આવ્યા?” બારણામાં પેઠાને, ત્યારથી તમને મહીં કંટાળો આવ્યા કરે અને પાછું મોઢે કહેવું પડે કે “આવો બેસો.’ એને એમ કહેવું પડે કે ના કહેવું પડે ? કારણ કે એવું ના કહે તો આબરુ જાય, બહાર ફજેત કરે ને આપણને ? એટલે આવો બેસો કહેવું પડે અને મહીં કંટાળો આવ્યા કરે એને આર્તધ્યાન કક, ભગવાને. આર્તધ્યાન એટલે પોતાને જ પીડાકારી ધ્યાન. હવે મહેમાન આવ્યા છે ત્યારે કંઈ પાછા જતા રહેવાના છે ? ત્યારે કહીએ કે, “આવો બેસો” ને મહીં આર્તધ્યાન થાય તો ના થવા દેવું જોઇએ, એવું ભગવાને કરો. અને થાય તો પ્રતિક્રમણ કરવું જોઇએ, કે ભગવાન આવું કેમ થાય છે ? મારે નથી કરવું આવું. અગર તો કોક બે માણસ ગમતા હોય કે તમારાં પૈડાંબા આવ્યાં હોય ને તે બે દહાડા માટે આવ્યાં હોય તો આઠ દહાડા રહે તો બહુ સારું એવી ભાવના થાય ને, તો એય આર્તધ્યાન કહેવાય. એ જતાં હોય ને મનમાં દુ:ખ થયા કરે કે હજી બે દહાડા પછી ગયાં હોત તો મને સંતોષ થાત. તો એય આર્તધ્યાન કહેવાય. અગર તો તમે કો'કની ઉપર ક્રોધ કર્યો એ રૌદ્રધ્યાન થઇ ગયું. અને આ કોકની ઉપર ક્રોધ કરે અને પછી પસ્તાવો કરે એ આર્તધ્યાન થયું કહેવાય.
કેટલાક માણસ ક્રોધ કર્યા પછી, ‘ક્રોધ કરવા જેવો જ હતો’ એમ કહે છે. એટલે એ રૌદ્રધ્યાન, સભર રૌદ્રધ્યાન થયું ! ડબલ થયું ! ક્રોધથી તો રૌદ્રધ્યાન થયું પણ ‘કરવા જેવો હતો’ એ થયું તે રાજીખુશીથી કરે છે માટે ડબલ થયું અને પેલો છે તે પસ્તાવો કરે છે, માટે એ આર્તધ્યાનમાં જાય છે. રૌદ્રધ્યાન પણ પસ્તાવો કર્યો માટે એ આર્તધ્યાનમાં જાય કારણ કે પસ્તાવાપૂર્વકનું કરે છે.
પૈસા કમાવાની ભાવના એટલે જ રૌદ્રધ્યાન. પૈસા કમાવાની ભાવના એટલે બીજા પાસે પૈસા ઓછા કરવાની ભાવના ને ? એટલે ભગવાને કહ્યું કે, “કમાવાની તું ભાવના જ ના કરીશ.”
દાદાશ્રી : તું રોજ નાહવા માટે ધ્યાન કરે છે ?