________________
અક્રમ માર્ગ : અગિયારમું આર્ય !
૫૯
આપ્તવાણી-૨
ભક્તો માટે અને જેમની પુર્વે હશે ને તેમને માટે ‘આ’ માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળીઓ માટે છે અને અહીં સહેજાસહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઈએ. પણ લોકોને આના માટે કંઇ કહેવા જવાનું નથી હોતું. આ ‘દાદા’ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત- કલ્યાણ થઇ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં તો જેને ભાવના થઇને ‘દાદાનાં દર્શન કર્યા તો એ દર્શન ‘ઠેઠીને પહોંચે છે. ‘દાદા'એ આ દેહના નિકટના પડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ અક્રમ જ્ઞાન’ તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે. બીજા બધા માટે “અક્રમ મોક્ષ નથી. બીજા બધાને તો એના ‘ક્રમિક માર્ગનો બોધ આપી તેને તે જે કરતો હોય તેમાં જ સુગમ રસ્તો દેખાડીશું. તેનાથી તે ઠેઠ પહોંચી જશે! અહીં તો ‘સહજાસહેજ' જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઇ આવે તેને અમે જ્ઞાન આપી દઇએ, ‘દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઇ ગયું!
અહીં આવેલા માણસો બધા અસરવાળા જ હોય છે. કોઇને પાંચ ટકા તો કોઇને ૨૫ ટકા હોય પણ એક જ પ્રકારની ઇફેક્ટ છે. પણ જોડ પર્થ કેવી સરસ લાવ્યા છે ! “દાદા'ની લિફ્ટમાં બેસીને મોક્ષે જવાનું !! કોટી જન્મોની પુણ્ય ભેગી થાય, ત્યારે તો ‘દાદા' ભેગા થાય ! ને એ પછી ગમે તેવું ડીપ્રેશન હશે એ જતું રહેશે. ડીપ્રેશન કાઢવાનું જ આ સ્થાન છે. ડીપ્રેશનવાળાઓ માટે બધી રીતે ફસાયેલા માટે ‘આ’ સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા.
‘આ’ આપણો “અક્રમ માર્ગ પાંચસો વર્ષ પછી ગવાશે. આ કવિ નવનીતનાં પદોની પછીથી ગજબની કિંમત થશે ! અત્યારે તો લોક ચકડોળે ચડ્યું છે ને ! લોકો પછી એને ખોળ ખોળ કરશે ! ચકડોળે ચઢેલાને કેવું દેખાય ? એવાને આપણે “અક્રમ માર્ગ દેખાડીએ તો કહેશે, આ તો બધું હું જાણું છું એને પૂછીએ કે, ‘ભાઇ તને ચિંતા–બિંતા થાય છે ?” તો એ કહેશે કે, ‘ચિંતા તો બધાંને થાય ને!' જો ચિંતા થાય છે તો પછી તેં જાણ્યું શું ? જાણ્યાનું નામ પ્રકાશ. અજવાળામાં તે વળી ઠોકર વાગે? આ તો ડગલે ને પગલે ઠોકર વાગે છે ને કહે છે કે હું જાણું છું,
તે તારો ક્યારે ઉકેલ આવે ? અને તેય ‘જ્ઞાની પુરુષ'ની આગળ “હું જાણું છું'-નો કેફ લઇ આવે તો હું કહ્યું કે, ભઇ, તારો ઘડો ભરેલો છે. તેમાં મારું અમૃત નાખવાની શી જરૂર છે ? નાખીશ તોય એમાંથી છલકાઇને નીચે પડી જશે. જો તારો ઘડો ખાલી હોય તો જ હું મારું અમૃત એમાં રેડું અને તો એ તને કામ લાગે.
પ્રશ્નકર્તા : દાદા, તમારા પછી આ “અક્રમ માર્ગ’ ચાલુ રહેશે?
દાદાશ્રી : “અક્રમ માર્ગ’ તો અમારા પછી એકાદ-બે પેઢી ટકશે. પછી તો એનું એ જ. પણ અમારા નિમિત્તે ‘ક્રમિક માર્ગ’ ઊંચા સ્ટેજ ઉપર હશે. નવાં જ શાસ્ત્રો ને નવું જ બધું હશે. અત્યારે આવું બગડી ગયેલું છે તેવું નહીં રહે.
આ તો “અક્રમ માર્ગ છે. એટલે જ્ઞાની ફક્ત એક કલાકમાં જગતનિષ્ઠા ઉઠાવી લઇ બ્રહ્મમાં બેસાડી દે. એથી તો કવિએ લખ્યું છે ને,
“ દસ લાખ વર્ષમાં આવાં જ્ઞાન નથી થયાં,
નિકય તે વિસ્મય આવાં જ્ઞાન અકથ્યાં. ”
આવું ક્યારેય બન્યું નથી ! તેથી જ સ્તો અજાયબી છે ને ! અને એમાં જો મોક્ષની ટિકિટ મળી ગઈ તો તો તેનું કામ જ થઇ ગયું ને ! ‘આ’ તો પુણ્યશાળીઓ માટે છે. હજી તો કંઇક સાસુનાં ચાબખા ખાશે, ધણીના ચાબખા ખાશે તોય ઠેકાણું નહીં પડે ! મોક્ષ એવો સહેલો નથી! એ તો તમને અહીં ‘જ્ઞાની પુરુષ' મળ્યા એટલે ખીચડીથીય સહેલો થઇ પડ્યો છે. મોક્ષદાતા ‘જ્ઞાની પુરુષ’નાં નિમિત્તને તો શાસ્ત્રકારોએ જ વખાણ્યું છે.
| ‘અમે' જગત કલ્યાણના સ્વામી નથી, નિમિત્ત છીએ. જે પુણ્યશાળી હોય તે તો ઘેર બેઠાં લાભ લઇ જાય ! પુણ્યશાળીઓનું ફળ તે આ ‘અક્રમ માર્ગ’ છે ! નહીં તો અક્રમ તે હોતું હશે ? આ તો પાછળથી ઇતિહાસ રચાશે ત્યારે લોક પસ્તાશે ને વિચારશે કે તે કાળમાં હું હતો કે નહીં ? પછી હિસાબ કાઢે તો નીકળે કે તે દહાડે તે ૩૫ માળના ફ્લેટ બાંધવાના કામમાં પડ્યો હતો ! બધા સંજોગ ભેગા થાય પણ આ “અક્રમ જ્ઞાન’નો