________________
અક્રમ માર્ગ : અગિયારમું આર્ય !
૬૧
૬ ૨
આપ્તવાણી-૨
સંજોગ ભેગો થાય તેમ નથી. અહીં “સત્ સંજોગ” છે. એ તો જ્ઞાન મળ્યા. પછી બીજે જ દહાડે પોતાને જાત અનુભવ થાય ત્યારે જ સમજાય !
મહાવીર ભગવાનના નિર્વાણને ૨૫0 વર્ષ પૂરાં થાય છે. ત્યારે સાધન પણ કેવાં ગજબનાં પ્રગટ થયાં છે ! નહીં તો “અક્રમ માર્ગ’ તે વળી હોતો હશે ? ભગવાનના ૨૫૦૦ વર્ષ પૂરાં થશે એટલે સાધનોય આવી પડશે ને આ ફેરફાર થવાનો. ભગવાનને કહેલું કે, ‘ભસ્મક ગ્રહની” અસરમાંથી લોકોને બચાવવા થોડું આયુષ્ય વધારો ત્યારે ભગવાને કહ્નાં, ના, એ તો નિરાંતે લોકો ભોગવશે. ને છેક અંતિમ કાષ્ટાચાર સુધી લઇ જશે. અને એ પૂરું થશે ત્યારે એનુંય ફળ મળશે! અત્યારે એ વિષમ કાળ પૂરો થવાનો છે. એનું ફળ ‘અક્રમ’ આવ્યું છે! નહીં તો ‘અક્રમ’ તે હોતો હશે ?
આખું બ્રહ્માંડ જે “જ્ઞાન’ના વરસાદની ઇચ્છા કરે છે તે “જ્ઞાન”નો વરસાદ થયો તો થયો, પણ તે ભયંકર ઉનાળામાં થયો ! ભયંકર દુષમ કાળમાં ‘જ્ઞાનવર્ષા’ થઇ. જ્યાં મનુષ્ય માત્ર સાધુ, આચાર્ય, બાવા, બાવલી બધાં તરફડે છે એવા કાળમાં! ચોમાસામાં વરસાદ થાય તે તો કાયદેસરનું કહેવાય, પણ આ તો દુષમકાળના ઉનાળામાં જે ના બનવાનું તે બની ગયું છે, ના પડવાનો વરસાદ પડી ગયો છે. તો ત્યાં કામ કાઢી લેવાનું હોય.
વીતરાગોનાં બે પ્રકારનાં જ્ઞાન : એક ‘ક્રમિક' અને બીજું ‘અક્રમિક' કે જે આજે અહીં ‘અમારી’ પાસે પ્રગટ થયું છે !!!
કો'ક વખત દસ લાખ વર્ષ એવો ગજબનો પુરુષ પાકે ને ત્યારે પોતાને જાતે બોલવું પડે છે ! આ તો ગેરેન્ટી સાથે કહું છું કે તમારો કોઇ ઉપરી નથી. અને આ ઉપર તારો બાપ કોઇ નથી. પછી રહે કોઇ ભોભડકાટ ?
જેને ‘આકુળતા-વ્યાકુળતા” મટી એને અંતરંગ પચ્ચખાણ જ છે. એ તો ‘ક્રમિક માર્ગ'ના ‘જ્ઞાની'ને આકુળતા-વ્યાકુળતા રહે. ‘ક્રમિક માર્ગ' જ આકુળતા-વ્યાકુળતાનું કારખાનું છે ! આ તો “અક્રમ માર્ગ’ તે અહીં જ જ્યાં વટાવીશ ત્યાંથી તરત જ રોકડું ફળ આપનારું છે !
હવે તો નવા અનુભવ થશે ! જે હીલ ઉપર ચઢ્યા છો, એનો એક ખૂણોય હજુ તો પૂરો જોયો નથી, પણ હવે હીલ ઉપર ચોગરદમ જુઓ, ફરો. ગજબનું છે ! જેટલો લાભ ઉઠાવવો હોય તેટલો ઉઠાવી લેજો. એની યોગ્યતા ને એની સમજણે લાભ લે. એનાથી માથે ઊંચકી ના શકાય તો અમે એને માથે ઊંચકાવી આપીએ. ‘આ’ તો ઓર જ જાતનું બન્યું છે. માટે કામ કાઢી લેવાનું છે.
સકળ બ્રહ્માંડ ઝંખે તે જ્ઞાન વર્ષો ને અસક્કો ઉનાળે.’ - નવનીત.