________________
૭૫
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : જો એની સામાવાડિયા થઇએ તો, દાદા? એની સામા પડીએ તો શું થાય ?
દાદાશ્રી : ના, પ્રકૃતિનાં સામા થઇએ તો એય સામે થાય. એ તો એને જોઇતું જ છે. એવું તો એને જોઇએ છે કે સામા પડે કે લાગમાં લઉં. આપણે સામા પડવાનું ના હોય. એને તો સમજાવી પટાવીને કામ લેવાનું. આ છેવટે એની બાળક અવસ્થા છે. આ પ્રકૃતિ ગમે તેટલી મોટી હોય પણ એની બાળક અવસ્થા છે. ક્યારે ઊંધું કરી નાખે, નાના બાળક જેવું કરી નાખે, એ કહેવાય નહીં! એ બાળક સ્વભાવની છે માટે એને સમજાવી પટાવીને, ગોળીઓ ખવડાવીને, લાલચ આપીને, ભજિયાં ખવડાવીને પણ ઉકેલ લાવવો.
પ્રશ્નકર્તા : એટલે એને પંપાળીને ઉકેલ લાવવો ?
દાદાશ્રી : ના, પંપાળીને નહીં, સમજાવીને. પંપાળીને એ અર્થ ખોટો કહેવાય. એને સમજાવવું. એ પોતે યસ કરે, એકસેપ્ટ કરે ત્યાં સુધી સમજાવવું. સમજાવ્યા સિવાય કામ ના થાય, સામું ના થવું. સામું થાય એટલે ઊલટું આપણું ગાડું એ ઊઠું નાખી દે. આ બળદને બહુ માર માર કરીએ તો એ ગાડું ઊંધું નાખી દે. એ મારીએ ત્યારે દોડે ખરા, એટલે આપણને એમ લાગે છે કે મારવાથી જે દોડે છે, ચાલે છે એમ શ્રદ્ધા બેસે પણ ક્યારે એ ગાંડુ ઊઠું નાખી દે એ કહેવાય નહીં. એના કરતાં એને સમજાવી પટાવીને કામ કરવું. પ્રકૃતિ બાળક સ્વભાવની છે. પ્રકૃતિ ગમે તેટલી મોટી થાય, ગમે તેટલાં વર્ષો થાય, છતાં સ્વભાવથી એ બાળક છે. આખી જિંદગી વૃદ્ધનું કામ કરતો હોય પણ બાળક અવસ્થા ક્યારે થઇ જાય એ કહેવાય નહીં. રડી ઊઠે, દીન થઇ જાય, કાલાવાલા કરે, બધું જ કરે, કરે કે ના કરે ?
પ્રશ્નકર્તા: કરે.
દાદાશ્રી : પ્રકૃતિ બાળક અવસ્થા કહેવાય તો પછી એવા બાળકને સમજાવવું એ સહેલી વસ્તુ છે. નથી સહેલું ?
પ્રકૃતિ પાસે સમજાવી પટાવીને કામ લેવા જેવું છે. સમજાવવું તો
અવશ્ય જોઇએ. એ ‘ય’ ના કહે ત્યાં સુધી બધું નકામું છે, અને ‘ય’ કહે એવું એ છે.
આ છ મહિનાથી ના કહેતું હોય, તે પા કલાકમાં સમજાવીએ તો યસ કહે એવું છે ! પાછું બાળક જેવું છે, અને હઠે ચઢે તો લાખ વર્ષ સુધી ઠેકાણું ના આવે. હઠે ચઢે અને સમજાવીએ એ બેમાં બહુ ફેર છે. સમજાવવાને માટે બહુ કીમિયો જોઇએ. ગમે તેટલું હઠે ચઢેલું છોકરું હોય તેને સમજાવતાં આવડતું હોય તો તે સમજી જાય. નહીં તો એ બૂમાબૂમ કરી મૂકે, તોફાન કરી મૂકે. એને સમજાવતાં આવડવું જોઇએ. આપણામાં આત્મા છે અને આત્મા પ્રાપ્ત થયા પછી બધું જ આવડે. બધા કીમિયા આવડે, જો ખોળે તો ! પોતે શોધખોળ કરે અને જરા વાર રાહ જુએ તો મહીંથી દર્શનમાં આવી જાય. પણ શોધખોળ કરે તો. શોધખોળ ના કરે, જાણતા જ ના હોય, મારીને ઠોકાઠોક કરે.
પ્રકૃતિનો સ્વભાવ કેવો છે કે ખાંડનો કંટ્રોલ આવવાનો હોય તે પહેલાં જ એ કૂદાકૂદ કરે કે ખાંડ લઇ આવીએ, ખાંડ લઇ આવીએ. ખાંડનો કંટ્રોલ આવવાનો છે એમ કહે, ને આપણે ઘણું સમજાવીએ કે કંટ્રોલ આવશે ત્યારે થોડી થોડી લઇ આવીશું. છતાંય એ કહે, ના. એવું છે. પ્રકૃતિ તો બાળક જેવી છે. પ્રકૃતિ વૃદ્ધ જેવી છે અને બાળક જેવી પણ છે. સમજાવવા માટે બાળક જેવી છે. અમે તો એને ગોળીઓ ખવડાવી ખવડાવીને સમજાવીએ છીએ.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ વૃદ્ધ જેવી છે એ કઈ દૃષ્ટિએ ?
દાદાશ્રી : વૃદ્ધ જેવી છે એનું કારણ શું કે ગમે તેટલાં મોટાં લશ્કર આવે ત્યારે એ ના છોડે, પકડી રાખે. અને છોડી દે તો સહજમાં છોડી દે. એ ‘અમે’ જોયું છે. પ્રકૃતિ જો જડ હોય તો એ છોડે જ નહીં, વીતરાગી કહેવાય. પણ પ્રકૃતિ ચેતન ભાવને પામેલી છે, મિશ્ર ચેતન છે.
| ‘મિશ્ર ચેતન” એટલે શું કે આ પ્રકૃતિના પરમાણુ બધા છે, એને ‘મિશ્રસા’ કહેવાય. ‘મિશ્રસા” જયારે રસ આપીને જાય ત્યારે એને ‘વિશ્રસા” કહેવાય છે. ચોખ્ખા પરમાણુને ‘વિશ્રસા’ કહેવામાં આવે છે. અને તેમાં