________________
૭૦
આપ્તવાણી-૨
પ્રકૃતિ આવડે તો કહેવું, નહીં તો બીજો રસ્તો કાઢવાનો. ધીમે રહીને પાણી નાખીને કઢી પી લઇએ. આ તો “જ્ઞાન” છે, માટે જગત જે આપે તે બધું ઘોળીને પી લઇએ. એવું છે, મહીં તો ગજબની શક્તિ પડેલી છે ! કઢી ખારી હોય તો પ્રકૃતિ તો ખારી કઢી પણ પી જશે. ‘આપણે' તો ‘જાણનાર’ છીએ. પ્રકૃતિની બહાર કોઇ માણસ ચાલતો નથી. ‘અમારે” “જ્ઞાન” થતાં પહેલાં પણ બધાં જ એડજસ્ટમેન્ટનું જ્ઞાન હાજર રહેતું કે અહીં શું કરવા યોગ્ય છે. એ બધું ઓન ધી મોમેન્ટ હાજર રહે.
જગત છે માટે બધું જ હોય. કાંકરા ના ફાવતા હોય તો શું ઘઉં નહીં લાવવાના ? ના, એ તો ઘઉં લાવવાના અને કાંકરા વિણવાના! જ્યાં આગળ પ્રકૃતિ અંતરાય ત્યાં ઓસ્ટ્રક્ટ થાય. એટલે પ્રકૃતિ જ્યાં જ્યાં અંતરાય ત્યાં ત્યાં ટૉર્ચ લાઇટ મૂકવી પડે, ને જોઇ લેવાનું! ‘પોતાની' ભૂલો તો સેન્ટ પરસેન્ટ દેખાવી જોઇએ. મહાવીર ભગવાન પણ માત્ર પોતાની જ પ્રકૃતિને ‘જો, જો’ કરતા હતા કે પ્રકૃતિ શું શું કરે છે ને શું શું નથી કરતી.
જે વ્યવહાર એક ફેર આપણે ના કરવો હોય છતાં કરવો પડે, તો જાણીએ કે આપણી ઇચ્છા નથી છતાંય થાય છે. માટે પ્રકૃતિ આપણી પર સવાર થઈને બેઠી છે. આ તો સવાર થવા દેવાની ના હોય, તેથી આપણે પ્રકતિને ઘોડો બનાવીએ અને “આપણે” એની ઉપર સવાર થઇએ. પ્રકૃતિઘોડો ના ચાલેને તો હંટર મારીએ; કહીએ, ચાલ. એટલે પછી એ ચાલે. આ તો અનંત અવતારની કુટેવ પડેલી, અટકણ પડેલી. તેથી પ્રકૃતિ સવારી થઇ બેસે છે. પણ આત્મા તેવો નથી. આ તો પ્રકૃતિ પોતે કહે છે કે ભગવાન, તમે ઉપર બેસો. પણ આ નહીં સમજાવાથી પ્રકૃતિને માથે ચઢાવે છે.
રૂપિયા બે હજારનો વિક્ટોરિયા ગાડીનો ઘોડો હોય પણ કબરનું લીલું કપડું જુએ ને અટકી જાય એ અટકણ છે. એવા લોકો અટકણવાળા થઇ ગયા છે. અટકણ તો કાઢવી પડે ને ?
પ્રકૃતિને સવાર ના થવા દેવી. પ્રકૃતિને સવાર થવા દેવી એ કાંઇ રીત છે ? એના કરતાં તો નિરાંતે તમે એની ઉપર સવાર થાવ ને !
અમને કોઈ કહે કે ચાલો છેલ્વે સ્ટેશને, તો અમે તૈયાર ને કહે કે ચાલો લગનમાં, તોય અમે તૈયાર. આપણી પ્રકૃતિ તૈયાર રહેવી જોઇએ. આ તો કલાક સુધી નક્કી કરે કે નથી કરવું આ કામ. પણ પછી કરવું પડે તો તેનાં કરતાં સરળ થઇ જા ને. આ ‘વ્યવસ્થિત’ છોડે તેમ નથી. માટે સરળ થઇ જા.
કવિએ શું કહ્યું છે : “ અટકણથી લટકણ, લટકણથી ભટકણ,
ભટકણની છટકણ પર છાંટો ચરણ-રજ કણ.” ‘આ’ અટકણ છે, એવું આપણે જાણ્યું એટલે એ અટકણ તૂટતી જાય. પ્રકૃતિ તો અજાયબી છે ! પણ ભાન ના રર કે, કેવી રીતે કામ કાઢવું. પોતે પ્રકૃતિ સ્વરૂપ થઇ ગયો ! તેથી ઘોડો આમ નાસે તો પોતાને તેમ નાસવું પડે. એના કરતાં પ્રકૃતિને લગામ નાખીને નિરાંતે ઘૂમોને !
પ્રકૃતિ નિયમવાળી છે. મનનો સ્વભાવ અનિયમવાળો છે. કોઇનું પાકીટ કાપીને ૩૦ રૂપિયા હાથમાં આવે તો પાંચ રૂપિયા ‘પતિયાને દાન આપે અને પચીસ રૂપિયા બહેનને આપી દે, આવું છે ! મનનો સ્વભાવ ઘડીમાં દાન આપે અને ઘડીમાં ચોરી કરે. મનનો સ્વભાવ વિરોધાભાસવાળો છે. પ્રકૃતિ નિયમવાળી છે. પ્રકૃતિ ઓળખાય તો વશ થાય એવી છે. માટે પ્રકૃતિને પૂરેપૂરી ઓળખી લેવી જોઇએ.
પ્રકૃતિમાં જે લોકનિંદ્ય કાર્ય નથી એનો વાંધો નથી. આ ચા-પાણી, નાસ્તો કરીએ એ લોકનિંદ્ય નથી. જે લોકનિંદ્ય પ્રકૃતિ હોય તેનો વાંધો છે. તેવી પ્રકૃતિને જો જો કરવાથી મોળી થતી જાય. જેમ જેમ જુએ તેમ તેમ એ ઓગળતી જાય. કોઇ માણસ હોય તે તલવાર લઇને વઢવા આવ્યો હોય તેને જો આંખોથી જોવાથી નરમ થતો હોય તો ફરીવાર જોવાથી તે ફરી ના આવે. આ તો એ બળવાન હોય અને આપણું જોર નરમ પડે તો એ ચઢી બેસે. પણ અહીં, આપણી પાસે તો ‘દિવ્યચક્ષુ' છે. ચર્મચક્ષુથી સામેનાનું જોર નરમ પડે છે ત્યારે આ તો દિવ્યચક્ષુ છે, તે માત્ર દૃષ્ટિથી જ પ્રકૃતિ ઓગળવા માંડે છે.