________________
પ્રકૃતિ
૭૭
૭૮
આપ્તવાણી-૨
ભાવ કર્યો તે વખતે ‘પ્રયોગસા” થઇ ગયા. આ પ્રકૃતિના પરમાણુનો ગુણ ચેતન ભાવને પામેલો છે. માટે તેને કહી શકાય, સમજાવી શકાય. આ ‘ટેપરેકર્ડ’ને કહીએ, બૂમો પાડીએ, સમજણ પાડીએ તો શું સમજાવાય ?
લોકો આત્મા જાણતા નથી, ને તેના વગર ચાલે જ છે ને તેમને? કારણ કે પ્રકૃતિ એવું મિશ્ર ચેતન છે. આપણાં છોકરાં મોટાં હોય, બધાની પત્તર ફાડી નાખ એવાં હોય પણ છેતરાવાનાં ના હોય તોય તે સહેજમાં છેતરાઇ જાય છે કે નહીં ? એનું શું કારણ ? એ પ્રકૃતિ છે, એને સમજાવનારા જોઇએ.
પ્રશ્નકર્તા : કોઇ વખત સમજાવતાં કામ નથી થતું. દાદાશ્રી : એનો અર્થ એ કે સમજાવતાં નથી આવડતું.
પ્રશ્નકર્તા : ઘણી વખતે પ્રકૃતિને સમજાવવાથી કામ નથી થતું ત્યારે એને ઠપકો આપવો જ પડે છે. દ્રષ્ટાંત તરીકે, ડૉક્ટરે બે જ પૂરી ખાવાનું કાં હોય પણ આમ્રરસ હોય ત્યારે તો પ્રકૃતિ કહેશે કે ત્રણ ખા. ત્યારે એને સમજાવીએ તો એ નથી માનતી, ત્યારે એને ઠપકો આપવો જ પડે. એ વખતે પંપાળીને નથી થતું, હઠ કરવી પડે છે. - દાદાશ્રી : એવું છે ને જો સમજાવતાં આવડે તો તો બહુ જ સારું છે. તે ના આવડે પછી ઠપકો આપવાનો. પણ એ સેકન્ડરી સ્ટેજ કહેવાય. પણ તે દેહની બાબતમાં ચાલે, મનની બાબતમાં ઠપકો આપવાનું સારું નહીં જ. દેહ તો જરા જડ છે ને ઠપકો આપો તો વાંધો નહીં. મૂળ જડ સ્વભાવનો છે અને મનને તો સમજાવવું પડે.
દેહને પણ જો સમજાવતાં આવડતું હોય તો સમજાવવું સારું. દેહ પણ અમારું તો કહેલું માને.
પ્રશ્નકર્તા : એ પણ દાદા, પ્રકૃતિ જેટલી સહજ થઈ છે. એટલું એ સહેલાઇથી માને, એ ખરું ?
દાદાશ્રી : હા, એ વાત ખરી છે. આ બધા પરમાણુ શું કહે છે? ચેતન ભાવને પામેલા છે એટલે તે કહે છે કે અમે તમારો ઠપકો ખાવા
આવ્યા નથી. ઠપકાનું ફળ તમને તરત જ મળશે. આ બધું સાયન્સ છે!
પ્રશ્નકર્તા: હું પહેલાં જયારે જૈન સાધુઓની સાથે હતો ત્યારે આ મારા આહારને, આહાર સંજ્ઞાને લાકડીથી મેં માર માર કરેલી. છ મહિના થયા ત્યારે તો એણે માન્યું. પણ હવે એનું રીએકશન એ આવ્યું છે કે છેલ્લા આઠ વરસથી એક ટંક જો ખાવાનું ના મળે તો મહીં બહાર બૂમાબૂમ થઇ જાય !
દાદાશ્રી : જોને આ લોકો કેવા હેરાન થઇ ગયા છે! સાધુ, સંન્યાસી બધા જે હેરાન થઇ ગયા છે, મનને દબાવવા જવાથી ! મન દબાવા જેવી વસ્તુ નથી તેમ ખુલ્લું મૂકવા જેવું નથી. પાછું ખુલ્લું મૂકવું તેય ગુનો છે ! બંનેય ગુના છે !
પ્રશ્નકર્તા : બંનેનું પ્રમાણ જોઇએ ?
દાદાશ્રી : ના, પ્રમાણ નહીં. જેમ અહીં આગળ તમારા છોકરાની વાઇફ આવી હોય ત્યારે ત્યાં તેમની આગળ તમારામાં મર્યાદા રાખવી એવું હોય છે ને ?
પ્રશ્નકર્તા : હા, હોય છે, દાદા.
દાદાશ્રી : તો પછી એ છોકરાંની વાઇફ આમ તમારી આગળથી જતી હોય ને તમે કહો કે, “ના, અહીં ઊભાં રહો, ના, તમારું નામ કહો,
ક્યાં સુધી તમે ભણ્યાં છો ? શું કરો છો ?” એમ તમે કરો તો એ નુકસાન છે. આ તો મનને ખુલ્લું મૂક્યું ! મનની ઉપર છાવરવું એ આના જેવી વાત છે. મનની ઉપરનો “આપણો’ પ્રભાવ તૂટી ના જવો જોઇએ. તેટલા માટે પટાવવું. પણ આવી રીતે આમ ના કરવું જોઇએ; તેમ સામેય ના થવું જોઇએ. જેમ ઘરની સ્ત્રીઓને તમે આવું કરો તો શું થાય ? તેમના ઉપરનો તમારો પ્રભાવ તૂટી જાય.
‘ભાભો ભારમાં તો વહુ લાજમાં’ ગુજરાતીમાં આવી કહેવત છે, એના જેવું છે. એટલે આ મન જોડે બહુ પદ્ધતિસરનું કામ લેવું જોઇએ. આ “મને તો બધાને ઊથલાવી પાડેલા છે. તેથી તો બધા સાધુ, આચાર્યો