________________
સહજ પ્રાકૃત શક્તિ દેવીઓ
આપ્તવાણી-૨
પુણ્યાનુબંધી પુણ્ય તો ઘરમાં બધાંને સુખ-શાંતિ આપીને જાય, ઘરમાં બધાંને ધર્મના ને ધર્મના વિચારો રક્ષા કરે.
લક્ષ્મી તો કેવી છે ? કમાતાં દુ:ખ, સાચવતા, દુ:ખ રક્ષણ કરતાં દુ:ખ અને વાપરતાંય દુ:ખ. ઘેર લાખ રૂપિયા આવે એટલે તેને સાચવવાની ઉપાધિ થઇ જાય. કઇ બેન્કમાં આની સેઇફ સાઇડ છે એ ખોળવું પડે ને પાછાં સંગાવહાલાં જાણે કે તરત જ દોડે. મિત્રો બધા દોડે. કહે, “અરે યાર, મારા પર આટલો વિશ્વાસ નથી ? માત્ર દસ હજાર જોઇએ છે.” તે પછી ના છૂટકે આપવા પડે. આ તો પૈસાનો ભરાવો થાય તોય દુઃખ ને ભીડ થાય તોય દુ:ખ, આ તો નોર્મલ હોય એ જ સારું, નહીં તો પાછું લક્ષ્મી વાપરતાંય દુ:ખ થાય.
આ જરા કોઇએ નવી સાડી લીધી, તો તરત કહે આવી સાડી મેં યુ લીધી હોત તો ? એવા વિચારે દુ:ખ થઇ જાય. એવું આ લક્ષ્મી તો આવે ને જાય ત્યાં સુધી દુ:ખ આપી જાય એવું છે. આ તો કહે કે, આ ચાલીશ હજાર બેન્કમાં છે તે ક્યારે ય કાઢવાના નથી. તે પાછો જાણે કે આ ક્રેડિટ જ રહેશે. ના, એ તો ડેબીટનું ખાતું હોય છે જ. તે જવા માટે જ આવે છે. આ નદીમાં ય જો પાણી છલકાય તો તે બધાને છૂટ આપે કે જાવ, વાપરો. જયારે આમની પાસે આવે તો એ આંતરી રાખે. નદીને જો ચેતના આવતને તો એ ય સાચવી રાખે ! આ તો જેટલું આવે એટલું વાપરવાનું, એમાં આંતરવાનું શું ? ખાઈ, પી ને ખિલાવી દેવાનું. આ તો પૂરણગલન સ્વભાવનું છે. જેટલું પૂરણ થયું એટલું પછી ગલન થવાનું. જો ગલન ના થાતને તો ય ઉપાધિ થઇ જાય. પણ ગલન થાય છે એટલું પાછું ખવાય છે. આ શ્વાસ લીધો એ પૂરણ કર્યું અને ઉચ્છશ્વાસ કાઢ્યો એ ગલન છે. બધું પૂરણ-ગલન સ્વભાવનું છે. એટલે અમે શી શોધખોળ કરી કે, “ભીડ નહી ને ભરાવો ય નહીં! અમારે કાયમ લક્ષ્મીની ‘ભીડે ય નહીં ને ભરાવો પણ નહીં !” ભીડવાળા સૂકાઈ જાય અને ભરાવાવાળાને સોજા ચઢે, ભરાવો એટલે શું કે લક્ષ્મીજી બે-ત્રણ વરસ સુધી ખસે જ નહીં. લક્ષ્મીજી તો ચાલતી ભલી, નહીં તો દુ:ખદાયક થઈ પડે. અમને તો લક્ષ્મીજી ક્યારે ય સાંભરે જ નહીં. સાંભરે કોને કે જેણે દર્શન ના કર્યા
હોય તેને, પણ અમારે તો મહીં લક્ષ્મી અને નારાયણ બેઉ સાથે જ છે. અમારે લક્ષ્મીજી સામા મળે તો અમે વિનય કરીએ. એ ના ચૂકીએ.
આપણામાં કહેવત છે ને કે ‘બાબો હશે તો વહુ આવશે ને!' નારાયણ’ છે ત્યારે ‘લક્ષ્મીજી આવશે જ. આપણે તો ખાલી આપણા ઘરનું એડ્રેસ જ વિનયથી આપવાનું હોય. લક્ષ્મીજીને તો લોકો પહેલાં આણાની વહુની જેમ આંતરે છે. લક્ષ્મીજી વિનય માગે છે. જ્યાં ભગવાન છે ત્યાં જાહોજલાલીની શી ખોટ ?
લક્ષ્મીજી તો હાથમાં જેમ મેલ આવ્યા કરે છે તેમ સૌ સૌના હાથમાં હિસાબસર આવ્યા જ કરે છે. જે લોભાંધ થઈ જાય તેની બધી જ દિશા બંધ થઇ જાય. તેને બીજું કશું જ ના દેખાય. એક શેઠનું આખો દહાડો ધંધામાં અને પૈસા કમાવામાં ચિત્ત, તે તેના ઘરની છોકરીઓ-છોકરાઓ કોલેજને બદલે બીજે જાય. તે શેઠ કંઇ જોવા જાય છે ? અલ્યા, તું કમાયા કરે છે અને એણે ઘર તો ભેલાઈ રહ્યું છે. અમે તો રોકડું જ એના હિતનું જ કહી દઇએ.
૧૯૪૨ પછીની લક્ષ્મી પ્રશ્નકર્તા : હું દસ હજાર રૂપિયા મહિને કમાઉં છું. પણ મારી પાસે લક્ષ્મીજી ટક્તી કેમ નથી ?
દાદાશ્રી : ૧૯૪૨ પછીની લક્ષ્મી ટકતી નથી. આ લક્ષ્મી છે તે પાપની લક્ષ્મી છે, એથી ટકતી નથી. હવે પછીનાં બે-પાંચ વરસ પછીની લક્ષ્મી ટકશે. ‘અમે’ ‘જ્ઞાની’ છીએ, તો પણ લક્ષ્મી આવે છે, છતાં ટકતી નથી. આ તો ઇન્કમ ટેક્સ ભરાય એટલી લક્ષ્મી આવે એટલે પત્યું.
પ્રશ્નકર્તા : લક્ષ્મી ટકતી નથી તો શું કરવું ?
દાદાશ્રી : લક્ષ્મી તો ટકે એવી જ નથી. પણ એનો રસ્તો બદલી નાખવાનો. પેલે રસ્તે છે તો એનું વહેણ બદલી નાખવાનું ને ધર્મના રસ્તે વાળી નાખવાની. તે જેટલી સુમાર્ગ ગઇ એટલી ખરી. ભગવાન આવે પછી લક્ષ્મીજી ટકે તે સિવાય લક્ષ્મીજી ટકે શી રીતે ? ભગવાન હોય ત્યાં ક્લેશ