________________
મૂર્તિધર્મ : અમૂર્ત ધર્મ
જતું હતું ને મૂર્તિ પર વધતું જતું હતું તે ગુરુનું મહાત્મ્ય વધારવા ને સમજાવવા ગયા કે જે લોકોને મૂર્તિમાં એકાગ્રતાનું ધ્યાન બેઠું છે એ ભલે સ્થાપનામાં રહે અને ગુરુ પાસે રહે. પણ આ તો મૂર્તિનું આખું ઊડી ગયું ને માત્ર ગુરુ પૂજવાનો ધર્મનો પંથ પડી ગયો.
૪૧
એય ‘જડનો વરઘોડો કાઢ્યો' એવું તે કહેવાતું હશે ? જે મૂર્તિની ઉપર લોકોને જબરજસ્ત પૂજ્યભાવ છે એની ઉપર તિરસ્કાર તે કરાતો હશે ? પણ ગુરુની જાગૃતિ માટે તમારે મૂર્તિ ખસેડવી પડી. પણ જેને મૂર્તિની ઉપર એકાગ્રતા નથી થઇ એના માટે તો મૂર્તિ જ બરોબર છે. જેણે અમૂર્તને જાણ્યો નથી, અમૂર્તને જોયો નથી, અમૂર્ત સાંભળ્યો પણ નથી, અમૂર્ત એના ભાનમાં પણ નથી, એ માણસો ક્યાં જશે ? એ બાળજીવો ક્યાં જશે ?
મહારાજ, આ મૂર્તિને તમે જડ કહો છો તો મને તમે જોયું હોય તેવું એક ચેતન બતાવો. તમે ચેતન ક્યાં જોયું તે મૂર્તિને જડ કહો છો? તમે પોતે જ જડ છો ને ? તમે પોતે જ મીકેનિકલ આત્મા છો.
મહારાજ કહે : ગુરુ એ તો ચેતન કહેવાય ને ?
મેં કહ્યું : ના, આ પાંચ ઇન્દ્રિયથી જે જે દેખાય છે, સંભળાય છે એ બધું અચેતન જ છે. આ તમે નવકાર મંત્ર બોલો છો એય મૂર્તિ જ છે ને ? આ વીતરાગ ભગવાનની મૂર્તિ ઉપર તો લોકોના કેવા ગજબના ભાવ હોય છે ! માટે તેને દ્વેષથી ના જોશો.
મહારાજ કહે : પણ અમારો સિદ્ધાંત મૂર્તિને માનતો નથી.
મે કહ્યું ઃ મહારાજ જરા વિચારજો. મારી વાત ખોટી હોય તો હું વાતને સ્વીકારી લઉં છું. તમને દુઃખ થતું હોય તો પ્રતિક્રમણ કરીએ છીએ તમારું, પણ કંઇક વિચારો. આ બાળજીવોને પાછળ તો સારી રીતે ચાલવા દો. તમને જે અનુકૂળ આવે તેમ કરો. સ્થાનકવાસી તો કોને કહેવાય ? જેને મૂર્તિ ‘અહીં’(બે ભ્રમરની વચ્ચે) આગળ ધારણ થયેલી હોય, માનસિક ધારણા થઇ ગયેલી હોય તો !
આપ્તવાણી-૨
મહારાજ કહે : “મને તમારી વાત માન્યામાં નથી આવતી.'
મેં કહ્યું : “મહારાજ મારી વાત તમને શી રીતે માન્યામાં આવે? મારી વાત ખોટી હશે એવું તમને લાગે એ વાત હું યે કબૂલ કરું છું. કારણ કે જે માણસ જે વસ્તુ કરતો હોય તેને તે સાચી જ લાગે. ખાટકી હોય ને તેને એ કરતો હોય એમાં પાપ છે એવું ના લાગે. કારણ કે જે કાર્ય કરે તેનું આવરણ આવી જાય તેમાં સત્-અસત્નો વિવેક જતો રહે. પછી શું થાય ? જ્યાં સત્-અસત્ત્નો વિવેક જતો રહે પછી ગમે તેટલું કરવાથી, લાખ અવતારેય હજુ સત્ય નહીં સમજાય.” આ તપોગચ્છ-વાળા મહારાજને વિનંતી કરી કહું છું, ખરાબ લાગે તો ગાળો દેજો કે, “મહારાજ, તમે મોક્ષે જવા માટે આ તપ કરી રહ્યા છો ?'
મહારાજ કહે : ‘‘હાસ્તો. બીજા શાને માટે કરીએ છીએ ?''
૪૨
મેં કહ્યું : “ભગવાને કહેલું કે મોક્ષે જવા માટેનું તપ તો અદીઠ હોય, કોઇ દેખી ના શકે. તમારાં તપ તો કસરતશાળા જેવાં છે. શું તમે ‘કસરત’ કરો છો ? મોક્ષે જવા માટે આવાં તપ ના હોય.’’ ભગવાને આવાં તપને ના કહ્યું છે. ભગવાને કહેલું કે જ્યાં સુધી દેહ સહજ નહીં થાય ત્યાં સુધી આત્મા સહજ પ્રાપ્ત નહીં થાય. જ્યારે દેહ સહજ થશે અગર તો આત્મા સહજ થાય, એટલે કે દેહ અને આત્મા બેમાંથી એક સહજ થાય તો બેઉ સહજ થશે ને ત્યારે કામ થશે.
આ લોકોએ મૂર્તિને કેમ ખસેડી મૂર્તિને ભજવાથી પ્રમાદ આવી જાય છે. મૂર્તિ તો વઢે નહીને ? મૂર્તિ એમ તો ના કહે ને કે તમે સામાયિક કેમ ના કરી ? ને ગુરુ હોય તો વઢે તો ખરો. પણ આ તો અનર્થ થયો ને મૂર્તિને જડ કહેવા માંડ્યું ! મૂર્તિ, મંદિરો બધાંની જરૂર છે. જ્યાં સુધી અમૂર્ત ના મળે ત્યાં સુધી આ દોરી છોડાય નહીં. એ તો ભારતનું સાયન્સ છે ! આ તો મૂર્તિ હોય તો મંદિર હોય ને મંદિર થાય તો એને પૂજારીબૂજારી બધું મળી રહે.
ભગવાને કહ્યું છે કે, જ્યાં સુધી આર્તધ્યાન ને રૌદ્રધ્યાન હોય ત્યાં સુધી મૂર્તિનાં દર્શન કરજો. કારણ કે ત્યાં સુધી અમૂર્તનાં દર્શન થાય નહીં,