________________
પ્રકૃતિ
૭૧
૭૨
આપ્તવાણી-૨
મોક્ષે જવા કોઇ મનાઇ હુકમ નથી, માત્ર પોતાને “પોતાનું ભાન થવું જોઇએ. કોઇ ત્યાગી પ્રકૃતિ હોય, કોઇ તપની પ્રકૃતિ હોય, કોઇ વિલાસી પ્રકૃતિ હોય, જે હોય તે, મોક્ષે જવા માટે માત્ર પ્રકૃતિ ખપાવવાની હોય !
ભગવાન તો આત્મા પ્રાપ્ત થયા પછી પ્રકૃતિ જ જોયા કરતા હતા. પ્રકૃતિનું સાયન્સ જો જો કરતા હતા કે આ સાયન્સ કેવું છે ?! બીજું કશું ભગવાન જોતા નહોતા. ભગવાન તો એકલું પોતાનું પુદ્ગલ જ જોતા
હતી.
પ્રકૃતિ પૂરણ-ગલન સ્વભાવની છે અને પોતે અપૂરણ-ગલન સ્વભાવનો છે.
પ્રકૃતિ પણ ભગવાન સ્વરૂપ પ્રકતિ જ્યારે ભગવાન જેવી દેખાશે ત્યારે મોક્ષે જશો. ગજવું કાપનારની પ્રકૃતિ ભગવાન જેવી લાગશે. ત્યારે મોક્ષે જવાશે. આ ગજવું કાપે છે એ તો એની પ્રકૃતિ છે. એ પ્રકૃતિ એ ભગવાન જ છે, પણ રીલેટિવ ભગવાન છે. જ્યારે આત્મા રીયલ ભગવાન છે. પ્રકૃતિ એ ભગવાન છે પણ એ વ્યુ પોઇન્ટ જાણતો નથી. કારણ કે, બુદ્ધિ છે ને ! તેથી બુદ્ધિ બતાવે કે ગજવું કાપી ગયો, પૈસા લઇ ગયો. પણ બીજા વ્ય પોઇન્ટને, રીયલને જાણતો નથી. નહીં તો ગજવા કાપનારો તે પોતે જ ભગવાન છે, પોતે જ પરમાત્મા છે. પણ એ સમજણ જ નહીં ને ! ભગવાને ગજવાં કાપનારને, દાનેશ્વરીને, સતીને, વેશ્યાને, ગધેડાંને, બધાંને ભગવાન સ્વરૂપે જોયા, બધાંને સરખા જોયા.
લોકોને હું-તું દેખાય અને ‘વીતરાગ'ને બધે શુદ્ધ ચેતન અને પ્રકૃતિ સ્વભાવ દેખાય. આ કેરીના કરંડિયામાં કેરી ચાખે તો એનો “આ ખાટી છે” એમ પ્રકૃતિ સ્વભાવ દેખાય. ‘વીતરાગ'ને પ્રકૃતિ બધાંની ઓળખાય, પણ ભેદભાવ ના હોય તેથી એમને ‘ખાટી છે’, ‘મીઠી છે” એવી ભાંજગડ ના હોય, અને બધા જોડે ‘પોતે’ ‘વીતરાગ’ રહે. એમને તો જો દાન આપે છે, તો એ પ્રકૃતિ છે અને ગજવું કાપે છે, તો એય પ્રકૃતિ છે. એમને
‘આ બરાબર છે અને આ બરાબર નથી” એવું ના હોય. એવું કાં તો રાગ-દ્વેષ થઇ જાય. ને આમાં એક સ્પંદન થયું એટલે બધું હાલ્યું. બાકી આમાં બીજો કોઇ કર્તા છે જ નહીં.
વીતરાગો કેવા હતા ? છેલ્લે તેમણે શું જોયેલું ? પોતાની જ પ્રકૃતિ જોયેલી. પોતાની જ પ્રકૃતિ જો જો કરતા હતા. પ્રકૃતિ સીધી ચાલે છે કે વાંકી? તે જોયા કરતા. બધે જ જ્ઞાતા-દ્રષ્ટા રહેતા. બીજાની પ્રકૃતિ જોવાથી જ આ સંસાર ઊભો થઇ ગયો છે. વીતરાગોએ માત્ર પોતાની જ પ્રકૃતિ જો જે કરેલી, અને જે જોયા વગર છૂટકો જ નથી. કેવળ જ્ઞાનની છેલ્લી નિશાની એ જ છે કે, પોતાની જ પ્રકૃતિને જો જો કરે.
કોઇનો એક પણ ગુણ ના ભૂલશો. સો અવગુણ ભૂલી જવા પણ કોઇનો એક પણ ગુણ ના ભૂલશો. વીતરાગો કોઇનોય ગુણ નહીં ભૂલેલા. જેનો ગુણ ભૂલ્યા તો એ આપણને ઠેઠ ના જવા દે, પણ આપણું જ્ઞાન અનુપમ છે ! તે બધું થઇ શકે એમ છે.
પરમાણુએ પરમાણુ પ્રકૃતિના જે ઓળખી ગયો તે છૂટ્યો. ભક્તો તો ધીમે ધીમે મોક્ષ માર્ગે આગળ વધે. પણ કિંચિત્ માત્ર સાંસારિક ઇચ્છા ના કરે તો જ્ઞાની ભેગા થઇ જ જાય. “જ્ઞાન” અને “પ્રકૃતિ’ બે જુદા જ છે. પણ પ્રકૃતિ જ્યાં અંતરાય ત્યાં ઓસ્ટ્રકશન થઇ જશે, માટે ટોર્ચ નાખી જોઇ લેવું.
પ્રકૃતિ ધર્મ શું કહે છે ? પ્રાકૃત ધર્મની રચના તો જુઓ ! મોટા મોટા જ્ઞાનીઓને પણ તેમાં રહેવું પડ્યું. પ્રાકૃત ધર્મ તો ઓળખવો જ પડશે. જ્ઞાતા-દ્રષ્ટા એકલો જ આત્માનો ધર્મ અને બીજા બધા જ પ્રાકૃત ધર્મ છે. આ પ્રાકૃત કેવું છે ? એક પ્રાકૃત નિર્ભય બનાવે, જ્યારે બીજું બિહામણું બનાવે. અનાદિનો પ્રકૃતિનો જ પરિચય છે. આ પ્રકૃતિ ને છેવટે ભગવાન રૂપે થવું પડશે. આ આપણું જ્ઞાન જ એવું છે કે, પ્રકૃતિ ભગવાન રૂપે થઇ જાય ને પરમાનંદ વર્તાય !
પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો. પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે પુરુષ થયો એટલે ગજબની શક્તિ પેદા થાય ! આ લોક કહે છે એ બધું